Janmashtami 2025: બાલ ગોપાલની સેવામાં મોટાભાગના લોકોથી થઈ જાય છે આ 4 ભુલ, તમે તો નથી કરતાં ને ?
Janmashtami 2025: જન્માષ્ટમીના દિવસે લડ્ડુ ગોપાલની સેવા પ્રેમ, શ્રદ્ધા અને સાવધાની સાથે કરવાની હોય છે. ખાસ તો સેવા દરમિયાન આ 4 ભુલ ન થાય તે વાતનું ધ્યાન રાખવું જોઈએ.
Trending Photos
Janmashtami 2025: હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે 16 ઓગસ્ટ 2025 ના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત તેમના બાલ સ્વરુપ લડ્ડુ ગોપાલની વિશેષ પૂજા અર્ચના કરે છે. લડ્ડુ ગોપાલ શ્રીકૃષ્ણનું બાલ્યાવસ્થાનું પ્રતીક છે. માન્યતા છે કે ભગવાનના આ સ્વરુપની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. ઘરમાં લડ્ડુ ગોપાલને બાળકની જેમ રાખવામાં આવે છે અને તેમની સેવા કરવામાં આવે છે.
ભગવાનના બાળ સ્વરુપની નિત્ય સેવામાં તેમનું સ્નાન, વસ્ત્ર બદલવા, ભોજન અને વિશ્રામ એમ 4 વાતોનું ધ્યાન રાખવામાં આવે છે. જો કે ઘણા લોકોથી બાલ ગોપાલની સેવામાં અજાણતા ભુલ થઈ જતી હોય છે. આ ભુલના કારણે તેમની પૂજાનો પ્રભાવ ઓછો થઈ જાય છે. જન્માષ્ટમીના પાવન પર્વ પર તમને જણાવીએ કે બાલ ગોપાલની સેવામાં કઈ 4 વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ઉતાવળમાં લાલાને જગાડવો
જે રીતે નાના બાળકને પ્રેમથી જગાડવામાં આવે છે તે રીતે જ બાલ ગોપાલને તેમની ઊંઘ પુરી થાય પછી પ્રેમથી જગાડવા જોઈએ. ભગવાનને ઉતાવળમાં જગાડી દેવા નહીં. ભગવાનને સવારે જગાડવાનો સમય ઋતુ અને રાતની ઊંઘ પર આધાર રાખે છે.
દરેક જગ્યાએ સાથે લઈ જવા
આ પણ એક મોટી ભુલ છે. ઘણા લોકો બાલ ગોપાલને ઘરની બહાર દરેક જગ્યાએ લઈ જાય છે. બજારમાં અને પાર્ટી જેવી શોરબકોરવાળી જગ્યાએ ભગવાનને લઈ જવા યોગ્ય નથી. તેમની શાંતિમાં ભંગ થાય છે.
રાત્રે પાણી ન રાખવું
જે રીતે રાત્રે ક્યારેય આપણે પણ પાણી પીવાની જરૂર પડે છે તેમ ભગવાન માટે પણ પાણીની વ્યવસ્થા મંદિરમાં કરવી જરૂરી છે. ઘણા લોકો રાત્રે મંદિરમાં પાણી રાખતા નથી. ભગવાન પાસે પાણીનું એક પાત્ર રાખવું જોઈએ. એવા ભાવ સાથે કે ભગવાનને તરસ લાગે તો તે પાણી ગ્રહણ કરી શકે.
રાત્રે કપડા ન બદલવા
ભગવાનની સેવા દિવસે કરતી વખતે તેમને જે વસ્ત્ર પહેરાવ્યા હોય તેમાં જ ઘણા લોકો ભગવાનને પોઢાળી દેતા હોય છે. આમ ક્યારેય કરવું નહીં. ભગવાનના વસ્ત્ર રાત્રે બદલવા જરૂરી છે. રાત્રે ઋતુ અનુસાર ભગવાનને આરામદાયક કપડા પહેરવાવવા જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે