વીજળીના કડાકા ભડાકા સાથે જેતપુરમાં તૂટી પડ્યો વરસાદ; રાજકોટના આ વિસ્તારોમાં ધોધમાર, રસ્તાઓ પાણી-પાણી!
Unseasonal rain in Jetpur: રાજ્યના વાતાવરણમાં આવી રહેલા અણધાર્યા પલટા વચ્ચે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં સોમવારે બપોર બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. બપોર બાદ રાજકોટના વાતાવરણમાં અચાનક પલટો જોવા મલ્યો હતો અને ભારે પવન સાથે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Trending Photos
Unseasonal rain in Jetpur: રાજકોટના જેતપુર અને આસપાસના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ અસહ્ય ગરમી બાદ બપોર બાદ વરસાદી ઝાપટું વરસ્યું છે. જેતપુર શહેરના તીનબત્તી ચોક, જૂનાગઢ રોડ, સ્ટેન્ડચોક ફૂલવાડી, એમજી રોડ,સહિત વિસ્તારમાં વરસાદ થતાં રસ્તાઓ ભીના થયા છે. તો જ્યારે બીજી તરફ ડાંગ જિલ્લામાં પણ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે..ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે...કમોસમી વરસાદમાં બાળકોએ ક્રિકેટની પણ મજા માણી છે..કમોસમી વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે.
વરસાદથી રસ્તાઓ પણ પાણી ભરાઈ ગયા છે. રાજકોટ પશ્ચિમ ઝોનમાં અડધા કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી ચોમેર પાણી પાણી થઈ ગયું છે.
શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ ચોકડી, આજીડેમ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ, બહુમાળી ભવન, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. જેતપુર શહેરના તીનબત્તી ચોક, એમજી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે બપોર બાદ કમોસમી વરસાદનું આગમન થયું હતું. સવારથી આકાશમાંથી ગરમી બાદ બપોર થતાં જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેતપુર શહેરના તીનબત્તી ચોક, જૂનાગઢ રોડ સ્ટેન્ડ ચોક, ફૂલવાડી, એમજી રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. એમજી રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ નોંધાયો હતો.
જેતપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં ઉભા પાક જેવા કે તલ, બાજરી, અળદ સહિતના પાકને આ અણધાર્યા વરસાદ અને પવનથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળતાં થયેલા નુકસાનીની ચિંતાએ તેમને ઘેરી વળ્યા છે. આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડવાની શક્યતા છે.
અચાનક બદલાયેલા આ વાતાવરણ અને કમોસમી વરસાદે જેતપુર પંથકના જનજીવન અને ખેતી પર અસર પહોંચાડી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અસર પહોંચી છે. જ્યારે તલ, બાજરી, અળદ સહિતના ઉભા પાક નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા છવાઈ ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે