Swelling Feet: પગમાં સોજા સહિત આ 5 ફેરફાર દેખાય તો ડોક્ટર પાસે જવું, ગંભીર બીમારીનું શરુઆતી લક્ષણ હોય શકે છે

Swelling Feet Causes: આપણા પગ આપણા સ્વાસ્થ્યની ચાડી ખાતા હોય છે. શરીરમાં જ્યારે ગંભીર સમસ્યા વધતી હોય તો તેના લક્ષણો પગમાં દેખાતા હોય છે. જો પગમાં આ 5 ફેરફાર જણાય તો તેને સામાન્ય સમજવાની ભુલ કરવી નહીં. તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
 

Swelling Feet: પગમાં સોજા સહિત આ 5 ફેરફાર દેખાય તો ડોક્ટર પાસે જવું, ગંભીર બીમારીનું શરુઆતી લક્ષણ હોય શકે છે

Swelling Feet Causes: દોડધામ ભરેલી અને અનિયમિત લાઈફસ્ટાઈલના કારણે શરીરમાં ઘણી ગંભીર બીમારીઓ વધવા લાગે છે અને લોકોને ખબર પણ પડતી નથી. એવું નથી કે બીમારી વધી જાય ત્યાં સુધી ખબર પડે જ નહીં. શરીરમાં હાર્ટ, કિડની, બ્લડ શુગર સહિતની સમસ્યા વધતી હોય ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે. ખાસ કરીને આ બીમારીઓના લક્ષણ પગમાં દેખાય છે. 

પગમાં આ ફેરફાર દેખાય તો તુરંત એક્સપર્ટનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે પગ ફક્ત ચાલવા માટેનું અંગ નથી. પગ એ પણ જણાવે છે કે આપણું શરીર અંદરથી હેલ્ધી છે કે નહીં. જો પગમાં સોજા સહિત આ 5 ફેરફાર અચાનક દેખાવા લાગે તો તેને ઈગ્નોર કરવાની ભુલ ન કરતાં.

પગમાં દેખાતા બીમારીના લક્ષણો

પગમાં સોજા

જો તમારા પગમાં કોઈ ઈજા કે થાક વિના વારંવાર સોજા આવી જાય છે તો આ લક્ષણ હાર્ટ સંબંધિત સમસ્યાનું હોય શકે છે. હાર્ટ ફેલિયરની સ્થિતિમાં શરીરમાં ફ્લૂઈડ જમા થવા લાગે છે જેના કારણે સૌથી પહેલા પગમાં સોજા દેખાય છે. 

પગ સુન્ન થઈ જવા

ડાયાબિટીસના દર્દીને ઘણીવાર આવું થાય છે. તેમને પગમાં ઝણઝણાટી કે સુન્નતા અનુભવાય છે. નસોને નુકસાન થતું હોય ત્યારે આવું થાય છે. જો સમયસર તેનો ઈલાજ કરવામાં ન આવે તો સ્થાયી નુકસાન થઈ શકે છે.

પગની સ્કિનનો રંગ બદલવો

જો પગની સ્કિન અચાનક કાળી પડવા લાગે કે તેના પર લીલા નીશાન થવા લાગે તો તે પરિફેરલ આર્ટરી ડિઝીસનું લક્ષણ હોય શકે છે. જેમાં નસો બ્લોક થઈ જાય છએ અને હાર્ટ પ્રોબ્લેમ થવાનું જોખમ વધે છે. 

નખમાં ફેરફાર

પગના નખ જો પીળા પડવા લાગે, વાંકાચુંકા થઈ જાય કે વારંવાર ઈન્ફેકશન થતું હોય તો તે ડાયાબિટીસનું લક્ષણ હોય શકે છે. વારંવાર નખ તુટી જવા પણ શરીરમાં પોષણના અભાવનું લક્ષણ હોય શકે છે. 

એડી કે પંજામાં દુખાવો

જો તમને સતત એડીમાં કે પંજામાં દુખાવો રહે છે અને આરામ કરવા છતા મટતો નથી તો તે નસોની બીમારીનું લક્ષણ હોય શકે છે. આ સમસ્યા ડાયાબિટીસના દર્દીમાં વધારે જોવા મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news