ગુજરાતમાં જબરો શિવભક્ત! કહાની સાંભળીને થઈ જશો ભાવુક, 1200 કિલો ઘીમાંથી બનાવી શિવજીની અદ્ભુત પ્રતિમાઓ

મહાશિવરાત્રી અંગે શાસ્ત્રોમાં અનેક કથાઓ છે. પ્રથમ તો શિવજીનું પ્રાગટ્ય મહાશિવરાત્રીના દિવસે થયું એટલે ભક્તો એની શ્રદ્ધા ભાવ સાથે ઉજવણી કરે છે. જ્યારે બીજી કથા અનુસાર, અમૃત મેળવવા થયેલા સમુદ્રમંથનમાં પ્રથમ હળાહળ વિષ નીકળ્યું હતું.

ગુજરાતમાં જબરો શિવભક્ત! કહાની સાંભળીને થઈ જશો ભાવુક, 1200 કિલો ઘીમાંથી બનાવી શિવજીની અદ્ભુત પ્રતિમાઓ

ઝી બ્યુરો/નવસારી : શિવ મય થવાનો મહાપર્વ એટલે મહાશિવરાત્રી. પુરાણો અનુસાર સમુદ્રમંથન માંથી નીકળેલા હળાહળ વિષને ભોળાનાથે ગ્રહણ કરી પોતાના કંઠમાં રાખતા નીલકંઠ કહેવાયા. મહાદેવને વિષની અગનથી ઠંડક આપવા મહાશિવરાત્રીના દિવસે શિવભક્તો ઘીના કમળ અર્પણ કરે છે. ત્યારે નવસારીના શિવભક્ત હેમંત પટેલે 1200 કિલો ઘીમાંથી શિવજીની પ્રતિમાઓ અને ઘીના કમળ બનાવી મહાદેવની અનોખી આરાધના કરી છે.

મહાશિવરાત્રી અંગે શાસ્ત્રોમાં અનેક કથાઓ છે. પ્રથમ તો શિવજીનું પ્રાગટ્ય મહાશિવરાત્રીના દિવસે થયું એટલે ભક્તો એની શ્રદ્ધા ભાવ સાથે ઉજવણી કરે છે. જ્યારે બીજી કથા અનુસાર, અમૃત મેળવવા થયેલા સમુદ્રમંથનમાં પ્રથમ હળાહળ વિષ નીકળ્યું હતું. જે ત્રણેય લોકનો સંહાર કરી શકે એટલું સામર્થ્ય ધરાવતું હતું. આ હળાહળ વિષ કોણ ગ્રહણ કરે એની ચિંતા હતી. ત્યારે ભગવાન ભોલેનાથ સામે આવ્યા અને તેમણે અત્યંત ઝેરી હળાહળ વિષને ગ્રહણ કરીને પોતાના કંઠમાં ધારણ કર્યુ હતુ. પરંતુ એની અગન અત્યંત તીવ્ર હોવાથી તેમને ઠંડકની જરૂર પડે છે. જેથી શિવજીને મહાશિવરાત્રીના દિને ઘીના કમળ ચઢાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે.

નવસારીના સદલાવ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અને શિવ ભક્ત હેમંત પટેલ છેલ્લા 40 વર્ષોથી એક ટનથી વધુ ઘી માંથી મહાદેવ પ્રતિમાઓ અને ઘીના કમળ, શિવલિંગ, શિવ મુખ બનાવી ભગવાન ભોળેનાથની આરાધના કરે છે. આ વર્ષે પણ હેમંત પટેલે 1200 કિલો વનસ્પતિ ઘીને બરાબર મસળ્યા બાદ તેમાંથી અલગ અલગ આકારની અને મન મોહક 34 શિવ પ્રતિમાઓ બનાવી છે. જેની સાથે જ 21 ઘીના કમળ, 17 નાના શિવલિંગ અને 6 શિવ મુખ બનાવ્યા છે. 

હેમંત પટેલે ઘીમાંથી બનાવેલી શિવ પ્રતિમાઓ અને કમળ દક્ષિણ ગુજરાતના વિવિધ મંદિરો સાથે જ ગુજરાતના અને મહારાષ્ટ્રના શિવ મંદીરોમાં મહાશિવરાત્રીના દિવસે મહાદેવને અર્પણ કરાશે. ખેડૂત હેમંત પટેલ ઘીના કમળ અને શિવ પ્રતિમાઓ બનાવવાનો કોઈ ચાર્જ લેતા નથી, ફક્ત જેટલું ઘી વપરાયું હોય એના જ રૂપિયા લે છે. જ્યારે સદલાવ ગામના ચંદકેશ્વર મહાદેવ માટે પણ વિશેષ પ્રતિમા બનાવી છે. વર્ષોથી ઘીની શિવ પ્રતિમાઓ અને કમળ બનાવતા હેમંત પટેલની નામના ગુજરાતના વિખ્યાત મંદિરોમાં પણ પહોંચી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news