ચંદા દો ધંધા લો... ભાજપને દાન આપનારા ફાવી ગયા, કોર્પોરેશનમાં એમને જ મળ્યા કોન્ટ્રાક્ટ!
Chanda Do Dhanda Lo : ગુજરાતમાં એક વર્ષમાં રાજકીય પક્ષોને રૂ. 404 કરોડનું દાન, ગુજરાતમાં 30 વર્ષથી શાસન કરતા ભાજપને મળેલા દાનની રકમમાં મોટો ખુલાસો... ભાજપને સૌથી વધુ 401 કરોડ... અમદાવાદ કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં ભાજપને ડોનેશન આપનારાને કોન્ટ્રાક્ટ મળ્યા!
Trending Photos
Donation To BJP Gujarat : સૌથી મોટા પક્ષ ભાજપને ગુજરાતમાં દાન આપનારાઓની પાંચેય આંગળીઓ ઘીમાં છે. રાજકીય પક્ષોના દાનની વિગતમાં મોટો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ અને રાજકોટ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ મેળવનારા સત્તાધારી પક્ષને ડોનેશન આપવામાં મોખરે હોવાનું રિપોર્ટ કહેવાય છે. એટલે કે, ચંદા દો ધંધા દો. દાન આપો અને કોન્ટ્રાક્ટ મેળવો સ્કીમ કામ કરી ગઈ છે.
ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404.512 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99 ટકા જેટલું તો માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ને પ્રાપ્ત થયું છે. ભાજપને એક વર્ષમાં દાન પેટે 401.982 કરોડ રૂપિયા, જ્યારે કોંગ્રેસને 2.455 કરોડ રૂપિયાનું દાન મળેલું છે.
અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો, કોર્પોરેશનમાં વિવિધ કોન્ટ્રાક્ટ મેળવાનારાઓનું નામ ભાજપને ડોનેશન આપનારાઓમાં લિસ્ટમાં ટોચ પર છે. યોગાનુયોગ તો જુઓ કે, જે લોકોએ ડોનેશન આપ્યું છે, તે લોકોને બ્રિજ, વેસ્ટ ટુ એનર્જિ, એએમટીએસ બસ ચલાવવા ઉપરાંત અનેક કરોડોના કોન્ટ્રાક્ટ મળ્યાં છે. તો બીજી તરફ રાજકોટ કોર્પોરેશનમાં પણ આ જ સ્થિતિ છે. જેમના નામ દાનના લિસ્ટમા છે, તેમને અમદાવાદમાં કરોડોના કોન્ટ્રાક્ટ મળ્યાં છે.
અમદાવાદમાં કોણે કેટલું દાન આપ્યું
વિવિધ બ્રિજ બનાવવાની એસ.ટી.પી.પ્રોજેકટની કામગીરી મેળવનારા રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રાસ્ટ્રકટર દ્વારા રૂપિયા 5 લાખનું દાન કરાયું છે. રાજકમલ બિલ્ડર્સ પાસે અનેક કોન્ટ્રાક્ટ છે.
મારુતિ કન્સ્ટ્રક્શનને અમદાવાદના વિવિધ વોર્ડમાં કોંક્રીટ રોડ બનાવવાના મોજેક્ટ અપાયા છે.
ચિત્રા (બી) પબ્લિસીટી પાસે અમદાવાદ મ્યુનિ.દ્વારા જાહેરખબર માટેના હોર્ડિંગ્સ મુકવાનો કોન્ટ્રાક્ટ છે.
જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટને પીરાણા અને ડમ્પીંગ સાઈટના વેસ્ટ ટુ એનર્જિના પ્રોજેક્ટ અપાયા છે.
હાર્દિક લેબર ગ્રૂપ દ્વારા 4 લાખનું દાન અપાયું છે, જેની પાસે પણ કેટલાક કોન્ટ્રાક્ટ છે.
મોટાભાગનું દાન આપનારા રાજકોટમાં મનપા પાસેથી કરોડો રૂપિયાનો ઉંચા ભાવનો કોન્ટ્રાક્ટ મેળવનારા છે.
રાજકોટ પાલિકામાં સૌથી વધુ 65 લાખનું દાન પવન કન્સ્ટ્રક્શન દ્વારા આપવામા આવ્યું છે. જેની પાસે રાજકોટમાં રસ્તાઓના કામના પ્રોજેક્ટ છે. તેને આગામી એક વર્ષનું કામ પણ એડવાન્સમાં આપી દેવાયું છે.
ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ને 104 કરોડના કામ બે વર્ષ માટે અપાયા છે. આ એજન્સી દ્વારા ભાજપને 5.11 લાખનું દાન કરાયું છે.
આઈકોનિક બ્રિજનું 167 કરોડનું કામ બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા.લિ. અને ગાવર કન્સ્ટ્રક્શન લિ.ને જોઈન્ટમાં આપ્યું છે. જેમાં બેકબોને આ એક વર્ષમાં ભાજપને 14,24,652 રૂપિયાનું ડોનેશન આપ્યુ છે.
હાઈબોન્ડ ઈન્ફ્રાએ ભાજપને 18.94 લાખનું ડોનેશન આપ્યું છે, જેની પાસે પણ કોર્પોરેશનના અનેક પ્રોજેક્ટ છે
કેએસડી કન્સ્ટ્રક્શને ભાજપને આ વર્ષમાં રૂ।. 18.94 લાખનું ડોનેશન આપ્યું છે. જે બે માસમાં રૂ।. 8.85 કરોડનું કામ અપાયું છે.
અરમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ 55 ટકા ઉંચા ભાવથી 3.56 કરોડનું કામ અપાયું હતું, આ નામથી ભાજપને રૂ।. 1.27 લાખનું દાન મળ્યું છે.
આઉટસોર્સિંગથી કર્મચારીઓ પૂરા પાડવાનું કામ મેળવનાર એમ.જે.સોલંકીએ તેમજ ડી.જી.નાકરાણીએ રૂ।.એક એક લાખનું દાન ભાજપને આપ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે