Curd Side Effects: ઉનાળામાં આ સમયે દહીં ખાવું સૌથી ખરાબ, માથાના દુખાવાથી લઈ બ્લોટિંગ સહિતની તકલીફો વધારી દેશે

Curd Side Effects: ઉનાળામાં દહીં ખાવું લાભકારી છે. દહીં શરીરને ઠંડક કરે છે. જો દહીં યોગ્ય સમયે ખાવામાં આવે તો જ ફાયદો કરે છે. જો તમે ભુલથી પણ ખોટા સમયે દહીં ખાશો તો તેનાથી માથાથી પગ સુધીના અંગોમાં તકલીફો થઈ શકે છે.
 

Curd Side Effects: ઉનાળામાં આ સમયે દહીં ખાવું સૌથી ખરાબ, માથાના દુખાવાથી લઈ બ્લોટિંગ સહિતની તકલીફો વધારી દેશે

Curd Side Effects: દહીં આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગરમીમાં તો રોજ દહીં ખાવું જોઈએ. દહીં ખાવાથી પાચન સુધરે છે શરીરને ઠંડક મળે છે અને ઇમ્યુનિટી પણ વધે છે. દહીંને જો યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ખાવામાં આવે તો વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. દહીંથી થતા ફાયદા નુકસાનમાં ત્યારે બદલી જાય છે જ્યારે દહીંનું સેવન ખોટા સમયે કરવામાં આવે. દહીં ખોટા સમયે ખાવામાં આવે તો તે શરીરને નુકસાન કરે છે. આજે તમને જણાવીએ ગરમીના દિવસોમાં કયા સમયે દહીં ખાવું જોઈએ અને કયા સમયે દહીં ખાવાનું ટાળવું જોઈએ. 

દહીં ખાવાથી થતા ફાયદા 

દહીં વાળ માટે પણ ફાયદાકારક છે તેમાં રહેલું પ્રોટીન વાળને ફાયદો કરે છે. દહીંમાં લેકટીક એસિડ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે. દહીંમાં એવા પ્રોબાયોટિક હોય છે જે પાચન સુધારવામાં મદદ કરે છે. ગરમીના દિવસોમાં બપોરના સમયે એક વાટકી દહીં ખાવામાં આવે તો પણ શરીરને અઢળક ફાયદા થાય છે. પરંતુ આ ફાયદા બપોરના સમયે દહીં ખાવાથી જ થાય છે. 

કયા સમયે દહીં ન ખાવું ?

દહીંથી થતા ફાયદા નુકસાનમાં ત્યારે બદલી જાય છે જ્યારે દહીં સૂર્યાસ્ત પછી એટલે કે રાતના સમયે ખાવામાં આવે. રાતના સમયે દહીં ખાવાથી પાચન ક્રિયા પર ખરાબ અસર પડે છે અને તેના ફાયદા પણ નુકસાનમાં બદલી જાય છે. રાત્રે દહીં ખાવાથી શરીરમાં કેવી તકલીફો થાય છે તે પણ જાણો. 

રાત્રે દહીં ખાવાથી થતા નુકસાન 

દહીંમાં ફેટ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેથી દહીંના પાચનમાં વધારે સમય લાગે છે. જો તમે રાતના સમયે દહીં ખાવ છો તો તેનાથી પાચન પ્રભાવિત થાય છે. રાત્રે દહીં ખાવાથી બીજા દિવસે સવારે તમને ગેસ, એસીડીટી કે બ્લોટીંગની સમસ્યા થઈ શકે છે. 

આયુર્વેદ અનુસાર પણ જો રાત્રે દહીં ખાવામાં આવે તો કફ દોષ વધી શકે છે. રાત્રે દહીં ખાવાથી શરીરમાં કફની માત્રા વધી જાય છે. આ સિવાય દહીં ખાવાથી નાકમાં સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને સાઇનસ હોય તેમની તકલીફ દહીં વધારી શકે છે. દહીં ખાવાથી માથામાં દુખાવો પણ થઈ શકે છે.

ઘણા લોકોને રાત્રે દહીં ખાધા પછી શરદી પણ થઈ જાય છે. તેથી જ રાત્રે દહીં ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. 

દહીં ખાવાનો બેસ્ટ સમયે 

હેલ્થ એક્સપર્ટ અને આયુર્વેદ અનુસાર દહીં ખાવાનો સૌથી સારો સમય સવાર અને બપોર છે. દહીંથી થતા ફાયદા મેળવવા હોય તો સવારે નાસ્તામાં દહીંનો સમાવેશ કરી શકાય છે તેનાથી દિવસભર શરીર એનર્જેટિક રહેશે. આ સિવાય બપોરે ભોજન સાથે પણ દહીં ખાવું જોઈએ તેનાથી પાચન સુધરે છે અને તેની કુલિંગ પ્રોપર્ટી ગરમીથી રાહત આપવામાં પણ મદદ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news