Bengaluru Stampede: બેંગલુરુમાં મચેલી ભાગદોડ મામલે મોટી કાર્યવાહી, RCBના ટોપ અધિકારીની ધરપકડ, અન્ય 3 પણ કસ્ટડીમાં
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આઈપીએલ 2025ની ટ્રોફી જીતવાની ઉજવણી એ ઘડીએ લોહીયાળ બની ગઈ જ્યારે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર મચેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આ મામલે હવે મોટી કાર્યવાહી થઈ છે.
Trending Photos
બેંગલુરુ પોલીસે બુધવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીની જીતની ઉજવણી દરમિયાન મચેલી ભાગદોડ મામલે એકની ધરપકડ કરી છે જ્યારે ત્રણને કસ્ટડીમાં લીધા છે. આ ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા. ધરપકડ કરાયેલામાં આઈપીએલ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ના ટોચના માર્કેટિંગ અધિકારી નિખિલ સોસલે સામેલ છે. જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારે તેઓ એરપોર્ટ જઈ રહ્યા હતા. આ મામલે પકડાયેલા ત્રણ અન્ય લોકો ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ડીએનએ સાથે જોડાયેલા છે.
અત્રે જણાવવાનું કે બેંગલુરુમાં 4 જૂનના રોજ આરસીબીની આઈપીએલ 2025 ટ્રોફી જીતવાની ખુશીમાં યોજાયેલા ઉજવણી સમારોહ વખતે મચેલી ભાગદોડ મામલે પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ નિખિલ સોસલે મુંબઈ જવાની ફિરાકમાં હતા અને જેવા તેઓ એરપોર્ટ પહોંચ્યા કે પોલીસે તેમની ત્યાં ધરપકડ કરી. નિખિલની હાલ પૂછપરછ ચાલુ છે. જેથી કરીને માહિતી મેળવી શકાય કે બેંગલુરુમાં આરસીબીની જીત બાદ થયેલી ઉજવણી ટાણે મચેલી ભાગદોડમાં અને અવ્યવસ્થામાં તેમની ભૂમિકા કેટલી ગંભીર હતી. આ ઘટનામાં 11 લોકોના જીવ ગયા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
નિખિલ ઉપરાંત 3 અન્ય લોકોને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ ચાલુ છે. હાલ પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે કાર્યક્ર્મના આયોજનમાં કયા કયા નિયમોની અવગણના કરવામાં આવી, કોની મંજૂરીથી આયોજન થયું અને શું સુરક્ષા માપદંડોનું પાલન કરાયું હતું કે નહીં. તેની પાછળ કોણ જવાબદાર છે.
આ ધરપકડ આ મામલે મોટી કાર્યવાહી ગણાઈ રહી છે અને આવનારા દિવસોમં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે. આ અગાઉ આરસીબીની ભાગદોડમાં જીવ ગુમાવનારા 11 સમર્થકોના પરિવારોને 10-10 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની પણ જાહેરાત થઈ છે.
અત્રે જણાવવાનું કે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મચેલી આ ભાગદોડમાં 11 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થવાના મામલે કબ્બન પાર્ક પોલીસ મથકમાં આરસીબી, ડીએનએ એન્ટરટેઈન્મેન્ટ નેટવર્ક્સ (જે ઈવેન્ટનું આયોજન કરનારી કંપની હતી), કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA) અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ હતી.
ડીએનએના ત્રણ સ્ટાફ મેમ્બર્સ કિરણ, સુમંથ અને સુનિલ મેથ્યુને પણ પોલીસે પકડ્યા છે. હાલ પોલીસ પૂછપરછ ચાલુ છે. નોંધનીય છે કે આ મામલે સીએમ સિદ્ધારમૈયાએ પોલીસને ભાગદોડની જવાબદાર ગણી હતી. ત્યારબાદ પોલીસ કમિશનર સહિત અનેક ઓફિસરો સસ્પેન્ડ થયા હતા. ત્યારબાદ કર્ણાટકના આઈપીએસ અધિકારી સીમાંતકુમાર સિંહને બેંગલુરુના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે