Mehsana News: ઉત્તર ગુજરાતના સુંદરપુરા ગામે એક મોટી દુર્ઘટના; દીવાલ ધસી પડતાં 6 મજૂરો દટાયા, 3ના કમકમાટીભર્યા મોત

Mehsana News: સુંદરપુરા ગામે મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધસી પડતાં 6 શ્રમિકો દટાયા હતા. આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 શ્રમિકોને ઇજા પહોંચી છે. 

Mehsana News: ઉત્તર ગુજરાતના સુંદરપુરા ગામે એક મોટી દુર્ઘટના; દીવાલ ધસી પડતાં 6 મજૂરો દટાયા, 3ના કમકમાટીભર્યા મોત

Vijapur Wall Collapse: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામ માં ગોજારી ઘટનાના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. સુંદરપુર ગામ માં મહાદેવ મંદિર પાસે અશ્વિન પટેલ નામના ગામના રહીશનું જુનું મકાન તોડીને નવીન મકાન બનાવવા નું કામ ચાલતું હતું. ત્યારે મકાન બનાવવાની કામગીરી દરમ્યાન બાજુ ની જૂની દીવાલ અચાનક જ ધરાસાઈ થતા જ 6 લોકો દીવાલ પડવા થી દટાઈ ગયા હતા.

નાનકડા ગામ સુંદરપુર માં દીવાલ પડવાની ગોજારી ઘટના ના પગલે સ્થાનિકો લોકો એ તરત બચાવ કામગીરી શરૂ કરી હતી અને ત્યાર બાદ સ્થાનિક તંત્ર પણ જેસીબી મશીન થી કાટમાળ હટાવવા નું શરૂ કર્યું હતું. પરંતુ દીવાલ નીચે દટાયેલા કોન્ટ્રાક્ટર,મજૂરો સહિત 6 શખ્સો માંથી 3 કમનસીબ શખ્સો મોત ને ભેટયા હતા. જ્યારે એક ને ગંભીર ઇજાઓ થયેલી છે અને બાળક સહિત બે ને સામાન્ય ઇજાઓ થતા સારવાર હેઠળ ખસેડાયા છે.

આમ,સુંદરપુર માં દીવાલ પડવાની ઘટના બાદ બચાવ કામગીરી ઝડપી કરવા છતાં ત્રણ લોકો મોત ને ભેટતા ગામમાં અને પરિવારજનો માં માતમ છવાઈ ગયો છે.

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news