જીભ પર લાલ, પીળા, વાદળી રંગના નિશાન દેખાય તો સાવધાન રહો, આ રોગોનું લક્ષણ હોઈ શકે છે

Tongue Colour Symptoms: બ્રશ કરવા સમયે તમારી જીભની સફાઈ જરૂર કરો. જીભનો રંગ લાલ-પીળો કે બ્લૂ થવો શરીરમાં કેટલીક ખામી કે કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. જાણો જીભનો રંગ બદલાય તેનો શું અર્થ છે?
 

 જીભ પર લાલ, પીળા, વાદળી રંગના નિશાન દેખાય તો સાવધાન રહો, આ રોગોનું લક્ષણ હોઈ શકે છે

Health News: બીમાર પડવા પર ડોક્ટર ગળું અને જીભને ચેક કરે છે. એક સમય હતો જ્યારે ડોક્ટર માત્ર જીભ અને પેટને ચેક કરી બીમારીની જાણકારી મેળવી લેતા હતા. તેથી જીભને સ્વાસ્થ્યનો અરિસો માનવામાં આવે છે. પરંતુ શું તમે જીભની સફાઈ અને જીભના રંગને ચેક કરી શકો છો. ઘણીવાર જીભ પર લાલ કે પીળા કલરના ધબ્બા જોવા મળે છે. કેટલાક લોકોની જીભનો કલર બ્લૂ થઈ જાય છે. આ શરીરમાં કોઈ ફેરફારનો સંકેત હોઈ શકે છે. આયુર્વેદમાં માનવામાં આવે ચે કે જીભનો કલર બદલવો શરીરમાં કોઈ પોષણની કમી કે કોઈ બીમારી ઉદ્ભવવાનું લક્ષણ હોઈ શકે છે. આવો જાણીએ જીભનો રંગ બદલવાનું શું કારણ છે અને તે કઈ બીમારીનું લક્ષણ છે.

ઈન્સ્ટાગ્રામ પર એક આયુર્વેદિક ન્યૂટ્રિશનિસ્ટ શ્વેતા શાહે એક પોસ્ટ કરી છે. જેમાં તે જીભના અલગ-અલગ રંગનો મતલબ જણાવી રહ્યાં છે. જો જીભનો રંગ પીળો, લાલ, બ્લૂ કે ફીકો દેખાય કે જીભ પર કોઈ પ્રકારના નિશાન દેખાય તો તેને ગંભીરતાથી લેવાની જરૂર છે.

જીભનો રંગ બદલવાનું કારણ
જીભ લાલાશ દેખાવી
- જો જીભ આગળ અને બાજુથી વધુ લાલ દેખાય છે, તો આ માનસિક તણાવને કારણે હોઈ શકે છે. આ હૃદય અથવા હોર્મોનલ ફેરફારોનો પણ સંકેત છે. આ માટે, તમારા મનને શાંત કરો. તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરો.

પીળી જીભ- જો જીભ પીળી દેખાવા લાગે, તો સમજી લો કે શરીરમાં પિત્ત દોષ વધી રહ્યો છે. આ એસિડિટી અથવા પિત્ત રસના અસંતુલનને કારણે પણ થઈ શકે છે. આ માટે, જમ્યા પછી 5 તુલસીના પાન અને 1 એલચી ચાવીને ખાઓ. આ પિત્તને શાંત કરશે અને પાચનમાં સુધારો કરશે.

જીભનો સફેદ રંગ - ક્યારેક જીભ ખૂબ જ નિસ્તેજ અથવા સફેદ દેખાય છે. શરીરમાં લોહીની ઉણપ, હિમોગ્લોબિન ઓછું થવું, નબળાઇ અને એનિમિયાને કારણે પણ આવું થઈ શકે છે. આ માટે સવારે પલાળેલા અંજીર અને થોડો ગોળ ખાઓ. લોહીનું પ્રમાણ વધશે અને જીભનો રંગ ગુલાબી થવા લાગશે.

જીભ વાદળી કે જાંબલી થઈ જવી - જો જીભ વાદળી કે જાંબલી થઈ રહી હોય, તો આ રક્ત પરિભ્રમણના અભાવને કારણે થઈ શકે છે. જીભ સુધી ઓક્સિજન પહોંચી રહ્યો નથી અથવા ઘણો તણાવ છે. જેના કારણે આવું થઈ શકે છે. આ માટે અનુલોમ-વિલોમ અને પ્રાણાયામ કરો. રાત્રે હળદરવાળું દૂધ પીવો.

ગુલાબી જીભ - જો જીભ ગુલાબી હોય, તો તે તમારા સ્વસ્થ હોવાની નિશાની છે. ગુલાબી જીભનો અર્થ એ છે કે તમારું પાચન સારું છે. શરીરના બધા દોષો સંતુલિત છે. તેનો અર્થ એ છે કે તમે યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવી રહ્યા છો.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news