GSEB HSC Class 12 Result 2025 Live Updates: ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા, સામાન્ય પ્રવાહ 93.07 ટકા પરિણામ જાહેર

 GSEB Gujarat Board 12th Result 2025 LIVE Updates: ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું આજે સવારે 10.30 વાગ્યાની આસપાસ પરિણામ જાહેર થશે. વિધાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર રિઝલ્ટ જોઈ શકશે. બોર્ડની પરીક્ષા આપ્યા બાદ પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો આજે આવી જશે અંત. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ gseb પર પરિણામ જોઈ શકશે. 

 GSEB HSC Class 12 Result 2025 Live Updates: ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા, સામાન્ય પ્રવાહ 93.07 ટકા પરિણામ જાહેર
LIVE Blog

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

05 May 2025
12:58 PM

GSEB HSC Class 12 Result 2025 Live Updates:ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા જૂનમાં યોજાશે
ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા જૂનમાં યોજાશે. તથા 16 જૂનની આસપાસ પૂરક પરીક્ષા યોજાશે. તથા જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા તેઓ પરીક્ષા આપી શકશે. એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે. તેમજ ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. 

12:35 PM

HSC સામાન્ય પ્રવાહનું Percentile Rank પ્રમાણે પરિણામ

12:33 PM

GSEB HSC Class 12 Result 2025 Live Updates: 21 શાળાઓનું 10 ટકા કરતા પણ ઓછુ પરિણામ
97.20 ટકા પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. 87.77 ટકા પરિણામ સાથે વડોદરા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 2005 શાળાઓ છે. 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી 21 શાળાઓ હોય છે. વ્યવસાયલક્ષી પ્રવાહનું 90.81 ટકા અને ઉત્તર બુનિયાદી શાળાઓનું 94.04 ટકા પરિણામ આવ્યું છે.

2005 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યુ છે. જ્યારે 21 શાળાઓએ એવી છે જેણે 10 ટકા કરતા પણ ઓછુ પરિણામ હાંસલ કર્યુ છે. નિયમિત વિદ્યાર્થીઓમાં 90.78 ટકા છોકરાઓ અને 95.23 ટકા છોકરીઓ ઉતિર્ણ થઇ છે. સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 5655 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે A2 ગ્રેડમાં 40,018 વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. B1 ગ્રેડમાં 77954 વિદ્યાર્થીઓ, B2 ગ્રેડમાં 95,386 વિદ્યાર્થીઓ C1 ગ્રેડમાં 79231 વિદ્યાર્થીઓ C2 ગ્રેડમાં 33553 વિદ્યાર્થીઓ જ્યારે D ગ્રેડમાં 2423 વિદ્યાર્થીઓ પાસ થયા.

12:31 PM

GSEB HSC Class 12 Result 2025 Live Updates: વિદ્યાર્થીઓની તુલનામાં વિદ્યાર્થીનીઓએ ફરી એક વાર મારી બાજી
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કરાયું છે. 3,62,506 પરિક્ષાર્થીઓ પૈકી 3,37,387 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. વિધાર્થીઓનું 90.78 ટકા અને વિધાર્થીનીઓનું  95.23 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીની તુલનામાં આ વર્ષે 1.14 ટકા પરિણામ વધુ આવ્યું છે. ગત વર્ષ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું હતું. 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્રોમાં સપ્રેડા વાંગધ્રા ચંદ્રાલા લીંબોદરા અને મીઠાપુર કેન્દ્રનો સમાવેશ થાય છે. 52.56 ટકા પરિણામ સાથે ખાવડા સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. 97.20 ટકા પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ પરિણામ આવ્યું છે. 87.77 ટકા પરિણામ સાથે વડોદરા જિલ્લામાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 2005 શાળાઓ છે. 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી 21 શાળાઓ હોય છે. વ્યવસાયલક્ષી પ્રવાહનું 90.81 ટકા અને ઉત્તર બુનિયાદી શાળાઓનું 94.04 ટકા પરિણામ આવ્યું છે.

12:30 PM

GSEB HSC Class 12 Result 2025 Live Updates: અમદાવાદ શહેરનું 89.21 ટકા
ધો.12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું 89.21 ટકા, અમદાવાદ જિલ્લાનું 90.95 ટકા, અમરેલી જિલ્લાનું 91.19 ટકા, કચ્છ જિલ્લાનું 95.5 ટકા પરિણામ, ખેડા જિલ્લાનું 88.7 ટકા પરિણામ, જામનગર જિલ્લાનું 93.61 ટકા પરિણામ, જૂનાગઢ જિલ્લાનું 89.15 ટકા પરિણામ, પંચમહાલ જિલ્લાનું 89.73 ટકા પરિણામ, ભરૂચ જિલ્લાનું 93.33 ટકા પરિણામ, ભાવનગરનું 95.82 ટકા પરિણામ, મહેસાણા જિલ્લાનું 95.5 ટકા પરિણામ, રાજકોટ જિલ્લાનું 93.66 ટકા પરિણામ, વલસાડમાં 89.52 ટકા પરિણામ, સાબરકાંઠામાં 92.10 ટકા પરિણામ, સુરત જિલ્લાનું 93.97 ટકા પરિણામ, સુરેંદ્રનગર જિલ્લાનું 95.76 ટકા પરિણામ, આણંદ જિલ્લાનું 93.46 ટકા પરિણામ, પાટણ જિલ્લાનું 93.6 ટકા પરિણામ મળ્યું હતું.

12:27 PM

GSEB HSC Class 12 Result 2025 Live Updates: જાણો કયો જિલ્લો છે મોખરે? કયા કેન્દ્રનું સૌથી ઓછું?
GSEB HSC Result 2025 Updates: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું છે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતી માધ્યમ 83.77 ટકા અને અંગ્રેજી અંગ્રેજી માધ્યમ 83.49 ટકા જાહેર થયું છે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

10:50 AM

GSEB HSC Class 12 Result 2025 live Updates: પરિણામ જાહેર થતાં જ વેબસાઇટ ઠપ્પ થઈ
ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ વેબસાઇટ ઠપ્પ થઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2025 ફેબ્રુઆરી મહિનાના અંતમાં લેવાયેલ ધો. 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કર્યું છે. ત્યારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર થવા પામ્યું હતું. જેમાં ગુજરાતી માધ્યમ 83.77 ટકા અને અંગ્રેજી અંગ્રેજી માધ્યમ 83.49 ટકા જાહેર થયું છે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી.

10:48 AM

10:41 AM

GSEB HSC Class 12 Result 2025 live Updates: સામાન્ય પ્રવાહ નું 93.7 ટકા પરિણામ, બનાસકાંઠા જિલ્લો સૌથી મોખરે, સૌથી ઓછું વડોદરા
ત્યારબાદ ધો. 12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ  83.51 ટકા પરિણામ તો સામાન્ય પ્રવાહનું ૯૩.૭ ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું 93.7 ટકા પરિણામ જાહેર કરાયું છે. બનાસકાંઠા જિલ્લામાં 97.20 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે 87 ટકા સાથે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે.

10:37 AM

GSEB HSC Class 12 Result 2025 live Updates: વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ, મોરબી જિલ્લા મોખરે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામ જાહેર કરાયું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લાનું સૌથી વધુ 92.91 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે આવ્યો છે.

10:31 AM

GSEB HSC Class 12 Result 2025 live Updates: શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા એ વિદ્યાર્થીઓને આપ્યો સંદેશ
ધોરણ 12 સાયન્સ કોમર્સના રીઝલ્ટ પહેલા જ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો છે. પરીક્ષામાં સફળ થનારા અને સફળ ન થનારા વિદ્યાર્થીઓને પણ અભિનંદન આપ્યા છે. સફળ ન થનારા વિદ્યાર્થીઓને એક મહિના પછી ફરીથી પરીક્ષાનો ચાન્સ મળશે, તેવું કહી ડિપ્રેશનમાં ન આવવાની અપીલ કરી છે. અસફળ થયેલા વિદ્યાર્થી કાલે સફળ થશે તે માટે હું તેમને અભિનંદન પાઠવું છું. 

09:28 AM

વોટ્સએપ નંબરથી મેળવી શકાશે પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે ધોરણ 12 વિજ્ઞાન  પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે,  ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમની પરીક્ષાનું પરિણામ 5 મેના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

20:31 PM

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ અંગે આપી માહિતી
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ અંગે માહિતી આપી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.5/5/2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.

20:26 PM

વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ gseb પર જોઈ શકશે પરિણામ
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

20:10 PM

રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ટ્વીટ કરીને આપી માહિતી
રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા પર ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. પ્રફુલ પાનશેરીયા દ્વારા ટ્વિટમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી ઘોરણ-12,વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સોમવારે અને 05 મેંના રોજ જાહેર કરવામાં આવશે.

20:08 PM

ધોરણ 12નું પરિણામ જાહેર થશે
આવતીકાલે એટલે કે, સોમવારે ધોરણ 12નું  વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. આવતીકાલે સવારે 8:00 વાગે બોર્ડની વેબસાઈટ http://gseb.org પર પરિણામ જોઈ શકાશે. બોર્ડની પરીક્ષા આપ્યા બાદ પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવી જશે. 

Trending news