Bad Cholesterol: દેખાવમાં કાળી પણ શરીર માટે ગુણકારી છે આ વસ્તુઓ, ખાવાથી બેડ કોલેસ્ટ્રોલનો થશે સફાયો

How To Reduce Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો તેને કેટલાક ફૂડની મદદથી નેચરલી કંટ્રોલ કરી શકાય છે. આજે તમને એવા 5 ફૂડ વિશે જણાવીએ જેને ડાયટમાં સામેલ કરવાથી બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે.
 

Bad Cholesterol: દેખાવમાં કાળી પણ શરીર માટે ગુણકારી છે આ વસ્તુઓ, ખાવાથી બેડ કોલેસ્ટ્રોલનો થશે સફાયો

How To Reduce Cholesterol: રક્તમાં નેચરલ રીતે જ એલડીએલ કોલેસ્ટ્રોલ હોય છે પરંતુ આ કોલેસ્ટ્રોલ ખતરનાક ત્યારે સાબિત થાય છે જ્યારે તેનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી જાય. જો શરીરમાં એલડીએલ કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય તો રાતના સમયે વધારે થાક લાગે છે, નબળાઈ અનુભવાય છે, છાતીમાં દુખાવો થાય છે, હાથ પગમાં ઝણઝણાતી અનુભવાય છે, સ્નાયુમાં દુખાવો રહે છે આંખની આસપાસ પીળું ફેટ જામવા લાગે છે. આ પ્રકારના લક્ષણો કોલેસ્ટ્રોલ વધે ત્યારે જોવા મળે છે. 

બેડ કોલેસ્ટ્રોલ વધવાનું મુખ્ય કારણ અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખાવા પીવાની ખોટી આદતો હોય છે. જો તમે સમય રહેતા આદતો અને લાઈફ સ્ટાઈલને સુધારી લેશો તો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા જોખમ ઘટી જાય છે. આજે તમને 5 એવા ફૂડ વિશે જણાવીએ જેને નિયમિત ખાવાથી ધમનીઓમાં જામેલું ગંદુ ફેટ સરળતાથી સાફ થઈ શકે છે. 

બ્લેક બીન્સ 

બ્લેક બીન્સ ફાઇબર, પ્રોટીન અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તે બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને હાર્ટનું સ્વાસ્થ્ય સુધારે છે. તેનાથી પાચન પણ સુધરે છે અને શરીર ડિટોક્ષ થાય છે. 

કાળા જાંબુ 

કાળા જાંબુમાં એન્થોસાઈનીન હોય છે. જે એક પ્રકારનું એન્ટિઓક્સિડન્ટ હોય છે. સંશોધનમાં સામે આવ્યું છે કે કાળા જાંબુનું નિયમિત સેવન કરવાથી એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટી શકે છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. 

કાળા તલ 

કાળા તલમાં એવા તત્વ હોય છે જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને સાથે જ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. કાળા તલ ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડનું સૌથી સારો સોર્સ છે જે હાર્ટ માટે ખૂબ જ મહત્વનું હોય છે. 

કાળી દ્રાક્ષ 

કાળી દ્રાક્ષમાં પણ એવા તત્વ હોય છે જે રક્ત અને જાણતું અટકાવે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય તો કાળી દ્રાક્ષનું જ્યુસ બનાવીને પીવું જોઈએ તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. 

કાળા ચોખા 

બ્લેક રાઈસ એટલે કે કાળા ચોખા પણ એન્ટિઓક્સિડન્ટ અને ફાઇબરથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news