અમદાવાદ-મુંબઈ વચ્ચે નહીં દોડે જાપાની બુલેટ ટ્રેન; જાણી લો શું છે વાસ્તવિકતા

Ahmedabad- Mumbai Bullet Train: મુંબઈ અને અમદાવાદ વચ્ચેના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. બુલેટ ટ્રેનને બદલે આ રૂટ પર સ્વદેશી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે તેવા અહેવાલો વાયરલ થયા બાદ મોટો ખુલાસો થયો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું છે કે આ અહેવાલો ખોટા છે. 

અમદાવાદ-મુંબઈ વચ્ચે નહીં દોડે જાપાની બુલેટ ટ્રેન; જાણી લો શું છે વાસ્તવિકતા

Ahmedabad- Mumbai Bullet Train: એ દિવસ દૂર નથી જ્યારે ભારતમાં બુલેટ ટ્રેન પાટા પર દોડતી જોવા મળશે. બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં 100 કિલોમીટરના પુલ બનાવવામાં આવ્યા છે. સાથે જ 250 કિલોમીટર સુધી પીલ્લર પણ ઉભા કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પહેલાં તબક્કામાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડશે. જોકે, આ મામલે હવે નવા ખુલાસા પણ થયા છે. ભારત અને જાપાન વચ્ચેની ભાગીદારીમાં આ સૌથી મોટો પ્રોજેક્ટ છે. પ્રોજેકટમાં વિલંબ થવા છતાં પણ ભારત આ મામલે અતિગંભીર છે. 

❌ यह दावा भ्रामक है |

@RailMinIndia ने इस तरह का कोई निर्णय नहीं लिया है… pic.twitter.com/uAMSDKHv3X

— PIB Fact Check (@PIBFactCheck) July 14, 2025

રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોરના સુરત-બાલીમોરા (50 કિમી) સેક્શનનું કામ અંતિમ તબક્કામાં છે અને વંદે ભારતનો ટ્રાયલ રન વર્ષના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. પછી 2027 સુધીમાં વંદે ભારત (બેઠક) ટ્રેનમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. અહીં આઠ-આઠ કોચવાળી બે વંદે ભારત ટ્રેન દોડશે. મહત્તમ ગતિ 280 છે પરંતુ તે 250 ની ઝડપે દોડશે. આ બાદ બુલેટ ટ્રેન આ ટ્રેક પર નહીં દોડાવવામાં આવે તેવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.

આગામી પેઢીની E10 શિંકનસેન ટ્રેનો રજૂ કરવાનો નિર્ણય લીધો

જોકે પીઆઈબી ફેક્ટ ચેકે દાવો કર્યો છે કે આ અહેવાલો ખોટા છે. RailMinIndia આવો કોઈ નિર્ણય લીધો નથી. મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેનનું કામ સમયપત્રક મુજબ ચાલી રહ્યું છે. ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની ભાવનામાં, જાપાન સરકારે ભારતમાં આ કોરિડોર માટે આગામી પેઢીની E10 શિંકનસેન ટ્રેનો રજૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સમગ્ર 508 કિમી લાંબો કોરિડોર જાપાની શિંકનસેન ટેકનોલોજીથી વિકસાવવામાં આવી રહ્યો છે, જે ગતિ, સલામતી અને વિશ્વસનીયતામાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે. ગુજરાતમાં મોટાભાગે કામગીરી પૂર્ણ થવા પર છે. 

તેજીથી નિર્માણ થઈ રહ્યાં છે સ્ટેશનો

બુલેટ ટ્રેન રૂટ પર બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ૩૧૦ કિમી વાયડક્ટ્સ, ૧૫ નદી પર પુલ અને ૪ પુલ પર કામ અંતિમ તબક્કામાં છે. ૧૨ સ્ટેશનોમાંથી ૫ સંપૂર્ણ રીતે તૈયાર છે અને ૩ સ્ટેશન લગભગ તૈયાર છે. બીકેસીમાં બની રહેલું રેલવે સ્ટેશન એન્જિનિયરિંગનો એક નમૂનો હશે.  જે જમીનથી ૩૨.૫ મીટર નીચે હશે અને તેનો પાયો એટલો મજબૂત છે કે તેના પર ૯૫ મીટર ઊંચી ઇમારત બનાવી શકાય છે.

ભવિષ્યમાં વધુ બુલેટ ટ્રેનની તૈયારી

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સફળતા ભારતમાં ભવિષ્યના હાઇ-સ્પીડ રેલ કોરિડોર માટે પાયો નાખી રહી છે. આગામી સમયમાં વધુ બુલેટ ટ્રેન રૂટ પર કામ શરૂ થઈ શકે છે. આ શાનદાર પ્રગતિ દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક સ્તરના માળખાગત પ્રોજેક્ટ્સને પણ ઝડપથી અને આધુનિક ટેકનોલોજી સાથે પૂર્ણ કરવા સક્ષમ છે. આમાં, જાપાન એક વિશ્વસનીય અને મહત્વપૂર્ણ ભાગીદારની ભૂમિકા ભજવી રહ્યું છે.

જાપાની ટેકનોલોજીથી બની રહી છે 508 કિલોમીટરની લાઈન

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરની કુલ લંબાઈ ૫૦૮ કિમી છે, જેમાંથી ૩૫૨ કિમી ગુજરાતમાં અને ૧૫૬ કિમી મહારાષ્ટ્રમાં છે. આ આખી લાઈન જાપાનની શિંકનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે, જે ગતિ, સલામતી અને વિશ્વસનીય સિસ્ટમ માટે જાણીતી છે. આ પ્રોજેક્ટ ભારત-જાપાન વ્યૂહાત્મક સંબંધોની ઊંડાઈને પણ પ્રતિબિંબિત કરે છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સફળતા ભારતમાં ભવિષ્યના હાઇ-સ્પીડ રેલ કોરિડોર માટે પાયો નાખી રહી છે. આગામી સમયમાં વધુ બુલેટ ટ્રેન રૂટ પર કામ શરૂ થઈ શકે છે.

આ શાનદાર પ્રગતિ દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક સ્તરના માળખાગત પ્રોજેક્ટ્સને પણ ઝડપથી અને આધુનિક ટેકનોલોજી સાથે પૂર્ણ કરવા સક્ષમ છે. આમાં, જાપાન એક વિશ્વસનીય અને મહત્વપૂર્ણ ભાગીદારની ભૂમિકા ભજવી રહ્યું છે.

જાપાની ટેકનોલોજીથી બની રહી છે 508 કિલોમીટરની લાઈન

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરની કુલ લંબાઈ ૫૦૮ કિમી છે, જેમાંથી ૩૫૨ કિમી ગુજરાતમાં અને ૧૫૬ કિમી મહારાષ્ટ્રમાં છે. આ આખી લાઈન જાપાનની શિંકનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે, જે ગતિ, સલામતી અને વિશ્વસનીય સિસ્ટમ માટે જાણીતી છે. આ પ્રોજેક્ટ ભારત-જાપાન વ્યૂહાત્મક સંબંધોની ઊંડાઈને પણ પ્રતિબિંબિત કરે છે.

ક્યાં અને કેટલી ઝડપે દોડે છે બુલેટ ટ્રેન?
દુનિયાના ઘણા દેશો ટ્રેનોની ગતિના સંદર્ભમાં ભારતથી ઘણા આગળ છે. જાપાન તેમાં ટોચ પર છે. જાપાન પછી ચીન અને પછી ફ્રાન્સ છે. જાપાનમાં બુલેટ ટ્રેનની ગતિ 603 કિમી પ્રતિ કલાક છે અને ચીનમાં તેની ગતિ 600 કિમી પ્રતિ કલાક છે. ફ્રાન્સ તે બંનેથી ઘણું પાછળ છે. અહીં ટ્રેનની મહત્તમ ગતિ 320 કિમી પ્રતિ કલાક છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયામાં પણ ટ્રેન 305 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news