75 વર્ષમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયો મોટો નિર્ણય! SC-STને નોકરીમાં મળશે પ્રાધાન્ય

સુપ્રીમ કોર્ટના વહીવટી પદોની ભરતીમાં પહેલી વાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગ માટે અનામત લાગુ કરવામાં આવ્યું છે.  સુપ્રીમ કોર્ટમાં દર વર્ષે 200 પદો માટે ભરતી મંજૂર કરવામાં આવી છે. 

75 વર્ષમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયો મોટો નિર્ણય! SC-STને નોકરીમાં મળશે પ્રાધાન્ય

SC-ST Reservation: 24 જૂને પસાર કરાયેલા પરિપત્રમાં પદોના અનામત અંગે માહિતી આપવામાં આવી છે. હવે દર વર્ષે થતી ભરતીમાં 15% SC અને 7.5% ST અનામત લાગુ પડશે. આવી સ્થિતિમાં, કુલ 30 પદો SC માટે અનામત રહેશે. આ ઉપરાંત, 15 પદો ST વર્ગ માટે અનામત રહેશે. સામાજિક ન્યાયની માંગને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્યણ લેવામાં આવ્યો છે. લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી કે કોર્ટ ભરતીમાં પણ ક્વોટા લાગુ કરવામાં આવે.

કુલ 437 જગ્યાઓમાંથી 65 SC, 32 ST માટે અનામત
કોર્ટ દ્વારા આપવામાં આવેલ ભરતીની વિગતોમાં જણાવવામાં આવ્યું છે કે સિનિયર પર્સનલ આસિસ્ટન્ટની 94 પદો માટેની ભરતીમાં, 14 SC ક્વોટા માટે હશે. આ ઉપરાંત, 6 પદો ST ક્વોટા માટે અનામત રહેશે. 74 પદો બિન-અનામત રહેશે. તેવી જ રીતે, આસિસ્ટન્ટ લાઈબ્રેરિયન માટે 20 જગ્યાઓમાંથી 3 SC અને 1 ST ક્વોટામાં રાખવામાં આવી છે. જુનિયર કોર્ટ આસિસ્ટન્ટની વાત કરીએ તો, કુલ 437 જગ્યાઓ છે, જેમાંથી 65 જગ્યાઓ SC માટે અનામત રહેશે. આ ઉપરાંત, 32 જગ્યાઓ ST માટે રહેશે. 340 જગ્યાઓ બિનઅનામત રહેશે.

જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ અને ચેમ્બર એટેન્ડન્ટ જગ્યા પર અમલીકરણ
એટલું જ નહીં, જુનિયર કોર્ટ આસિસ્ટન્ટની 20 જગ્યાઓ પર પણ ક્વોટા લાગુ પડશે. જુનિયર કોર્ટ એટેન્ડન્ટની 600 જગ્યાઓ પર અનામત લાગુ પડશે. આ ઉપરાંત ચેમ્બર એટેન્ડન્ટની જગ્યા પર પણ ક્વોટા લાગુ પડશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જો અનામતનો નિયમ લાગુ નહીં થાય તો રજિસ્ટ્રારને ફરિયાદ કરવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news