નરેન્દ્ર મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેનાર બીજા PM બન્યા
પંડિત જવાહર લાલ નેહરૂ સૌથી લાંબા સમય સુધી સતત દેશના પ્રધાનમંત્રી પદે હતા. હવે આ મામલામાં પીએમ મોદી બીજા સ્થાને પહોંચી ગયો છે.
Trending Photos
Narendra Modi: નરેન્દ્ર મોદી સતત સૌથી લાંબા સમય સુધી પોતાના પદ પર રહેનાર દેશના બીજા પ્રધાનમંત્રી બની ગયા છે. તેમણે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને આ મામલે પાછળ છોડી દીધા છે. પંડિત જવાહર લાલ નેહરૂ સતત સૌથી લાંબા સમય સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા હતા. તેઓ 16 વર્ષ અને 286 દિવસ સતત આ પદ પર રહ્યાં હતા. ઈન્દિરા ગાંધી 4077 દિવસ સુધી પ્રધાનમંત્રી રહ્યાં હતા. જ્યારે પીએમ મોદી 4078 દિવસથી આ પદ પર છે.
પ્રધાનમંત્રી મોદી ઓક્ટોબર 2001થી મે 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ પણ નરેન્દ્ર મોદીના નામે છે. નરેન્દ્ર મોદી 2014મા પીએમ બન્યા હતા. તેમણે 25 જુલાઈ 2025ના પોતાના કાર્યકાળના 4078 દિવસ પૂરા કર્યાં છે. આ રીતે તેમણે ઈન્દિરા ગાંધીને પાછળ છોડી દીધા છે.
દેશમાં સૌથી લાંબા સમય સુધી પીએમ રહેનાર ત્રણ નેતા
પંડિત નેગરૂ 15 ઓગસ્ટ 1947થી 27 મે 1964 સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. તેઓ આશરે 16 વર્ષ અને 9 મહિના આ પદ પર રહ્યાં હતા. ઈન્દિરા ગાંધી 24 જાન્યુઆરી 1966થી 24 માર્ચ 1977 સુધી પ્રધાનમંત્રી રહ્યાં હતા. તેમણે 11 વર્ષ 2 મહિના સતત આ પદ પર રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ હવે નરેન્દ્ર મોદી આ લિસ્ટમાં સામેલ થઈ ગયા હતા. તેઓ 26 મે 2014થી હજુ સુધી પીએમ પદ પર છે.
આઝાદી બાદ જન્મ થયો હોય તેવા પ્રથ પીએમ
નરેન્દ્ર મોદી પ્રથમ એવા પ્રધાનમંત્રી છે જેમનો જન્મ આઝાદ ભારતમાં થયો છે અને સૌથી લાંબા સમય સુધી પોતાના પદ પર રહ્યાં છે. તેઓ પ્રથમ બિન-કોંગ્રેસી પ્રધાનમંત્રી છે. પીએમ મોદી પૂર્ણ બહુમત બાદ સતત પદ પર રહેનાર પ્રથમ નેતા છે. પંડિત નેગરૂ બાદ એકમાત્ર એવા પ્રધાનમંત્રી છે જેણે કોઈ પાર્ટીના નેતાના રૂપમાં સતત ત્રણ સામાન્ય ચૂંટણી જીતી છે. મોદી કોઈ બિન હિંદી રાજ્યમાંથી સૌથી વધુ સમય પીએમ પદે રહેનાર નેતા પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે