ગુજરાતમાં ઘોડા અને ગધેડા પર રાજકારણ શરૂ, કોંગ્રેસના નેતાએ ભાજપના કયા નેતાઓને ગધેડા કહ્યાં!

Gujarat Politics : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે દિગ્ગજ નેતાઓનું અમદાવાદમાં આગમન શરૂ.. તો ભાજપે કટાક્ષ કરતા કહ્યું, અધિવેશનથી નહીં પડે કોઈ ફરક... કોંગ્રેસને ઘોડા-ગધેડામાં પણ સમજ નથી પડતી...

ગુજરાતમાં ઘોડા અને ગધેડા પર રાજકારણ શરૂ, કોંગ્રેસના નેતાએ ભાજપના કયા નેતાઓને ગધેડા કહ્યાં!

Congress National Convention : ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા ઘોડા અને ગધેડા પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના અધિવેશન અંગે ઋશિકેશ પટેલે કહ્યું કે, કોંગ્રેસને ઘોડા અને ગધેડામાં સમજણ નથી પડતી. કોંગ્રેસના એધિવેશનથી કોઈ ફરક પડવાનો નથી. ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ તેનો જવાબ આપ્યો છે. 

કોંગ્રસને ઘોડા-ગધેડામાં સમજ નથી પડતી - ઋષિકેશ પટેલ
ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં કરે કોઈ ફરક નહીં પડે. કોંગ્રેસને કોને ઘોડા ગણવા કે કોને ગધેડા ગણવા એ સમજવું મુશ્કેલ છે. કોંગ્રેસને ઘોડા અને ગધેડાને સમજવામાં સમજણ નથી પડતી. 

અમિત ચાવડાનો ઋષિકેશ પટેલને જવાબ 
ઋષિકેશ પટેલે કોંગ્રેસ અધિવેશન અંગે કરેલા નિવેદનનો મામલે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ઋષિકેશ પટેલને જવાબ આપ્યો. અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસમાં માત્ર ઘોડાઓ જ રહ્યાં છે. ગધેડાઓ હતા એ ભાજપમાં જતા રહ્યા છે. ભાજપ પણ એ ગધેડાઓને શોધતી હશે. સત્તાના નશામાં અને ગુમાનમા બેઠેલા લોકોએ સમજી લેવું જોઈએ કે આ ગાંધી સરદારનું ગુજરાત છે. અંગ્રેજો અને રાવણનું પણ અભિમાન ટક્યું નહોતું. અંગ્રેજોની ગુલામી સામે ગુજરાતના સપૂતોએ આંદોલન કરી ગુલામી દૂર કરી હતી. હવે આ નવા અંગ્રેજો સામે આવતીકાલથી લડાઈ શરૂ થશે. 

હું 12 વર્ષથી સાંભળતો આવ્યો છું - અર્જુન મોઢવાડિયા 
કોંગ્રેસના નેતા અમિત ચાવડાના ગધેડા કોંગ્રેસમાંથી ગયાના નિવેદન ઉપર કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, અમીતભાઈને એટલું જ કહેવાનું કે, કાંગ્રેસમાં રહ્યા હશે એ ઘોડા જ હશે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસમાં લગ્નના અને બીજા રેસના ઘોડા છે. આજે કોંગ્રેસમાં છે એ ઘોડા છે. રાહુલ ગાંધીએ જ કહ્યું કે, કોંગ્રેસના લોકો ભાજપ સાથે જોડાયેલ છે. એ રાહુલ ગાંધીને જ પૂછે કોણ છે આવા. એમણે ગુસ્સો ત્યાં કાઢવો જોઈએ કે અમારામાંથી કોણ કોણ છે આવા. કોઈએ પણ બોલતી સમયે ભાષાનું ધ્યાન રાખવું જોઈએ. મારું કોઈ સ્ટેટમેન્ટ નથી, જે કહ્યું છે એ રાહુલ ગાંધી બે પ્રકારના ઘોડાનું કહ્યું છે. હું પણ ત્યાં 12 વર્ષથી સાંભળતો આવ્યો છું. મને હજુ એવુ લિસ્ટ મળ્યું નથી. અમિતભાઈ રાહુલ ગાંધીને જ પૂછે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news