ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો નવો ખેલ! વિસાવદરવાળી કરવાની વાતથી ભડક્યા નેતાજી

Gopal Italia Vs Kanti Amrutiya : મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની Z 24 કલાક સાથે વાતચીત... કહ્યું ચેલેન્જ સ્વીકારી આજે રાજીનામું આપવા જઈ રહ્યો છુ... આ કોઈ પાર્ટીની નહી પણ વ્યક્તિગત લડાઈ છે...ગોપાલ રાજીનામું આપવા નહી આવે તો હુ સતત પ્રયત્ન કરીશ કે તે રાજીનામું આપવા આવે... ગોપાલ રાજીનામું આપશે તો હું તરત જ આપી દઈશ રાજીનામું...
 

ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો નવો ખેલ! વિસાવદરવાળી કરવાની વાતથી ભડક્યા નેતાજી

Gujarat Politics હિમાંશુ ભટ્ટ/મોરબી : આજે ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ચેલેન્જ મુજબ આજે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સમર્થકો સાથે ગાંધીનગરમાં ગોપાલ ઈટાલિયાની પ્રતિક્ષા કરશે. 100 ગાડીના કાફલા સાથે મોરબીથી કાંતિ અમૃતિયા રવાના થયા છે. ત્યારે રાજીનામાની ચેલેન્જમાં શું થશે તેના પર સૌની નજર છે. 

હુ 11 વાગ્યે વિધાનસભા ઉભો રહીને ગોપાલની રાહ જોઈશ
મોરબી અને વિસાવદરના ધારાસભ્ય દ્વારા જે છેલ્લા દિવસોથી ચેલેન્જની રાજનીતિ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કાંતિભાઈએ કહ્યું હતું કે હું સોમવારે 11:00 ગાંધીનગર વિધાનસભા ખાતે ઉભો રહીશ અને ત્યાં જો ગોપાલ ઇટાલીયા પોતાનું રાજીનામું મુકવા માટે આવે તો તે પણ રાજીનામું આપશે અને મોરબીની બેઠક ઉપર જ્યારે ચૂંટણી આવે ત્યારે બંને સામસામે ચૂંટણી લડીએ અને તે ચેલેન્જને પૂરી કરવા માટે થઈને આજે ગાંધીનગર જવા માટે થઈને કાંતિભાઈ અમૃતિયા રવાના થયા છે અને તેઓની સાથે તેના સમર્થકો 100 ગાડીના કાફલા સાથે જઇ રહ્યા છે.

વિસાવદરવાળી કરવાની વાતથી ભડક્યું ભાજપ
છેલ્લા ઘણા સમયથી મોરબી વિધાનસભાની બેઠક તેમજ મોરબીના ધારાસભ્ય અને વિસાવદરના ધારાસભ્ય સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે તાજેતરમાં યોજાયેલ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક ઉપર ગોપાલ ઈટાલિયાનો વિજય થયા બાદ મોરબીની અંદર છેલ્લા સપ્તાહમાં ચારથી પાંચ જુદા જુદા વિસ્તારોની અંદર છે. જે આંદોલનો કરવામાં આવ્યા તે આંદોલનોમાં અવારનવાર વિસાવદરવાળી થશે વિસાવદરવાળી થશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતી હતી. જેથી કરીને કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીની બેઠક ઉપર ગોપાલ ઇટાલીયા ચુંટણી લડવા માટે આવે તો તે રાજીનામું મૂકશે અને જો ગોપાલ ઇટાલીયા અહીંથી ચૂંટણી જીતી જાય તો તે તેને બે કરોડ રૂપિયાનું ઇનામ આપશે તેવી ચેલેન્જ કરવામાં આવી હતી.

એકબીજાની રાજીનામાની ચેલેન્જ
ત્યારબાદ ગોપાલ ઇટાલીયા એ પણ કાંતિભાઈની ચેલેન્જ સ્વીકારી હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને આ ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ હતી ત્યારબાદ કાંતિભાઈએ જે તે સમયે કહ્યું હતું કે મોરબીના લોકોને ઉશકેરવા માટે અને તંત્રને બાનમાં લેવા માટે થઈને વારંવાર વિસાવદર વાળી થશે તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવતી હતી. જેથી ગોપાલ ઈટાલિયા જ મોરબીમાં ચૂંટણી લડવા માટે આવી જાય તે પણ રાજીનામું મૂકી અને હું પણ રાજીનામું મૂકુ સોમવારે મારું રાજીનામું મુકવા માટે ગાંધીનગર પહોંચીશ. જો ત્યા ગોપાલ ઇટાલીયા પણ રાજીનામું મુકવા માટે આવશે તો તેઓ પણ રાજીનામું મૂકશે આવી વાત કરી હતી.

અડધો કલાક ગોપાલ ઈટાલિયાની રાહ જોશે 
આ વાત ઉપર મક્કમ રહીને આજે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબી ઉમા ટાઉનશિપ ખાતે પોતાની નિવાસ્થાનેથી ગાંધીનગર જવા માટે રવાના થયા છે અને મોરબી અને માળિયા વિધાનસભા બેઠકના તેના કાર્યકરો પણ તેની સાથે જોડાય છે અને લગભગ 100 ગાડી કરતા વધુ ગાડીના કાફલા સાથે આજે કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર જવા માટે રવાના થયા છે અને ત્યાં તેઓ 11 વાગ્યે પહોંચશે અને ત્યારબાદ અડધો કલાક સુધી ગોપાલ ઇટાલીયા ત્યાં રાજીનામું મુકવા માટે આવે તેની રાહ જોશે અને જો ગોપાલ ઇટાલીયા રાજીનામું મુકવા માટે નહીં આવે તો તેઓ રાજીનામું આપશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news