Diabetes: ડાયાબિટીસના નવા લક્ષણ, જુવાન લોકોમાં સુગલ લેવલ વધે તો જોવા મળે આ 8 સંકેત
Symptoms of Diabetes: ડાયાબિટીસની શરુઆતમાં એવા સંકેતો જોવા મળે છે જેને લોકો ખૂબ જ સામાન્ય ગણે છે. ખાસ કરીને નાની વયે હાઈ સુગર રહેતું હોય ત્યારે આવા 8 સંકેત જોવા મળે છે. આ સંકેતોને સામાન્ય ગણી ઈગ્નોર કરવાની ભુલ ન કરવી.
Trending Photos
Symptoms of Diabetes: ડાયાબિટીસ હવે યુવાવર્ગમાં ઝડપથી ફેલાતી બીમારી બની ગઈ છે. ચિંતાની વાત એ છે કે યુવાનોમાં ડાયાબિટીસના લક્ષણો સામાન્ય લાગે એવા હોય છે. તેથી તેના પર યુવાનો ધ્યાન આપતા નથી અને ઈગ્નોર કરે છે. આ ભુલ તેમને ભારે પડી શકે છે. ડાયાબિટીસના લક્ષણો પણ હવે બદલાવા લાગ્યા છે. આજે તમને ડાયાબિટાસના નવા લક્ષણો વિશે જણાવીએ.
યુવાનોમાં દેખાયા ડાયાબિટીસના લક્ષણો
ત્વચા પર કાળા ડાઘ
જો ગરદન કે બગલમાં કાળા રંગના નિશાન દેખાય તો તેને ગંદકી ન સમજો. આ એકેંથોસિસ નિગ્રિકેન્સ હોય શકે છે. જે ઈંસુલિન રેજિસ્ટેંસનો સંકેત છે. આ ટાઈપ 2 ડાયાબિટીસનું શરુઆતી લક્ષણ છે.
મૂડ સ્વિંગ
નાની નાની વાત પર ગુસ્સો કરવો, ચિડિયાપણું, મૂડમાં ફેરફાર, માનસિક તણાવના કારણે જ નહીં બ્લડ સુગર લેવલ સ્પાઈકના કારણે પણ થઈ શકે છે.
ગળ્યું ખાવાની ઈચ્છા
જો કોઈ વ્યક્તિને વારંવાર ગળી વસ્તુ ખાવાની તલબ લાગે છે તો તે સંકેત છે કે શરીરની ઈંસુલિન પર પ્રતિક્રિયા બરાબર નથી. તે ડાયાબિટીસનું જોખમ વધારે છે.
ફંગલ ઈંફેકશન
અંડરઆર્મ્સ, આંગળીઓ વચ્ચે અથવા શરીરની મોઈશ્ચરવાળી જગ્યાઓએ વારંવાર ખંજવાળ આવવી અને ઈંફેકશન થવું હાઈ બ્લડ સુગરનું સંકેત હોય શકે છે.
ધુંધળુ દેખાવું
જો આંખની દ્રષ્ટિ વારંવાર ધુંધળી થઈ જતી હોય અને પછી ઠીક થઈ જાય તો તે પણ બ્લડ સુગર ફ્લક્યુએશનની અસર હોય શકે છે.
અચાનક વજન ઘટવું
ડાયટ કે એક્સરસાઈઝ કર્યા વિના ઝડપથી વજન ઘટવું પણ ડાયાબિટીસનું લક્ષણ હોય શકે છે. શરીર ગ્લૂકોઝ ન પચાવી શકે તેનું પરિણામ હોય છે.
મોં સુકાઈ જવું
જો તમે પુરતા પ્રમાણમાં પાણી પીવો છો છતાં મોં સુકાયેલું રહે છે અને વારંવાર પાણી પીવાની ઈચ્છા થાય છે તો આવું વધેલા બ્લડ સુગરના કારણે હોય શકે છે.
સતત થાક
જો ઊંઘ પુરી કર્યા પછી પણ થાક રહેતો હોય તો તે ડાયાબિટીસનું લક્ષણ હોય શકે છે. ડાયાબિટીસના કારણે શરીરમાં એનર્જી રહેતી નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે