ગુજરાતમાં ખાતરમાં ચાલતી ગોલમાલ વચ્ચે લેવાયું મોટું એકશન, 10 જિલ્લાના 37 ડીલર્સને નોટિસ

Fertilizer Shortage In Gujarat : ગુજરાતમાં વગર લાયસન્સે ખાતરનું વેચાણ, જ્યા જરૂર નહોતી ત્યાં ખાતરનો અસામાન્ય જથ્થો વેચાયો હોવાનું ખૂલ્યું  

ગુજરાતમાં ખાતરમાં ચાલતી ગોલમાલ વચ્ચે લેવાયું મોટું એકશન, 10 જિલ્લાના 37 ડીલર્સને નોટિસ

Agriculture News : ખાતરમાં ચાલતા ગોટાળા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. 10 જેટલા જિલ્લાના 37 ડીલરોને ખાતરના વેચાણ અંગે નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્યના 10 જેટલા જિલ્લામાં માર્ચ-એપ્રિલ 2025માં ખાતરનો અસામાન્ય જથ્થો વેચાયો હોવાનું સામે આવ્યું. વર્ષ 2024ની સરખામણીએ 40 થી 65 ટકા વધુ જથ્થો વેચાયો. જ્યારે કે, માર્ચ-એપ્રિલમાં ખાતરની જરૂર ખેડૂતોને નહીવત હોય છે. 

ગુજરાતાં ખાતરમાં ચાલતી ગોલમાલ મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 10 જિલ્લાના 37 ડીલર્સને નોટિસ ફટકારવામાં આવી છે. તપાસમાં જણાવાયું કે, મંજૂરી વિના જ બે જગ્યાએ યુરિયાનું વેચાણ થતુ હતું. જામનગરના ગુજરાત ફર્ટિલાઈઝર્સ ડીલર્સ એસોસિએશને મંજૂરી ન હોવા છતાં યુરિયાનું વેચાણ કરાયું. ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે પણ યુરિયાના વેચાણનું લાયસન્સ નથી. બંનેએ વગર લાયસન્સે યુરિયાનું માર્ચ અને એપ્રિલમાં વેચાણ કરતા શંકા ઉપજી હતી. 

ક્યાં જિલ્લામાં અસામાન્ય જથ્થો વેચાયો? 
ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મોરબી, નવસારી, છોટાઉદેપુર, બોટાદ, મહીસાગર, અરવલ્લી

રસપ્રદ બાબત એ છે કે, ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલના જિલ્લામાં જ મંજૂરી વગર યુરિયા ખારતનું વેચાણ થયું હોવાનુ સામે આવ્યું છે.

ખેડૂતોને ખાતરની સમસ્યા માટે હેલ્પલાઈન નંબર
ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ માટે 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કરાયો. જેથી ખેડૂતો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતર વિતરણ સંદર્ભે રજૂઆત કરી શકશે. રાજ્યમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંદર્ભે સરળતા રહે અને ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાને આવે તે અને તેના ત્વરિત નિરાકરણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. ખેતી નિયામક કચેરીની દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. 

ખાતર માટે મુખ્યમંત્રીને પત્ર
બનાસકાંઠા જિલ્લામા ખાતરની અછત મામલે ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ સીએમ, કૃષિ મંત્રી સહીત ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીને લખીને રજૂઆત કરીય જિલ્લામાં વાવેતર સમયે જ યુરિયા ખાતર ન મળતા ખેડૂતો હેરાન થતા હોવાની રજુઆત કરવામાં આવી. યુરિયા ખાતરની ઘટ પુરી કરવા ધારાસભ્ય માવજી દેસાઈએ કહ્યુ. 

અરવલ્લી યુરિયા ખાતર મામલે કોંગ્રેસ મેદાને
અરવલ્લી જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જિલ્લામાં વેચાયેલા ખાતરના અસામાન્ય જથ્થા બાબતે આવેદન પત્ર આપ્યું. કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે કહ્યું કે, અસામાન્ય વેચાણ કર્યું હોય તેવા વિક્રેતાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. ખેડૂતોના હકનું ખાતર બીજે પધરાવ્યું હોય તો થવી જોઈએ કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્ય ભરમાં યુરિયા ખાતર ની અછત વર્તાઈ છે.તેવામાં ગુજરાત ભરમાં કેટલાક વિક્રેતા ઓ ધ્વારા યુરિયા ખાતરનો અસામાન્ય જથ્થો વેચાયો છે.જે બાબતે તંત્ર ધ્વાર આવા ડીલરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.ખેડૂતોના હક્ક નું ખાતર એની જગ્યા એ પધરાવી દેવામાં આવે તેવું નહીં ચાલે ત્યારે આવા કાળાબજારીઓ સામે સરકારે પણ ખેડૂતોના હિત માટે કડક કાર્યવાહી કરાવવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news