2025 માટે સૌથી મોટી ચેતવણી : એપ્રિલ-મેમાં ડામાડોળ થશે દેશનું વાતાવરણ, ગરમી રૌદ્રરૂપ બતાવશે

Prediction For 2025 : આ વર્ષમાં ગરમીનું ખતરનાક રૌદ્ર સ્વરૂપ જોવા મળશે... નિષ્ણાતોએ 2025 ના વર્ષમાં ભયંકર ગરમી પડવાની આગાહી કરી છે  
 

2025 માટે સૌથી મોટી ચેતવણી : એપ્રિલ-મેમાં ડામાડોળ થશે દેશનું વાતાવરણ, ગરમી રૌદ્રરૂપ બતાવશે

Global Warming : ગ્લોબલ વોર્મિંગને કારણે ન માત્ર ભારત, પરંતું આખી દુનિયાનું વાતાવરણ ડામાડોળ થઈ રહ્યું છે. ત્યારે 2025 નું વર્ષ વધુ ખરાબ જશે. કારણ કે, ગ્લોબલ વોર્મિંગ વધુ તીવ્ર બનતા વર્ષ 2025 સૌથી વધુ ગરમ રહેવાની ચેતવણી આવી છે. માર્ચ મહિના વૈજ્ઞાનિકોની આગાહી કરતા વધુ ખતરનાક ગરમ રહેશે. 

હવામાન નિષ્ણાતોએ 2025 માટે અત્યાર સુધીની સૌથી મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 2025 નું વર્ષ સૌથી ગરમ વર્ષ તરીકે ગયા વર્ષનો રેકોર્ડ તોડી નાંખશે અને ગ્લોબલ વોર્મિંગની પ્રવૃત્તિ વધુ ઝડપી બનાવશે. 

વિશ્વ હવામાન સંગઠને ચેતવણી આપી કે, માનવ પ્રવૃત્તિઓમાં અને પ્રાકૃતિક પરિબળોને કારણે વર્ષ 2025 માં વૈશ્વિક તાપમાનમાં સતત ત્રીજા વર્ષે વધારો થઈ શકે છે. ગ્રીનહાઉસને કારણે ઉત્સર્જનમાં સતત વધારો થઈ રહ્યો છે. 

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી સૌથી વધુ ગરમ રહ્યું હતું. દિલ્હીએ છેલ્લાં 74 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. ત્યારે નિષ્ણાતાઓ હજી પણ વધુ ગરમી પડવાની આગાહી કરી છે. તો ફેબ્રુઆરી મહિનામાં ગરમીએ છેલ્લા ૧૨૫ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આવનારા સમયમાં પણ ગરમી વધારે હેરાન કરશે તેવી આગાહી છે. માર્ચથી મે મહિના સુધી ગરમી રાતા પાણીએ રડાવે તેવી આઇએમડીની આગાહી કરી છે. 

દેશના આ રાજ્યોમાં પડશે ભીષણ ગરમી
આઇએમડીના ડીએસ પાઇએ આગામી માર્ચથી મે સુધી ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર કર્ણાટકમાં સામાન્ય કરતા વધારે ગરમી પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે પ્રાયદ્વીપીય ભારતના કેટલાક સુદૂરવર્તી દક્ષિણી ભાગો સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમા માસિક મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news