Janmashtami 2025: સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાઇડ્સ વગર યોજાશે? જન્માષ્ટમીના લોકમેળાને લઈને મોટા સમાચાર
Janmashtami 2025 Mela in Rajkot: સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટના જન્માષ્ટમીના લોકમેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. મેળામાં યાંત્રિક રાઈડ્સને લઈને હજુ પણ માથાભારે સ્થિતિ યથાવત્ છે. જિલ્લા કલેક્ટર અને રાઈડ્સ સંચાલકો વચ્ચે આજે મહત્વની બેઠક યોજાઈ હતી.
Trending Photos
Janmashtami 2025: રંગીલા રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં લોકમેળાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં શહેર-જિલ્લા અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને વિવિધ રાઇડ્સની મજા માણતા હોય છે.
પરંતુ, ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદથી રાજ્ય સરકાર દ્વારા રાઇડ્સ સંચાલકો માટે નવી SOP જાહેર કરવામાં આવી છે અને તમામ નિયમોનું પાલન કરવા સંચાલકોને આદેશ કરાયો છે. જો કે, આ SOP નાં કેટલાક નિયમો સામે રાઇડ્સ સંચાલકો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
બેઠક બાદ કલેક્ટરે રાઇડ્સ સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે દરેક રાઈડ્સ સંચાલકે SOPનું કડક પાલન કરવું ફરજિયાત રહેશે...તંત્ર તરફથી ૧૦ જુલાઇ SOP ફોર્મ ભરવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. જે સંચાલકો ફોર્મ નહીં ભરે તેમના માટે હવે કોઈ પણ પ્રકારની મુદત લંબાવવામાં નહીં આવે એવો સ્પષ્ટ ઈનકાર તંત્રએ કર્યો છે.
તાજેતરમાં રાઇડ્સના ફાઉન્ડેશન માટે રજુઆત કરવામાં આવી હતી પણ તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થાની માગણી ફગાવી દીધી છે. જો કેટલીક સંસ્થાઓ મેળામાં ભાગ નહીં લે તો તેમની જગ્યાએ તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા અમલમાં મુકે તેવો પણ ઈશારો કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે