દૂઘસાગર ડેરીએ પશુપાલકોને ખુશ કરી દીધા : 437 કરોડ ભાવ ફેર આપવાની કરી જાહેરાત
Dudh Sagar Dairy Annoucement : દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ..પશુપાકોને અપાશે 437 કરોડ રૂપિયાનો ભાવ ફેર..દૂધ મંડળીઓને અપાશે 10 ટકા ડિવિડન્ડ....
Trending Photos
Mehsana News તેજસ દવે/મહેસાણા : મહેસાણા દુધસાગર ડેરીની 65મી સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પશુપાલકોને રૂપિયા 437 કરોડ ભાવ ફેર વધારો વહેંચવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે.
મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ની આજે 65મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દૂધ મંડળીઓ અને પશુપાલકોની ઉપસ્થિતિ જોવા મળી. મહેસાણા દૂધસાગર ડેરી હોલમાં 65મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. આ સાધારણ સભામાં દૂધસાગર ડેરીના ચેરમેને પશુપાલકોને દૂધનો 437 કરોડ રૂપિયા ભાવ ફેર આપવાની જાહેરાત કરી હતી.
આ સાથે દૂધસાગર ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 દૂધ મંડળીઓ અને 10 પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દૂધ મંડળીઓને 10 ટકા શેર ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરાઈ છે. 750 કરોડની મિલકત વધવાની સાથે દૂધસાગર ડેરીનું ટર્ન ઓવર 8,054 કરોડ પહોંચ્યું છે.
આમ, મહેસાણા દૂધસાગર ડેરી છેલ્લા કેટલાય વર્ષોમાં પશુપાલકોને વિશેષ લાભ આપ્યો છે. તો બીજી તરફ દહીં, દૂધ અને છાશના વેચાણમાં વધારો કરવામાં મોટી સફળતા મેળવી છે
દૂધસાગર ડેરીની 65 મી સાધારણ સભામાં માહિતી આપવામાં આવી કે, દૂધસાગર ડેરીનું ટર્નઓવર 8,054 કરોડને પાર પહોંચ્યું છે. તેમજ ડેરીની મિલકતમાં 750 કરોડનો વધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે