ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતમાાં પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, શરીરમાં ઈજાના નિશાન મળ્યા

રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાજકુમાર જાટ નામના એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનોએ આ ઘટનામાં હત્યાનો આરોપ લગાવ્યો હતો. બીજીતરફ આ ઘટનામાં ગોંડલના પીઆઈ ગોસ્વામીની ભૂમિકા પણ શંકાસ્પદ લાગી રહી છે.
 

 ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતમાાં પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, શરીરમાં ઈજાના નિશાન મળ્યા

ગૌરવ દવે, ગોંડલઃ ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે યુવકનો પીએમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. રાજકુમારના શરીરમાં ઈજાના 42 નિશાન મળ્યા છે. બોથડ પદાર્થના ઘા અને બ્લન્ટ હાર્ટએટેકથી મોત થયું છે. ગોંડલ પોલીસે પરિવારથી હકીકત છુપાવ્યાની સંભાવના છે. મૃતદેહ 4 માર્ચથી પડ્યાની માહિતી પરિવારથી છુપાવી હોવાનું લાગી રહ્યું છે. જાણકારી છુપાવતા પીઆઈ પણ શંકાના દાયરામાં આવ્યા છે..સુત્રો દ્રારા આ જાણકારી પણ સામે આવી ...

ગોંડલમાં રાજકુમાર જાટના મોતનું રહસ્ય ઘેરાયું છે. જેમાં રાજકુમાર જાટના વધુ એક CCTV સામે આવ્યા છે. ત્યારે CCTVમાં રાજકુમાર નગ્ન હાલતમાં ચાલીને જતો દેખાયો છે. રાજકુમારના પરિવારજનોએ રાજકુમારની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે. તથા રાજકુમારના મોતને પગલે રાજસ્થાનમાં જાટ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તથા મૃતક રાજકુમારના પરિવારનો પોલીસ પર મોટો આરોપ છે. જેમાં પરિવારે જણાવ્યું છે કે ગોંડલના PI ગોસ્વામીને મૃતદેહની જાણ હતી...રાજકોટથી ચોટીલા સુધીના સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે...

ગોંડલના રાજકુમાર જાટના મોતને લઈને રહસ્ય ઘૂંટાયું છે. જેમાં રાજકુમારનો સિવિલમાં મૃતદેહ હતો તેની જાણ હતી. PI ગોસ્વામીએ હકીકત કેમ છૂપાવી તેને લઈને સવાલ થઇ રહ્યાં છે. પરિવારજનોએ જણાવ્યું છે કે PI ગોસ્વામી બે વાર હોસ્પિટલ ગયા હતા. સિવિલમાં મૃતદેહ ન હોવાનું કયા આધારે કહ્યું? હોસ્પિટલમાં 4 તારીખથી મૃતદેહ પડ્યો હતો. પરિવારના આરોપ બાદ પોલીસ પણ શંકાના ઘેરામાં છે. રાજકુમારનો જ્યાં મૃતદેહ મળ્યો ત્યાં  શંકાસ્પદ કાર કોની? બન્ને કારને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે...

PI ગોસ્વામીએ હકીકત કેમ છૂપાવી 
PI ગોસ્વામી બે વાર હોસ્પિટલ ગયા
સિવિલમાં મૃતદેહ ન હોવાનું કયા આધારે કહ્યું ? 

ગોંડલમાં થોડા દિવસ પહેલા રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news