તમારા પગ જ આપશે હાઈકોલેસ્ટ્રોલના સંકેતો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે
High Cholesterol Symptoms: હાઈ કોલેસ્ટ્રોલની સમય રહેતા ઓળખ કરવી જરૂરી છે બાકી શરીરમાં ગંભીર સમસ્યા થઈ રહી છે. જો પગમાં આ લક્ષમ જોવા મળે તો તેને નજરઅંદાજ ન કરો.
Trending Photos
Bad Cholesterol Warning Sign In Legs: લોહીમાં જામી રહેલું બેડ કોલેસ્ટ્રોલ આપણા શરીરનું સૌથી મોટું દુશ્મન છે. કારણ કે તેના કારણે બ્લડ વેસેલ્સમાં બ્લોકેજ થાય છે અને પછી લોહીએ હાર્ટ અને શરીરના અન્ય ભાગમાં પહોંચવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે, જેથી હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને તમામ પ્રકારની કોરોનરી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોલેસ્ટ્રોલ એટલું ખતરનાક છે કે તેના કારણે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ થવાનો ડર રહે છે, તેથી સમય રહેતા હાઈ કોલેસ્ટ્રોલના લક્ષણોની ઓળખ કરવી ખુબ જરૂરી છે.
કોલેસ્ટ્રોલ વધવા પર ગરમાં જોવા મળે છે આ લક્ષણ
IHBAS હોસ્પિટલ દિલ્હીના પૂર્વ ડોક્ટર ઇમરાન અહમદ (Dr. Imran Ahmed) એ જણાવ્યું કે કોલેસ્ટ્રોલનું સ્તર વધવા પર આપણું શરીર ઘણા પ્રકારની વોર્નિંગ સાઇન આપે છે, જો તમને તેની યોગ્ય જાણકારી હોય તો તમે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર થવાથી બચી શકો છો અને બીજાને બચાવી શકો છો. જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે તો આપણા પગમાં ઘણા વિચિત્ર લક્ષણ જોવા મળે છે. જો તમને આવો કોઈ અનુભવ થાય તો સીધો ડોક્ટરનો સંપર્ક કરો અને લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ (Lipid Profile Test) કરાવો.
1. પગ સુન્ન થઈ જવા
જ્યારે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે તો પગમાં લોહીના ભ્રમણમાં સમસ્યા થવા લાગે છે, જેથી ઘણીવાર પગ સુન્ન પડવા લાગે છે અને ઝણઝણાટી પણ થાય છે.
2. પગ ઠંડા પડી જવા
જ્યારે કોલેસ્ટ્રોલના કારણે આપણી ધમનીઓમાં બ્લોકેજ થાય છે, ત્યારે પગમાં લોહીની ઉણપ હોય છે, જેના કારણે ક્યારેક આપણા પગ ઠંડા થઈ જાય છે.
3. પગમાં દુખાવો
જ્યારે બ્લોકેજને કારણે બ્લડ ફ્લો યોગ્ય રીતે થતો નથી તો ઓક્સીજન પણ આપણા પગમાં વ્યવસ્થિત રીતે પહોંચી શકતું નથી, તેવામાં પગમાં દુખાવો થવો સામાન્ય છે.
4. પગના નખ પીળા પડી જવા
હાઈ કોલેસ્ટ્રોલની અસર આપણા પગના નખ પર જોવા મળે છે. સામાન્ય રીતે આપણા નખ ગુલાબી હોય છે, પરંતુ જ્યારે કોલેસ્ટ્રોલ વધે છે તો લોહીનું ભ્રમણ સારી રીતે થતું નથી અને નખ પીળા પડવા લાગે છે અથવા તેમાં રેખાઓ જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે