અનેક પરિવારો માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો! 40 વર્ષ જૂના બ્રિજના બે કટકા! વાહનો ખાબક્યાનો Live દ્રશ્યો

Vadodara Bridge Collapsed: વડોદરામાં આજે બિહાર જેવી ઘટના બની છે. પાદરામાં બ્રિજને બે ભાગ થયા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો મુખ્ય બ્રિજ તૂટી પડ્યો છે. ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી ગયો છે, જેના કારણે ટ્રક અને ટેન્કર નદીમાં ખાબકી હતી.

અનેક પરિવારો માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો! 40 વર્ષ જૂના બ્રિજના બે કટકા! વાહનો ખાબક્યાનો Live દ્રશ્યો

Vadodara Bridge: મુજપુરા-ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી જવાની ઘટનામાં નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. તંત્રની બેદરકારીએ 9 નિર્દોષ લોકોના જીવ લીધા છે. આ એ લોકો હતા જેઓ આ બ્રિજ પર તેમના ગંતવ્ય સ્થાને જવા માટે નિકળ્યા હતા. તેમના કામથી કે અંગત કારણથી તેઓ જઈ રહ્યા હતા અને અચાનક બ્રિજ તૂટ્યો. બ્રિજના બે કટકા થયા અને સાથે અનેક પરિવારો તૂટી ગયા. બ્રિજ પર પસાર થવું મૃત્યુને આમંત્રણ આપવા સમાન સાબિત થયું અને અનેક પરિવારો માટે આ દિવસ ગોઝારો સાબિત થયો.

સોમવારની સવારે અચાનક બ્રિજનો મધ્યભાગ તૂટી પડતાં તે પર ચાલતા બે ટ્રક, એક પિકઅપ વાન સહિત કુલ 4 વાહનો સીધા મહીસાગર નદીમાં ખાબક્યા છે. ઘટના બાદ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો દોડી ગયા હતા અને તાત્કાલિક પોલીસ અને બચાવ ટીમને જાણ કરવામાં આવી છે.

સમગ્ર ટ્રાફિક તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો મુખ્ય બ્રિજ તૂટતા અત્યાર સુધીમાં 9 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે ભાદરણ તરફથી આવતો સમગ્ર ટ્રાફિક તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસન અને NDRF ટીમ દ્વારા બચાવ કામગીરી ઝડપથી ચાલુ કરવામાં આવી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 9, 2025

વર્ષ 1985માં નિર્માણ પામેલો આ બ્રિજ
મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે આવેલા ગંભીરા નદી પુલનો એક ભાગ તૂટી પડતાં ભારે અકસ્માત સર્જાયો છે. આ પુલ વડોદરા અને આણંદને જોડે છે અને દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મુખ્ય માર્ગ છે. વર્ષ 1985માં નિર્માણ પામેલો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી ભારે વાહનોના સતત પરિવહનને કારણે જર્જરિત સ્થિતિમાં હતો.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 9, 2025

લોકોના જીવ જોખમમાં મુકાયા
આ બ્રિજ 1985માં એટલે કે લગભગ 40 વર્ષ પહેલા ચાલુ કરવામાં આવ્યો હતો. આ બ્રિજના બદલે નવો બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ગયા વર્ષે બ્રિજનું સમારકામ થયું હતું, તેમ છતાં આ બ્રિજના બે કટકા થયા છે. અને લોકોના જીવ જોખમમાં મુકાયા છે.  

— Zee 24 Kalak (@Zee24Kalak) July 9, 2025

NDRFની એક ટીમ બચાવ કામગીરી માટે રવાના
જ્યારે જિલ્લા કલેક્ટરે કહી રહ્યા છે કે, અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે. મુખ્યમંત્રીને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ દુર્ઘટના વિશે જાણકારી આપી. મુખ્યમંત્રી કલેક્ટર સાથે વાત કરી. NDRFની એક ટીમ બચાવ કામગીરી માટે રવાના થઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news