Gandhinagar Accident: ગુજરાતનું પાટનગર રક્તરંજિત બન્યું, ગાંધીનગરના રાંદેસણમાં 3 લોકો પર મોતનું ટાયર ફરી વળ્યું

Gandhinagar Hit And Run : ગાંધીનગરમાં હિટ એન્ડ રન: રાંદેસણ પાસે ટાટા સફારી કારના ચાલકે રાહદારી અને વાહનોને અડફેટે લીધા, એક મહિલા સહિત 3નાં મોત

Gandhinagar Accident: ગુજરાતનું પાટનગર રક્તરંજિત બન્યું, ગાંધીનગરના રાંદેસણમાં 3 લોકો પર મોતનું ટાયર ફરી વળ્યું

Gandhinagar Accident : અમદાવાદ બાદ ગાંધીનગરમાં રફ્તારનો કહેર જોવા મળ્યો છે. ગાંધીનગરના રાંદેસણ પાસે બેફામ દોડતી કારે ચાર લોકોને કચડ્યા હતા. નશામાં ધૂત કારચાલકે બેફામ ગાડી હંકારતા 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. કારચાલકે પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. કાર ચાલકને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો. અને પોલીસ હવાલે કરાયો. 

ગાંધીનગરના રાંદેસણમાં રફ્તારનો કહેર જોવા મળ્યો. બેફામ કારે 4 લોકોને કચડ્યા હતા. જેમાં ત્રણ રાહદારીઓના મોત નિપજ્યા છે. કારચાલક રાયસણનો રહેવાસી હિતેશ પટેલ નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે. GJ18 E 7887 નંબરની કારથી તેણે ગાંધીનગરમાં હાહાકાર સર્જી દીધો છે. 

રફ્તારના રાક્ષસો પર ક્યારે લાગશે લગામ?
પૂરઝડપે કાર દોડાવતા લોકોને કાયદાનો નથી ડર?
બેફામ કાર ચાલકો સામે ક્યારે કાર્યવાહી?
નશામાં ધૂત હતો કાર ચાલક?
પોલીસ ઘટના સ્થળે કેમ મોડી પહોંચી?

રાંદેસણ નજીક રફ્તારનો કહેર
ગાંધીનગરના રાંદેસણમાં 4 લોકો પર મોતનું ટાયર ફરી વળ્યું છે. આ અકસ્માતમાં મહિલા સહિત કુલ 3 લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે. કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સ્થાનિકોઆ નશેબાજ કારચાલકને પકડીને બરાબરો મેથીપાક ચખાડ્યો હતો, અને પોલીસને હવાલે કર્યો હતો. કાર ચાલકની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી. 

Gandhinagar Accident

મહત્વનું છે કે, ગાંધીનગરના રાંદેસણ નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં બેફામ દોડતી કારની અડફેટે એક મહિલા સહિત કુલ 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો. કાર ચાલક નશામાં ધૂત હોવાનો લોકોએ આરોપ લગાવ્યો. સાથે જ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા. કાર ચાલકને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો. પોલીસે સ્થળ પરથી જ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 25, 2025

 

આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ટુ વ્હીલર પર સવાર મહિલા ગાડીના બોનેટ પર જઈને પડી હતી, અને ત્યાં જ ફસાઈ ગયા હતા. આ દ્રશ્યો અરેરાટીભર્યા બની રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news