ગુજરાતના રાજકારણમાં જોરદાર ગરમાવો, ઈટાલિયાએ સ્વીકારે ભાજપના ધારાસભ્યની રાજીનામાની ચેલેન્જ
Kanti Amrutiya Challenge To Gopal Italia : ગોપાલ ઈટાલિયાએ મોરબીમાંથી ચૂંટણી લડવાની કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારી
Trending Photos
BJP Gujarat Vs AAP : મોરબીમાં વરસાદના લીધે ઉભી થયેલ પરિસ્થિતિ બાદ હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા ધારાસભ્ય આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. મોરબીના ભાજપના ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલી ચેલેન્જને આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સ્વીકારી છે. બંનેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થયા બાદ રાજકીય પક્ષો તરફથી સતત આક્ષેપબાજી અને નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલનમાં મીડયા સમક્ષ ગોપાલ ઇટાલિયાને મોરબીમાંથી ચૂંટણી લડવા અંગે ચેલેન્જ આપી હતી.
મોરબીની રાજનીતિમાં જબરદસ્ત ગરમાવો, ભાજપે કહ્યું- આપ જીતે તો 2 કરોડ આપું, AAPએ કહ્યું- ચેલેન્જ એક્સેપ્ટેડ!#morbi #GujaratPolitics #gopalitalia #kantilalamrutiya #bjp #aap #ZEE24KALAK pic.twitter.com/blO5Lj3OGn
— Zee 24 Kalak (@Zee24Kalak) July 10, 2025
આગામી ૧૨ તારીખે ૧૨ વાગ્યા પહેલા રાજીનામું આપી દે તો હું ચૂંટણી લડવા આવીશ
મોરબીના વીસીપરા, પંચાસર રોડ, નાની કેનાલ રોડ વિગેરે વિસ્તારમાં રાત્રિના સમયે થતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય, કલેકટર અને કમિશનર પહોંચ્યા હતા. છેલ્લા દિવસોમાં થયેલ આંદોલનોમાં વિસાવદરવાળી કરવાની વારંવાર ચીમકી ઉચ્ચારી તે અંગેના પ્રશ્ન પૂછવામાં આવતા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જવાબ આપ્યો. કાંતિ અમૃતિયાએ કહ્યું કે, પહેલા મારી પત્નીએ ગોપાલ ઇટાલીયાને જવાબ આપ્યો હતો અને ચૂંટણી લડવી હોય તો હું રાજીનામું આપી દઈશ અને જો જીતી જાય તો બે કરોડ આપીશ. સુરા બોલ્યા ફરે નહીં. આગામી ૧૨ તારીખે ૧૨ વાગ્યા પહેલા રાજીનામું આપી દે તો હું ચૂંટણી લડવા આવીશ.
ગોપાલભાઈ કયા સાવજ છે, આવી જાય લડવા માટે
મોરબીના ધારાસભ્યની ચેલેન્જ સ્વીકારવા મુદે ગોપાલ ઈટાલિયાને કાંતિ અમિૃતિયાએ વળતો સટીક જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં એક માત્ર વિસાવદરની બેઠક આવી ત્યાં તો ઉપાડો લીધો છે. હું સોમવારે ૧૨ વાગ્યે રાજીનામુ મુકવા માટે આવીશ, ગોપાલભાઇ પણ રાજીનામુ મુકવા આવી જાય. જો હુ બોલ્યો ફરુ તો મારા બાપમાં ફેર હોય અને તે બોલ્યું ફરે તો તેના બાપમાં ફેર હોય. ગોપાલભાઇના નામે ગુજરાતમાં ધમકી ન આપે અને લોકોને ઉશકેરવાનું બંધ કરે. હું જીભનો પાક્કો છુંય ૧૯૯૮ માં યાર્ડની જમીન માટે બોલે લો તે કરી બતાવ્યું છે. ગોપાલભાઇ કાઇ સાવજ છે આવી જાય લડવા માટે મારી તૈયારી છે.
ગોપાલ ઇટાલિયાએ મોરબીમાંથી લડવાની ચેલેન્જ સ્વીકારી
કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી લેતા રાજકારણ ગરમાયું હતું. ગોપાલ ઇટાલિયાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, મોરબીના ધારાસભ્યએ મને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી છે. હું તેમની આ ચેલેન્જને સ્વીકારૂ છું. તેઓ 12 તારીખે બપોરે બે વાગ્યા સુધીમાં રાજીનામું આપી દે. જો તમે શરૂ હોવ તો ફરી ના જતાં ગોપાલ ઇટાલિયા તમારી ચેલેન્જને સ્વીકારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે