india attack pakistan: અડધી રાત્રે ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાનમાં મચી તબાહી, 75 આતંકીઓના મોત
india attacked pakistan through operation sindoor:: પહેલગામ હુમલો કરી ભારતનો માહોલ બગાડવાનો પ્રયાસ કરનાર આતંકીઓને ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાન પર અડધી રાત્રે એરસ્ટ્રાઇક કરી છે.
Trending Photos
Air Strike News: પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લીધો છે. ભારતે પાકિસ્તાનના 9 ઠેકાણાને નિશાન બનાવ્યા છે. જેમાં 75 આતંકીઓના મોત થયા છે.
હુમલા પછી તરત જ, NSA અજિત ડોભાલે યુએસ NSA અને વિદેશ સચિવ માર્કો રુબિયો સાથે વાત કરી અને તેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ ANI ને જણાવ્યું, "અમે અહેવાલોથી વાકેફ છીએ." આ હુમલા બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે.
સંરક્ષણ મંત્રાલયનું નિવેદન
આ અંગે ભારતીય સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ આ કાર્યવાહીમાં કુલ 9 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમારી ક્રિયાઓ કેન્દ્રિત, અહિંસક પ્રકૃતિની રહી છે. કોઈપણ પાકિસ્તાની લશ્કરી સુવિધાને નિશાન બનાવવામાં આવી નથી. ભારતે લક્ષ્યોની પસંદગી અને તેમના અમલીકરણની રીતમાં નોંધપાત્ર સંયમ દાખવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર હેઠળ, પાકિસ્તાનમાં મુદ્રિકે, કોટલી, મુઝફ્ફરાબાદ અને બહાવલપુર સહિત 9 સ્થળોએ મિસાઇલો છોડવામાં આવી છે. અહીંના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે.
Union Minister Kiren Rijiju tweets, "#OperationSindoor"
(Video Source: Kiren Rijiju/X) pic.twitter.com/kdBY2xeHqN
— ANI (@ANI) May 6, 2025
રક્ષામંત્રીએ આપી માહિતી
રક્ષામંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા એક્સ પર આ હુમલાની માહિતી આપી છે. રાજનાથ સિંહે વધુ ન લખ્યું પરંતુ ભારતની જય લખ્યુ છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે પણ ભારત માતાની જય લખ્યું છે. તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જય હિંદ. જય હિંદની સેના લખ્યું છે.
આતંકીઓને બનાવ્યા નિશાન
આ વચ્ચે ભારતીય વાયુસેનાએ પેટ્રોલિંગ વધારી દીધું છે. દિલ્હીમાં બેઠકો ચાલી રહી છે. પીઆઈબી પ્રમાણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની સૈન્ય સુવિધાને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ ઓપરેશનનો ઈરાદો આતંકીઓનો ખાતમો કરવાનો હતો, ન કે પાડોશી દેશ સાથે સંઘર્ષ વધારવાનો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે