પતિ-પત્ની છૂટાછેડા આપ્યા વગર બીજા પાર્ટનર સાથે રહી શકે છે, અહીં ચાલે છે અનોખી પ્રથા

Rajasthan News: ભારતમાં વિવિધ સમાજ અને વર્ગમાં લગ્નને લઈને ઘણી પ્રથા અને પરંપરા જોવા મળે છે. જાતિઓ પ્રમાણે લગ્નની પ્રથાઓ પણ અલગ-અલગ હોય છે. આજે આપણે રાજસ્થાનની એક એવી પ્રથા વિશે વાત કરીશું જેમાં પતિ-પત્ની છૂટાછેડા વગર અન્ય મહિલા કે પુરૂષ સાથે રહી શકે છે.

પતિ-પત્ની છૂટાછેડા આપ્યા વગર બીજા પાર્ટનર સાથે રહી શકે છે, અહીં ચાલે છે અનોખી પ્રથા

Rajasthan News: રાજસ્થાનની એક પ્રથા જેમાં પતિ-પત્ની છૂટાછેડા આપ્યા વગર બીજો પાર્ટનર શોધે છે અને તેની સાથે રહેવા લાગે છે. મહિલા અને પુરૂષ બંનેને સાથે રહેવા માટે લગ્નની જરૂર નથી.

રાજસ્થાનમાં આ પ્રથાને નાતા પ્રથાના નામથી ઓળખવામાં આવે છે, તે રાજસ્થાનની કેટલીક જાતિઓમાં જોવા મળે છે. જે પ્રમાણે પરિણીત મહિલાઓ પોતાના પતિને છોડી બીજા કોઈ પુરૂષ સાથે રહી શકે છે. સાથે કોઈ પરિણીત મહિલા સાથે એક પતિની જેમ રહી શકે છે.

નાતા પ્રથા પ્રમાણે પરિણીત મહિલાને પોતાના પતિને છોડી કોઈ બીજા પુરૂષ સાથે લગ્ન વગર રહેવાની મંજૂરી છે. નાતા પ્રથામાં મહિલા અને પુરૂષ બંનેએ સાથે રહેવા માટે લગ્નની જરૂર નથી. આ પ્રથા 'નાતા કરવા' કહેવાય છે, જેમાં કોઈ ઔપચારિક રીતિ-રિવાજ કરવા પડતા નથી. માત્ર આપસી સહમતીથી થાય છે. વિધવા મહિલાઓ પણ નાતા કરી શકે છે.

નાતા પ્રથા રાજસ્થાનમાં જૂની પ્રથાઓમાં સામેલ છે. રાજસ્થાનની કેટલીક જાતિઓમાં પત્ની પોતાના પતિને છોડી કોઈ અન્ય પુરૂષ સાથે રહી શકે છે.

નાતા પ્રથામાં કોઈપણ પરિણીત પુરૂષ કે મહિલા જો કોઈ બીજા પુરૂષ કે મહિલા સાથે રહેવા ઈચ્છે છે તો તે કેટલાક રૂપિયા આપી એક સાથે રહી શકે છે. આ પ્રથા રાજસ્થાનમાં ખૂબ જાણીતી છે. કહેવાય છે કે નાતા પ્રથા વિધવા સ્ત્રીઓ માટે શરૂ કરવામાં આવી હતી, જેથી સામાજિક જીવન જીવવા માટે તેને માન્યતા મળી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news