ગુજરાત સરકારે સરકારી તિજોરીમાંથી અદાણીને ચૂકવ્યા કરોડો રૂપિયા
જ્યારે જ્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાતું હોય છે, ત્યારે ત્યારે અદાણીનો મુદ્દો ગૃહમાં ચર્ચાતો હોય છે. ક્યારેક આપ, તો ક્યારેક કોંગ્રેસ અદાણીના વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ સરકારને ગૃહમાં ઘેરી વળે છે. ત્યારે આ બજેટ સત્રમાં અદાણી પાવર પાસેથી ગુજરાત સરકારે કેટલી વીજળી ખરીદી અને કયા ભાવે ખરીદી તેની વિગતો ગૃહમાં બહાર આવી છે.
Trending Photos
Gujarat Government : જ્યારે જ્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાતું હોય છે, ત્યારે ત્યારે અદાણીનો મુદ્દો ગૃહમાં ચર્ચાતો હોય છે. ક્યારેક આપ, તો ક્યારેક કોંગ્રેસ અદાણીના વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ સરકારને ગૃહમાં ઘેરી વળે છે. ત્યારે આ બજેટ સત્રમાં અદાણી પાવર પાસેથી ગુજરાત સરકારે કેટલી વીજળી ખરીદી અને કયા ભાવે ખરીદી તેની વિગતો ગૃહમાં બહાર આવી છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્ન પર ગુજરાત સરકારે ગૃહમાં જવાબ આપતા કહ્યું કે, રાજ્ય સરકારે અદાણી પાવરને ફિક્સ ચાર્જ પેટે બે વર્ષમાં રૂપિયા ૨,૭૯૮ કરોડ ચૂકવ્યા છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩ માં રૂપિયા ૧૩૯૫ કરોડ ફિક્સ ચાર્જ પેટે ચૂકવ્યા છે. તો વર્ષ ૨૦૨૪ માં અદાણી પાવરને રાજ્ય સરકારે ૧૪૦૩ કરોડ ફિક્સ ચાર્જ પેટે ચૂકવ્યા છે.
સરકારે જણાવ્યું કે, રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૭ માં રૂપિયા ૨.૮૯ થી ૨.૩૫ ના રેટ પર કરાર કર્યા હતા. રાજ્ય સરકારે કરાર કરતાં વધુ ભાવે મોંઘી વીજળી ખરીદી છે. વધુ ભાવે વીજળીની ખરીદી અને યુનિટના ચાર્જ સહિતની વિગતો સરકારે ગૃહમાં રજૂ કરી હતી. વર્ષ ૨૦૨૩ માં ૮.૯૯ થી રૂપિયા ૩.૨૪ ના ભાવે વીજળી ખરીદી અદાણી પાવર પાસેથી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪ માં રૂપિયા ૬.૦૯ થી ૩.૯૮ ના ભાવે વીજળી ખરીદી કરાઈ હતી.
બે વર્ષ પહેલા સરકારે ગૃહમાં કહ્યું હતું કે, 2007માં રાજ્ય સરકારે અદાણી પાવર લિમિટેડ પાસેથી 25 વર્ષ માટે રૂ. 2.89 અને રૂ. 2.35 પ્રતિ યુનિટના લેવલાઇઝ્ડ ટેરિફ દરે વીજ ખરીદવાનો કરાર કર્યો હતો. આયાતી કોલસાની કિંમતમાં વધારો થવાને કારણે રાજ્ય સરકારે કંપની પાસેથી તેના પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટના દરમાં સુધારો કર્યો હતો. ચાર્જ રૂ. 2.83થી રૂ. 8.83 પ્રતિ યુનિટની રેન્જમાં દર મહિને વધઘટ થતાં રહે છે.
સરકારે આગળ કહ્યું હતું કે, 5 ડિસેમ્બર, 2018 ના રોજ અદાણી પાવર સાથે પૂરક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા 12 એપ્રિલ, 2019 ના રોજના આદેશ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય કોલસાના ભાવમાં વધારાને કારણે 2021માં વધુ સુધારો કરવામાં આવ્યો હતો. વૈશ્વિક સ્તરે આયાતી કોલસાના ભાવમાં અતિશય વધારાને કારણે, રાષ્ટ્રીય સ્તરે મોટા ભાગના આયાતી કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ્સે ઉત્પાદન બંધ કરી દીધું હતું, કારણ કે કરાર/પૂરક કરાર પોષાય તેવા ન હતા.
તો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે અદાણી ગૃપની કંપનીઓમાં સ્થાનિકોને ૮૫ ટકા રોજગાર આપે છે કે કેમ તે અંગે પણ સવાલ પૂછ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ ટુંડા સ્થિત અદાણી પાવરમાં સ્થાનિક રોજગારીની ટકાવારી જળવાતી નથી. ત્યારે કૌશલ્ય વિકાસ શ્રમ અને રોજગાર મંત્રીએ આ અંગે જવાબ આપતા કહ્યું કે, નિયત ટકાવારી ન જળવાતા કંપનીને ધ્યાન દોરતો પત્ર પાઠવાયો છે. ઠરાવનો ભંગ કરતા એકમો સાથે નાયબ નિયામકે બેઠક કરી છે. જોગવાઈનું પાલન કરવા સમજ અપાઈ છે. સ્થાનિક રોજગારીની ટકાવારી ન જાળવતા એકમોની યાદી વધુ કાર્યવાહી અર્થે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને રાજ્ય વેરા કચેરીને મોકલાઈ છે. રોજગાર અને તાલીમ નિયામક દ્વારા કચેરી, બે વષમાં રાજયમાં સ્થાનિક રોજગારીની ટકાવારી જાવતા એકમોની યાદી કાર્યવાહી અર્થે ઉદ્યોગ કિમશનરની કચેરીએ મોકલી આપવામાં આવી છે. સ્થાનિક ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિભાગ તરફથી દર છ મહિને સ્થાનિક રોજગારની માહિતી એકત્ર કરાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે