Ahmedabad Plane Crash: આ હતા પાઈલોટના 8 અંતિમ શબ્દો.....27મી સેકન્ડે આખરે શું થયું હતું? DGCAની તપાસમાં સામે આવશે વાત
Ahmedabad Air India Plane Crash: અમદાવાદ એર ઈન્ડિયા વિમાન અકસ્માતની તપાસમાં DGCA એરપોર્ટના સીસીટીવી ફૂટેજ પર ધ્યાન આપી રહ્યું છે. વિમાન ટેકઓફ બાદ ગણતરીની પળોમાં તૂટી પડ્યું. વિમાન સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે.
Trending Photos
અમદાવાદમાં સરકાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક થયેલા એર ઈન્ડિયા પ્લેન અકસ્માતની તપાસ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને શરૂ કરી દીધી છે. ડીજીસીએ એરપોર્ટના સીસીટીવી ફૂટેજને પોતાના કબજામાં લઈને તેની તપાસ શરૂ કરી છે. આ ફૂટેજમાં પ્લેનના ટેકઓફ બાદની ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ છે. જે અકસ્માતનું કારણ સમજવામાં મદદગાર સાબિત થઈ શક છે. મળતી માહિતી મુજબ વિમાન ટેકઓફ બાદ માત્ર 31-32 સેકન્ડ સુધી હવામાં રહી શક્યું અને દુર્ઘટનાગ્રસ્ત થયું.
તપાસમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ 7થી 12 સેકન્ડનો સમયગાળો માનવામાં આવી રહ્યો છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે ટેકઓફની 8 સેકન્ડ બાદ વિમાન અચાનક નીચેની તરફ આવવા લાગ્યું. તેનાથી સંકેત મળે છે કે કા તો કોઈ ટેક્નિકલ ખામી હતી કે પછી પાઈલોટનું વિમાન પર નિયંત્રણ નબળું પડી ગયું. મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવ્યું છે કે પાઈલોટના અંતિમ શબ્દો હતા 'મેડે, નો થ્રસ્ટ, લૂઝિંગ પાવર, અનેબલ ટુ લિફ્ટ'. આ શબ્દો એન્જિનમાં પાવરની કમી કે પછી કોઈ અન્ય ગંભીર સમસ્યા તરફ ઈશારો કરે છે. જે તપાસનો આધાર બની શકે છે.
આ પહેલુઓ પર તપાસ
ડીજીસીએએ આ અકસ્માતના મૂળ સુધી જવા માટે અનેક પહેલુઓની તપાસ શરૂ કરી છે. સૌથી પહેલા તે સીસીટીવી ફૂટેજ, ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપિટ વોઈસ રેકોર્ડર(CVR)ની જાણકારીને એક સાથે જોડીને અકસ્માતની આખી તસવીર તૈયાર કરવાની કોશિશ કરે છે. આ ઉપરાંત ઉડાણની શરૂઆતની ક્ષણોમાં સંભવિત સમસ્યાઓની તપાસ થઈ રહી છે. જેમાં પક્ષી ટકરાવવાની ઘટના, એન્જિનનું ફેલ થવું, થ્રસ્ટમાં કમી, પાઈલોટ તરફથી કોઈ ચૂક, કે પછી ટેક્નિકલ કે સોફ્ટવેર ખરાબી જેવા કારણો હોઈ શકે છે.
આ સાથે જ એર ટ્રાફિક કંટ્રોલની સાથે થયેલી વાતચીત અને તેના રેકોર્ડિંગની પણ તપાસ થશે. ડીજીસીએ પ્લેનની મેન્ટેનન્સ હિસ્ટ્રી અને ફ્લાઈટના ઉડાણ પહેલાની તપાસના રિપોર્ટ પણ જોઈ રહ્યા છે. જેથી કરીને એ ભાળ મેળવી શકાય કે શું વિમાનમાં પહેલેથી કોઈ ખરાબી હતી. તપાસમાં 27 સેકન્ડનો સમય ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કારણ કે આ દરમિયાન વિમાન ઊંચાઈ ગુમાવવાની શરૂઆત કરી હતી. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ નાના સમયગાળામાં થયેલી ઘટનાઓ અકસ્માતના મૂળ સુધી પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે