અમદાવાદમાં જૈન સમાજની અનોખી પહેલ, દીકરીઓ માટે બનાવી 100 કરોડની સ્કૂલ, 1200 છાત્રાને મળશે પ્રવેશ
અમદાવાદમાં જૈન સમાજ દ્વારા આધુનિક યુગમાં દીકરીઓને શિક્ષણ સાથે સંસ્કાર મળી રહે તે માટે ગર્લ્સ સ્કૂલ બનાવવામાં આવી રહી છે. આ શાળામાં વિવિધ જ્ઞાતિઓની આશરે 1200 દીકરીઓને પ્રવેશ આપવામાં આવશે.
Trending Photos
Ahmedabad News: હંમેશા સમાજ માટે કંઈક નવું કરતા જૈન સમાજે એક નવી પહેલ કરી છે. અમદાવાદ શહેરમાં તપોવન વિદ્યાવિહાર દ્વારા પ્રથમ છોકરીઓની સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગર્લ્ડ સ્કૂલનું નિર્માણ તપોવન સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આજથી બે વર્ષ પહેલા નક્કી કરવામાં આવ્યું હતું. આજના આધુનિક સમયમાં દીકરીઓમાં અભ્યાસની સાથે સંસ્કારનું સિંચન થાય તે માટે આ સ્કૂલ ખોલવામાં આવી છે.
1200 દીકરીઓ કરી શકશે અભ્યાસ
આ સ્કૂલમાં એક સાથે 1200 દીકરીઓ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દીકરીઓને CBSC અભ્યાસક્રમ મુજબ અભ્યાસ કરાવવામાં આવશે. આ સ્કૂલ 26 માર્ચ 2026 શરૂ કરી દેવામાં આવશે. આ સ્કૂલમાં કુલ સાત માળશે. 5000 વારની જગ્યામાં અમદાવાદના વાસણા વિસ્તારમાં આ સ્કૂલ તૈયાર કરવામાં આવી છે.
આ સ્કૂલમાં રમતગમત મેદાન, લેબોરેટરી, લાઈબ્રેરી, પ્રી સ્કૂલ માટે અલગ ફ્લોર, ઓડિટોરિયમ સહિત અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવશે. આ સ્કૂલના ટ્રસ્ટી ત્યાર ટ્રસ્ટે જણાવ્યું કે આશરે 100 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્કૂલ તૈયાર કરવામાં આવી છે. આ માટે છ મહિનામાં છ કરોડનું દાન પણ એકત્ર કરવામાં આવ્યું છે. આ સ્કૂલને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
સંસ્થાના અગ્રણીએ જણાવ્યા અનુસાર રાષ્ટ્રસંત પરમપૂજ્ય પંન્યાસપ્રવર ચંદ્રશેખરવિજયજી મહારાજ દ્વારા ભારી પેઢીના નિર્માણ માટે તપોવન સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. અને પરમપૂજ્ય હંસકીર્તિસૂરીશ્વરજી મહારાજા અને પરમપૂજ્ય ભવ્યકીર્તિ સૂરીશ્વરજી મહારાજા દ્વારા તવોવન વિદ્યાવિહારની સ્થાપના કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે