ભાજપનું પેપર ફૂટ્યું! હજી તો નિરીક્ષકો પહોંચે, કવર ખોલે એ પહેલા જ પ્રમુખોના નામ જાહેર થઈ ગયા
BJP Gujarat President List : ગુજરાતના શહેર અને જિલ્લાઓના ભાજપ પ્રમુખની થઈ વરણી..જિલ્લામાં મોટા ભાગના પ્રમુખો કરાયા રીપિટ તો શહેરમાં નવી ચહેરાઓ પર મુકાયો ભરોસો...
Trending Photos
Gujarat Politics : ગુજરાત ભાજપમાં રાજ્યના જિલ્લા અને મનપાને નવા ભાજપ પ્રમુખોના નામની જાહેરાત થઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખ રિપીટ કરાયા છે, તો કેટલાક જિલ્લાઓમાં યથાવત રખાયા છે. આ સાથે જ ગાંધીનગરથી ગુજરાત ભાજપના નવા જિલ્લા અને મહાનગર પ્રમુખોની યાદીનું લિસ્ટ વાયરલ થયું છે. સોશિયલ મીડિયા લીસ્ટ વાયરલ થતા ભાજપના કાર્યકરો જાહેરાત પહેલા ભિનંદન પાઠવવા લાગ્યા છે. જે લોકોના લિસ્ટમાં નામ છે, તેઓ જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે. બંધ કવરમાં ક્લસ્ટર ઈન્ચાર્જ નામ લઇને જિલ્લાઓમાં કાર્યાલય ખાતેથી જાહેરાત કરવાના હતા, પરંતુ તે પહેલા જ આખું લિસ્ટ સામે આવી ગયું છે. ભાજપનું પેપર પરીક્ષા પહેલા જ લીક થઈ ગયું છે. હજી તો નિરીક્ષકો પહોંચે, કવર ખોલે એ પહેલા જ પ્રમુખો જાહેર થઈ ગયા છે. ત્યારે હવે ધુળેટી બાદ ગુજરાત ભાજપના અધ્યક્ષના નામની જાહેરાતના રાહ જોવાઈ રહી છે. જિલ્લા અને શહેર પ્રમુખ બાદ રાજ્યના અધ્યક્ષની ઘોષણા થશે. સી. આર. પાટીલના અનુગામી કોણ બનશે તેના પર સૌની નજર છે.
ભાજપના જિલ્લા-શહેર પ્રમુખોની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જિલ્લા-શહેર પ્રમુખોના નામ જાહેર થાય તે પહેલા લિસ્ટ વાયરલ થયું છે. સોશિયલ મીડિયામાં ભાજપના પ્રમુખોની યાદી ફરતી થઈ છે. તેથી ભાજપના કાર્યકરો જાહેરાત પહેલા અભિનંદન પાઠવવા લાગ્યા છે. જોકે, ZEE 24 કલાક આ વાયરલ યાદીની પુષ્ટિ નથી કરતું.
- ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલને રિપિટ કરાયા
- સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરત રાઠોડને રિપીટ કરાયા
- ચંદુભાઈ મકવાણાને જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ
- મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરને રિપિટ કરાયા
- અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણુંક કરાઇ
- નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પદે ભુરાલાલ શાહને રિપીટ કરાયા
- રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.માધવ દવેના નામની જાહેરાત
- પાટણ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે રમેશભાઈ સિંધવની વરણી
- ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર સંજય પરમાર ની વરણી
- વલસાડ જિલ્લામાં વર્તમાન પ્રમુખ હેમંત કંસારા ને રીપીટ કરાયા
- સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પદે કનુભાઈ પટેલ રિપિટ કરાયા
- આણંદ જિલ્લા ભાજપ પ્રમુખપદે સંજયભાઈ પ
ભાજપના કાર્યકરો જાહેરાત પહેલા અભિનંદન પાઠવ્યા
જે લોકોના લીસ્ટમાં નામ છે જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. બંધ કવરમાં ક્લસ્ટર ઇન્ચાર્જ નામ જાહેર કરવાના હતા. જે લોકોના નામ વાયરલ થયા છે તેમાથી કેટલાક નામ જાહેર થયા છે. હજુ પણ કેટલાક જિલ્લા-શહેરના પ્રમુખોના નામ જાહેર નથી થયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે