Fact Check: 500 રૂપિયાની નોટ મુદ્દે લોકો હેરાન પરેશાન, ATMમાંથી નહીં નીકળે? જાણો શું છે સચ્ચાઈ
સોશિયલ મીડિયા પર છાશવારે અજીબોગરીબ દાવા થાય છે, કેટલાક સાચા નીકળતા હોય છે તો કેટલાક ખોટા અને ફેક જે લોકોને ગેરસમજમાં ગૂંચવે છે. તાજા કેસોમાં આવો જ એક દાવો આરબીઆઈ અંગે વાયરલ થઈ રહ્યો છે. જેનું પીઆઈબીએ ફેક્ટ ચેક કર્યું છે.
Trending Photos
શું 500 રૂપિયાની નોટ સરકાર બંધ કરવાની છે. શું 500 રૂપિયાની નોટ હવે એટીએમમાંથી નીકળતા બંધ થઈ જશે? સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર હાલ એવા 72 જેટલા દાવા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈ (RBI)ના હવાલે દાવો થઈ રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકે એટીએમથી 500 રૂપિાયની નોટ નીકળતી રોકવાના નિર્દેશ આપ્યા છે. હવે પીઆઈબીએ ફેક્ટ ચેકમાં આ દાવાની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ તેની સચ્ચાઈ જણાવી છે.
પીઆઈબી ફેક્ટ ચેક
પીઆઈબીની ફેક્ટચેક યુનિટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાયરલ દાવાની સચ્ચાઈનો ખુલાસો કર્યો છે. પીઆઈબીએ આ દાવાને ફગાવતા તેને સંપૂર્ણ રીતે ફેક ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક મુજબ આરબીઆઈએ એવા કોઈ દિશા નિર્દેશ બહાર પાડ્યા નથી. 500 રૂપિયાની નોટ કાયદેસર રીતે સંપૂર્ણ રીતે માન્ય રહેશે.
દાવો ખોટો
પીઆઈબી ફેક્ટ ચેક યુનિે એકદમ સ્પષ્ટ કર્યું છે કે વોટ્સએપ સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એ મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરાયો છે કે આરબીઆઈએ બેંકોને સપ્ટેમ્બર 2025 સુધી એટીએમથી 500 રૂપિયાની નોટ કાઢવા પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો છે. જે સંપૂર્ણ રીતે ખોટો છે.
આ દાવો પણ ખોટો
આ સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ર હેલા મેસેજમાં આરબીઆઈના હવાલે એવો પણ દાવો કરાયો છે કે માર્ચ 2026 સુધીમાં 75 ટકા એટીએમ અને ત્યારબાદ 90 ટકા એટીએમ ફક્ત 200 રૂપિયા અને 100 રૂપિયાના નોટ જ મશીનમાંથી નીકળશે. આ ખોટા દાવા સાથે જનતાને આ 500 રૂપિયાની નોટને પણ જલદી ખર્ચ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
પીઆઈબીએ પોતાના ફેક્ટ ચેકમાં આ દાવાને ભ્રામક ગણાવ્યો છે. પીઆઈબીએ લોકોને અપીલ કરી છે કે તેઓ આવી ભ્રામક ખબરો પર વિશ્વાસ ન કરે અને તેને શેર કરતા પહેલા અધિકૃત સ્ત્રોતોથી જાણકારીની ચકાસણી કરે. (આઈએએનએસ)
PIB established a Fact Check Unit પીઆઈબીની ફેક્ટ ચેક યુનિટ શું છે?
જવાબ- તે ભારત સરકારની પત્ર સૂચના કાર્યાલયની ફેક્ટ ચેક શાખા છે. PIB established a Fact Check Unit (FCU) પ્રેસ સૂચના બ્યૂરો એટલે કે પીઆઈબીએ નવેમ્બર 2019માં ભારત સરકાર, તેના વિવિધ મંત્રાલયો, વિભાગો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય કેન્દ્ર સરકારના સંગઠનો સંબંધિત ફેક સમાચારોની સમસ્યાને પહોંચી વળવા માટે એક તથ્ય તપાસ શાખા (FCU) ની સ્થાપના કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે