ગુજરાતના આ ગામડામાં છે દર્દનાક સ્થિતિ! ગ્રામજનો તળાવનું દુષિત પાણી પીવા બન્યા મજબૂર

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના છેવાડાના ગામ તડા તળાવ ગામમાં છેલ્લા ચાર દીવસથી પીવાનું પાણી નહીં મળતા ગ્રામજનો તળાવનું દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે.

ગુજરાતના આ ગામડામાં છે દર્દનાક સ્થિતિ! ગ્રામજનો તળાવનું દુષિત પાણી પીવા બન્યા મજબૂર

બુરહાન પઠાણ/આણંદ: કનેવાલ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પાઇપ લાઇન દ્વારા તડા તળાવ ગામમાં પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ ઉનાળામાં છેવાડાનું ગામ હોવાના કારણે પૂરતા ફોર્સથી પાણી પહોચતું નથી,તેમજ કનેવાલ તળાવ સુકાઈ જતા છેલ્લા ચાર દિવસથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા તડાતળાવ ગામમાં પાણી નહી આપવાનાં કારણે ગ્રામજનોને પીવાનું પાણી મેળવવા માટે વલખાં મારવા પડે છે. છેલ્લા ચાર દીવસથી પાઇપ લાઇનમાં પીવાના પાણી માટે ટીપું પણ પાણી નહીં આવતા ગ્રામજનોએ તળાવમાંથી પીવાનું પાણી ભરી લાવવું પડે છે. 

તડા તળાવ ગામની જનતાની પાણીની સમસ્યા જાણવા માટે ઝી 24 કલાકની ટીમ વહેલી સવારે 5 વાગે તડાતળાવ ગામમાં પહોંચી ગઈ અને જઈને વાસ્તવીક હકીકત જોતા વહેલી સવારે પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓ ગામનાં તળાવ તરફ જતા જોવા મળી,પુછપરછ કરતા મહિલાઓએ કહ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી પાણી નથી આવતું તેથી તળાવનું પાણી પીવા માટે ઉપયોગમાં લેવું પડે છે,તેમાં અનેક વૃદ્ધાઓ પણ જેમનાંથી પાણીનાં બેડા ઉંચકવા પણ મુસ્કેલ હતા તેઓ પણ તળાવમાંથી પાણી ઉંચકી લઈ જતા દ્રષ્યો જોવા મળ્યા હતા.

ગામમાં ઉનાળાનાં ચાર માસ દરમિયાન પીવાનાં પાણીની હાડમારી શરૂ થઈ જાય છે,અત્યારે તો તળાવમાં પાણી છે,પરંતુ તળાવમાં પાણી શુકાઈ જશે ત્યારે ગ્રામજનો કનેવાલ તળાવમાંથી મિલરામપુરા ગોરાડ પાણી પુરવઠા યોજના હેઠળ અપાતા પાણી પણ આધારીત રહે છે,ગ્રામજનોએ કહ્યું કે જો લોકો પાસે ટ્રેકટર જેવા વાહનો છે,તે પાંચ દસ કિલોમીટર દુર આવેલા ગામોમાં જઈ બેરલોમાં પાણી ભરી લાવે છે,પરંતુ ગરીબ અને મધ્યમવર્ગનાં લોકો જેમની પાસે વાહન નથી તેમને પીવાનાં પાણી માટે વલખા મારવા પડે છે,આઝાદીનાં સાત દાયકા બાદ પણ તડા તળાવ ગામનાં લોકો પાણીનો પોકાર કરી રહ્યા છે.

ગ્રામજનોએ આક્રોશ વ્યકત કરતા કહ્યું હતું કે ચુંટણી આવે છે,ત્યારે નેતાઓ આ્રવે છે,અને પાણીની સમસ્યા હલ કરવાનાં વચનો આપી જાય છે, પરંતુ મત મેળવી ચુંટાયા બાદ રાજકીય નેતાઓ ગામમાં ડોકીયું કરવા પણ આવતા નથી.અને જેનાં કારણે વર્ષો જુની પાણીની સમસ્યાનો અંત આવતો નથી. ગામનાં જે તળાવમાં પશુઓ પાણી પીતા હોય. મહિલાઓ કપડા ધોતી હોય તળાવના દૂષિત પાણીમાંથી પીવાનું પાણી લાવી દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે. સ્વચ્છ પાણી નહીં મળવાના કારણે ગામના મહાદેવના મંદીરમાં છેલ્લા ચાર દીવસથી શિવલિંગ પર જળનો અભિષેક કરી શકાયો નથી. ગામનાં રામજી મંદિરમા ભગવાન શ્રીરામ ને સ્નાન કરાવી શકાયું નથી.તેવો આક્રોસ ગામનાં રામજી મંદીર અને મહાદેવ મંદીરનાં પુજારીએ વ્યકત કર્યો હતો.

ગામમાં 50 હજાર લીટરની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી છે. પરંતુ આ ઓવરહેડ ટાંકી શોભાના ગાંઠીયા સમાન છે. ઓવરહેડ ટાંકીમાં પાણીનું એક ટીપુંં પણ હજુ સુધી ભરાયું નથી. ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી પૂરતાં પ્રમાણમાં મળે તે માટે કનેવાલ તળાવમાંથી મિલરામપુરા ગોરાડ પાણી પુરવઠા યોજના હેઠળ પાઈપ લાઈન દ્વારા તડાતળાવ ગામનાંં સંપમાં પાણી આપવામાં આવે છે.ગામમાં હર ધર જલનાં બોર્ડ મારવામાં આવ્યા છે,પરંતુ ગ્રામજનોનાં ધર સુધી પીવાનું પાણી પહોંચતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news