અંધશ્રદ્ધાની વધુ એક દુ:ખદ ઘટના; યુવતીને માતાજી આવતા હોવાનું કહી ભુવા પાસે લઈ ગયા અને પછી થયું શંકાસ્પદ મોત...
વાપીના પારડીમાં 22 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત, ચિતા પર મૃતદેહ પર ડામના નિશાન જોઇ લોકો ચોંકી ઊઠયા, યુવતીને માતાજી આવતા હોવાનું કહી ભુવા પાસે લઈ ગયા તેણે ઐકરા ડામ આપ્યા પછી ખેંચ આવ્યા બાદ પ્રાણપંખેરુ ઊડી ગયા
Trending Photos
ઝી બ્યુરો/વાપી: તાંત્રિક વિધિ કરી લોકો સાથે છેતરપિંડી થવાની ઘટનાઓ રાજ્યમાં દરરોજ વધતી જઈ રહી છે. ત્યારે વાપીના પારડી ગામમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિવાર 22 વર્ષીય યુવતીને સારવાર માટે ભૂવા પાસે લઈ ગયો, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમની વ્હાલસોઈ દિકરીને ખોવાનો વારો આવશે. યુવતીને માતાજી આવતા હોવાનું કહી પરિવાર ભુવા પાસે લઈ ગયા હતા. ભૂવાએ યુવતીને આકરા ડામ આપ્યા પછી ખેંચ આવી હતી, જેના કારણે વ્હાલસોઈ દિકરીનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. આ ઘટના વિશે પોલીસ ચકરાવે ચઢી છે.
દિવ્યાએ પોતાના લગ્ન કરવા માતા-પિતાએ છોકરો શોધવા જણાવ્યું હતું!
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વાપીના પારડીના પલસાણા ગામમાં અર્જુનભાઈ હળપતિને પરિવારમાં 5 દીકરી છે. જેમાં બેના લગ્ન થઈ ચૂક્યા છે અને ત્રીજા નંબરની દિવ્યા નામની દીકરી દમણની એત કંપપનીમાં નોકરી કરતી હતી, પરંતુ કોઈ કારણોસર તે નોકરીએ જતી નહોતી. દિવ્યાએ પોતાના લગ્ન કરવા માતા-પિતાએ છોકરો શોધવા કહ્યું હતું.
યુવતીના મૃતદેહના શરીર પર ડામના નિશાન જોવા મળતા લોકો ચોંકી ઉઠયા
અચાનક 12 એપ્રિલે ખેંચ આવતા ઇજા થવાથી તે વાપીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે બાદ પલસાણા ગામના સ્મશાન ગૃહમાં મૃતક યુવતીની અંતિમક્રિયા માટે ગ્રામજનો, સંબંધીઓ અને મિત્રો એકત્ર થયા હતા. ત્યારે ચિંતા પર યુવતીના મૃતદેહના શરીર પર ડામના નિશાન જોવા મળતા લોકો ચોંકી ઉઠયા હતાં. કેટલાક યુવાનોએ સ્મશાનમાં ભુવા (જમાઈ)ને માર મારતા તે સ્થળ પરથી ભાગી ગયો હતો.
માતાજી આવતા હોવાનું જણાવી ડામ અપાયો
મૃતક યુવતીને માતાજી આવતા પૂજા માટે ડામ અપાયા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મૃતક યુવતી સાથે કામ કરતા સાથી કર્મચારીઓ, ગ્રામજનોએ આ કેસમાં ન્યાય માટે ગુહાર લગાવવાનું ચાલુ કર્યું છે. હાલ યુવતી સાથે અત્યાચાર કોણે કર્યો તેની ચર્ચા ચાલુ થઈ ગઈ છે. એક બે દિવસમાં જ ખુલાસો થવાની સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે