આજથી જામશે ભારે વરસાદની રમઝટ! આ જિલ્લાઓ મેઘરાજા બોલાવશે ધડબડાટી, 5 દિવસ સૌથી ભારે

Paresh Goswami Forecast: ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. ચોમાસામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગ સહિત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. રાજ્યમાં આવતીકાલથી મેઘરાજા ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ ભારે વરસાદનું જોર રહેશે તો 16 ઓગસ્ટથી પરેશ ગોસ્વામીની સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 

1/6
image

ખેડૂતો માટે આનંદના સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે. આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ વરસાદની મોટી આગાહી કરી છે. ખેતરમાં લહેરાતો પાક પાણી વગર સુકાવા લાગ્યો છે. અન્નદાતા વરસાદની ચાતક નજરે વાટ જોઈ રહ્યો છે. ગુજરાતમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા ચરમસીમાએ છે. અગાઉના અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ હવે સૂકા પવનો અને ખેંચાયેલા વરસાદે પાકને સૂકવી નાખ્યો છે. પરંતુ, ખેડૂતો માટે આનંદના સમાચાર છે.

શું કરી અંબાલાલે આગાહી?

2/6
image

17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, ભરૂચ અને જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં 8થી 10 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે. ડાંગ, વલસાડ, ભરૂચ, જંબુસરમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે.

શું કરી પરેશ ગોસ્વામીએ આગાહી?

3/6
image

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. 16થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3 થી 6 ઈંચ વરસાદની શક્યતા રહેલી છે. 16થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5થી 10 ઈંચ, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3થી 6 ઈંચ વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે.   

4/6
image

ગુજરાતમાં મેઘરાજાનું આગમન ખેડૂતો માટે આશીર્વાદ બની રહેશે, પરંતુ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતી પણ જરૂરી છે. અમારી ટીમ આગામી દિવસોમાં હવામાનની દરેક અપડેટ તમારા સુધી પહોંચાડતી રહેશે. આ આગાહીઓએ ખેડૂતોમાં આશાનું કિરણ જગાવ્યું છે. સૂકાતા પાકને હવે નવું જીવન મળવાની આશા છે. પરંતુ, ગાજવીજ સાથેનો વરસાદ પણ પડકારો લાવી શકે છે, જેના માટે ખેડૂતો અને વહીવટી તંત્રને તૈયાર રહેવું પડશે.   

5/6
image

પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઓગસ્ટમાં 17થી 20 તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ઓગસ્ટમાં ફરીથી વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. 

6/6
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને  મેઘરાજા વરસશે. 16 ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદ વરસશે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. માછીમારોને 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.  બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થયું છે.