મામાની ઘરે આવેલ ભાણિયાને રખડતા કૂતરાઓએ ફાડી ખાધો, છોટાઉદેપુરમાં શ્વાનનો આતંક
Dog Attack : છોટાઉદેપુરમાં રખડતાં શ્વાને લીધો વધુ એક બાળકનો જીવ..ઘર પાસે રમતા બાળક પર તૂટી પડ્યા શ્વાન..ઘટના સ્થળે જ બાળકનું થયું મોત...
Trending Photos
ChhotaUdepur News : છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહત ખાતે એક બાળકને રખડતા શ્વાને ફાડી ખાધો. જેમાં બાળકનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોડેલીના પાવીજેતપુરના રતનપુરમાં રહેતી ઉષાબેન તેના 3 વર્ષના બાળક વંશ સાથે પિયર આવ્યા હતા. ગઈકાલે સાંજના સમયે દીકરો વંશ મામાના ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે અચાનક રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. તેને ગળાના ભાગ પકડી દૂર સુધી લઈ ગયો હતા.
આ બાબતની લોકોને જાણ થતાં લોકોએ તેની શોધખોળ કરી હતી. જેમાં નર્મદાની મુખ્ય કેનાલ પાસેથી બાળક મળી આવ્યો હતો. જોકે, ઘટના સ્થળ પર બાળકનું મોત થયું હતું. બાળકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. બોડેલી પોલીસ ઘટના સાથે પહોંચી બાળકને PM માટે બોડેલી ખસેડાયો હતો.
શ્વાનના કરડવાના કેસમાં ગુજરાત ટોપ-5 રાજ્યોમાં સામેલ
વિકાસશીલ ગુજરાતમાં જનતા અનેક સમસ્યાઓથી પીડિત છે, જેમાં એક કૂતરુ કરડવાની સમસ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાત જ્યાં અનેક બાબતોમાં નંબર વન છે, તેમ શ્વાન કરડવાના કિસ્સાઓમાં પણ આગળ છે. શ્વાનના કરડવાના કેસમાં ગુજરાત ટોચના પાંચ રાજ્યોમાં સામેલ છે.
દર વર્ષે અઢી લાખ જેટલા કેસ
ગુજરાતમાં કૂતરુ કરડવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજના 700 થી વધુ કેસ આવી રહ્યા છે. ગુજરાતમાં કૂતરું કરડવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દર વર્ષે કૂતરું કરડવાના 2.41 લાખથી વધુ કેસ આવી રહ્યાં છે.
અમદાવાદમાં કૂતરુ કરડવાના કેસમાં વધારો
આવા ગુજરાતના અનેક શહેરોમાં અલગ અલગ કિસ્સા બને છે. મેગા સિટી અમદાવાદમાં પણ કૂતરુ કરડવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં એનિમલ બાઈટના 2023 થી 2025 સુધી 29 હજાર જેટલા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એનિમલ બાઈટના જે પણ કિસ્સા નોંધાયા છે, તેમાં 95 ટકા ડોગબાઈટના છે.
'ધ લેન્સેટ ઈન્ફેક્શનિયસ ડિસીઝ જર્નલ'માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, પ્રાણીના કરડવાના દરેક કેસમાં 4માંથી 3 કેસ સામેલ છે. અને હડકવાથી ભારતમાં દર વર્ષે 5,700 થી વધુ લોકોના મોતનો અંદાજ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે