બ્લડ પ્રેશર વારંવાર વધે છે, હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે અપનાવો સ્વામી રામદેવના ઉપાય
High BP: શું તમે પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છો છો? જો હાં તો તમને જણાવી દઈએ કે સ્વામી રામદેવના કેટલાક ઉપાય આ સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
Trending Photos
Health News: હેલ્થ નિષ્ણાંત પ્રમાણે જો સમય રહેતા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાની સારવાર શરૂ ન કરવામાં આવે તો હાર્ટ સાથે જોડાયેલી ગંભીર અને જીવલેણ બીમારીઓનો ખતરો અનેક ગણો વધી જાય છે. જો તમારૂ બીપી પણ વધેલું રહે છે તો તમારે ડાયટ પ્લાનમાં કેટલીક વસ્તુ સામેલ કરવી જોઈએ. પોષક તત્વોથી ભરપૂર આ વસ્તુ તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
કદ્દુના બીજઃ બ્લડ પ્રેશર પર કાબૂ મેળવવા માટે તમે મધની સાથે કદ્દુના બીજનું સેવન કરી શકો છો. બંને વસ્તુ બીપીની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ સિવાય મધની સાથે આમળા ખાવાથી હાઈ બ્લડ પ્રેશર પર કાબૂ મેળવી શકાય છે.
તરબૂચથી થશે ફાયદોઃ જો તમને હંમેશા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે તો તમારા ડાયટ પ્લાનમાં તરબૂચને સામેલ કરી લેવું જોઈએ. તરબૂચ તમારી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
દૂધીનું જ્યુસઃ તમને જણાવી દઈએ કે દૂધીમાં જોવા મળતા તત્વો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સારૂ પરિણામ હાસિલ કરવા માટે દરરોજ સવારે દૂધીનું જ્યુસ પીવું જોઈએ.
લસણનું કરો સેવનઃ સવારે લસણની બે કળી ખાવો અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત મેળવી શકો છો. આ સિવાય પાણીમાં મધ નાખી પીવાથી પણ બીપીની સમસ્યાને કંટ્રોલ કરી શકાય છે.
દૂધમાં મિક્સ કરો હળદર અને તજઃ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દૂધમાં હળદર અને તજને મિક્સ કરી પીવો. તેની પોઝિટિવ અસર જોવા મળશે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે