VIDEO: વડોદરામાં બિહારવાળી! સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતને જોડતો મુખ્ય બ્રિજ ધારાશાયી, અનેક વાહનો ખાબક્યા!

Vadodara Bridge Collapsed: વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં બિહારવાળી થઈ હોવાની માહિતી મળી છે. પાદરામાં બ્રિજને બે ભાગ થયા છે. જી હા...સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો મુખ્ય બ્રિજ તૂટ્યો છે. જેના કારણે મોટી દુર્ઘટના બની છે. ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી ગયો છે. જેના કારણે ટ્રક અને ટેન્કર નદીમાં ખાબકી હોવાના અહેવાલ છે. હાલ રેસ્ક્યૂ ટીમને માહિતી મળતા રેસ્કયૂની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

VIDEO: વડોદરામાં બિહારવાળી! સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતને જોડતો મુખ્ય બ્રિજ ધારાશાયી, અનેક વાહનો ખાબક્યા!

Vadodara Bridge Collapsed: પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.  આણંદ જિલ્લાને વડોદરા જિલ્લાથી જોડતો મહત્વનો બ્રિજ વચ્ચોવચથી તૂટી પડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિસાગર નદી પર આવેલ ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડયો હતો. જેના કારણે બ્રિજ પરથી પસાર થતી ટ્રક અને ટેન્કર નદીમાં ખાબકી હતી, જેના કારણે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. 

આ બ્રિજ તૂટતાની સાથે જ પોલીસ અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે બ્રિજ જર્જરીત હોવા છતાં ભારે વાહનો પસાર થતા હતા.બ્રિજ તૂટતા નદીમાં બે ટ્રક ખાબક્યા હતા. દુર્ઘટનામાં એક ટેન્કર બ્રિજ પર લટક્યું હતું. 

તમને જણાવી દઈએ કે મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ આવેલો છે. આ બ્રિજ આણંદને વડોદરાથી જોડે છે. વર્ષો જૂનો બ્રિજ લાંબા સમયથી જર્જરિત હતો. જેના કારણે તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર આંખ આડા કાન કરતું હતું. તંત્ર માત્ર બ્રિજનું સમારકામ કરી સંતોષ મનાતું હતું. હાલ આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ, અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે.

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું હતું કે પાણીમાં ખાબકેલા લોકોને બચાવવાની કામગીરી શરુ કરાઇ છે.  કલેક્ટરે કહ્યું હતું કે મહીસાગર નદી પર મુંજપુર બ્રિજ તૂટ્યો છે. એક બોલેરો, એક બાઈક નદીમાં ખાબક્યા હતા. અન્ય ત્રણ વાહનો પણ નદીમાં ખાબક્યા છે.

— Amit Chavda (@AmitChavdaINC) July 9, 2025

બ્રિજ ઘટનાને લઇને વિપક્ષ નેતા અમિત ચાવડાની એકસ પર પોસ્ટ કરી છે. તેમણે જણાવ્યું છે કે આણંદ  અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે. અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news