સુરતમાં સરથાણા પોલીસ તોડ કરે છે, ખુદ ભાજપના ધારાસભ્યએ લગાવ્યો આરોપ, CM ને લખ્યો પત્ર
ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર સામે આવ્યો છે. આ લેટરમાં તેમણે સરથાણા પોલીસ પર તોડ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. નોંધની છે કે કુમાર કાનાણી વિવિધ સમસ્યાઓ માટે હંમેશા રજૂઆત કરવા માટે જાણીતા છે.
Trending Photos
સુરતઃ સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર બોમ્બ ખળભળાટ મચી ગયો છે. કુમાર કાનાણીએ સોનાની દાણચોરીમાં ઉમરા પોલીસના તોડકાંડના વિવાદ વચ્ચે સરથાણા પોલીસે પણ કોપીરાઈટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાની ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
બે મહિના પહેલા પાડેલી રેડમાં પોલીસે તોડ કરી ત્રણ માલિક હોવા છતાં એક સામે જ ફરિયાદ નોંધી હતી. ત્યારે હવે તોડકાંડનો વિવાદ વકરતા પોલીસ કમિશનરે ડીસીપી ઝોન-1ને ઇન્ક્વાયરીના આદેશ કર્યા છે.. 20 લાખથી વધુનો માલ સગેવગે કરવાનો અને 2 આરોપીના નામ ગાયબ કરાયાનો આરોપ થયો છે..મહત્વનું છે કે આઠ થી દસ પોલીસ કર્મચારીઓે રેડ કરી હતી અને પોલીસ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં રૂપિયા લઈ ગયા હતા તેવો પત્રમાં દાવો કરવામાં આવ્યો.
ભાજપના ધારાસભ્યએ જ ઉઠાવ્યા સવાલ
ગુજરાતમાં ભાજપની સરકાર છે. તેવામાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ પર તોડ કર્યાનો આરોપ લગાવ્યો છે. સુરત પોલીસ કમિશનરને પણ કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે. પોલીસ દ્વારા ટ્રેડમાર્ક અને કોપીરાઇડના ગુનામાં 8 લાખ રૂપિયાનો તોડ કરવાનો આરોપ કુમાર કાનાણીએ લગાવ્યો છે.
ધારાસભ્ય કુમાર કાનાણીએ લખેલા પત્રમાં જણાવ્યું કે સરથાણા પોલીસ દ્વારા 11 જાન્યુઆરીએ બપોરના 3.30 કલાક આસપાસ લાયસન્સ વગર હાર્પિક કંપનીના નકલી લિક્વિડ પકડવા માટે રેડ કરી હતી. આ રેડમાં 8-10 પોલીસકર્મીઓ સામેલ હતા. આ રેડ દરમિયાન પોલીસકર્મીઓ તથા કંપનીના પ્રતિનિધિઓએ મળીને આરના એન્ટરપ્રાઇઝના માલિકો પાસેથી 8 લાખ લઈ ગોડાઉનમાં રહેલો માલ એફઆઈઆરમાં ન દર્શાવવા માટે માંગ્યા હતા. આ ગોડાઉનમાં 20 લાખ કરતા વધારે રૂપિયાનો માલ હતો. પોલીસે 3.31 લાખનો માલ દર્શાવ્યો અને બાકીનો સગેવગે કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે