ઓપરેશન સિંદૂર: 'ચાઈનીઝ માલ' HQ-9ના ચક્કરમાં પાકિસ્તાન ઝૂડાઈ ગયું? દાટ વાળ્યો આ એર ડિફેન્સે! ભારતે વરસાવી મિસાઈલો

Operation Sindoor: પાકિસ્તાનની ચીની HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ ભારતની સૈન્ય તાકાત અને રણનીતિ આગળ સંપૂર્ણ રીતે વામણી સાબિત થઈ. ભારતના  S-400, રાફેલ, સુખોઈ, અને બ્રહ્મોસ જેવી એડવાન્સ સિસ્ટમ્સે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ધ્વસ્ત કરી અને સાબિત કર્યું કે ચાઈનીઝ માલની ચમક ફક્ત દેખાડો છે. 

ઓપરેશન સિંદૂર: 'ચાઈનીઝ માલ' HQ-9ના ચક્કરમાં પાકિસ્તાન ઝૂડાઈ ગયું? દાટ વાળ્યો આ એર ડિફેન્સે! ભારતે વરસાવી મિસાઈલો

પાકિસ્તાને પોતાની હવાઈ સુરક્ષા મજબૂત કરવા માટે ચીન નિર્મિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ પર ભરોસો જતાવ્યો. પરંતુ હાલના ઘટનાક્રમોએ સાબિત કરી દીધુ કે  પાકિસ્તાનનો આ ચાઈનીઝ માલ ભારતની સૈન્ય તાકાત આગળ નિષ્ફળ રહ્યો. ભારતે પોતાની એડવાન્સ મિસાઈલો અને રણનીતિના દમ પર પાકિસ્તાનની હવાઈ સુરક્ષાને ભેદીને વીણી વીણીને ટાર્ગેટ પસંદ કરી મિસાઈલો વરસાવી. 

પહેલગામ હુમલા બાદ વધ્યો તણાવ
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ ભારત પાકિસ્તાનના સંબંધોની આગમાં ઘીનું કામ કર્યું. આ હુમલા બાદ ભારતે સ્પષ્ટ કરી દીધુ કે કોઈ પણ આતંકી ગતિવિધિ સહન નહીં કરે. પાકિસ્તાનને આશંકા હતી કે ભારત જલદી જવાબી કાર્યવાહી કરી શકે છે. આ ડરથી સરહદૈ સૈન્ય તૈનાત કરી દીધુ. પાકિસ્તાની વાયુસેનાએ JF-17 અને  J-10 જેવા ફાઈટર વિમાનોથી પેટ્રોલિંગ શરૂ કર્યું અને કરાચી તથા રાવલપિંડી જેવા મહત્વપૂર્ણ સુરક્ષા ઠેકાણાઓ માટે ચીની HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી. 

HQ-9: પાકિસ્તાનનો 'ચાઈનીઝ માલ'
HQ-9 એક લાંબા અંતરની જમીનથી હવામાં માર કરનારી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. જેને ચાઈના પ્રિસિસન મશીનરી ઈમ્પોર્ટ એક્સપોર્ટ કોર્પોરેશન(CPMIEC)એ વિક્સિત કરી છે. પાકિસ્તાને આ સિસ્ટમને 2021માં પોતાની સેનામાં સામેલ કરી હતી. જેથી કરીને ભારતના રાફેલ, સુખોઈ, અને બ્રહ્મોસ મિસાઈલો જેવા હવાઈ જોખમનો મુકાબલો કરી શકે. તેની રેન્જ 125થી 200 કિમી સુધીની હોવાનું કહેવાય છે. એક સાથે 100 ટાર્ગેટ્સ ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે. 

પાકિસ્તાની વિશેષજ્ઞ HQ-9 ની સરખામણી ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમ સાથે કરે છે. પરંતુ ટેક્નિકલી તે S-400 કરતા ઘણી પાછળ છે. દાખલા તરીકે S-400 ની રેન્જ 400 કિમીની છે. તેને તૈનાત કરવામાં ફક્ત 5 મિનિટ લાગે છે. જ્યારે HQ-9 ને તૈનાત કરવામાં 35 મિનિટનો સમય લાગે છે. આ ઉપરાંત HQ-9 ની રડાર સિસ્ટમ ભારતની બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઈલોને રોકવામાં નબળી સાબિત થઈ છે. 

પાકિસ્તાનની એર ડિફેન્સ કેમ ફેલ થઈ?
હાલના ઘટનાક્રમોમાં ભારતે પોતાની સૈન્ય રણનીતિ હેઠળ પાકિસ્તાનના અનેક ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા. ખાસ કરીને બહાવલપુરમાં ભારતીય મિસાઈલોએ સટીક હુમલા કર્યા. જેને રોકવામાં પાકિસ્તાનની HQ-9 સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ રહી. તેની પાછળ અનેક કારણો છે. 

ટેક્નિકલ ખામીઓ
HQ-9 ની રડાર સિસ્ટમ  ભારતના S-400 ના મલ્ટી-AESA રડાર જેટલી એડવાન્સ નથી. તે બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઈલોને ટ્રેક તો કરી શકે છે. પરંતુ તેને રોકવામાં અસમર્થ છે. 9 માર્ચ 2022ના રોજ ભારત તરફથી ભૂલથી એક બ્રહ્મોસ મિસાઈલ પાકિસ્તાન પાકિસ્તાનના મિયા ચન્નૂમાં પડી હતી જેને HQ-9 એ ટ્રેક કરી પરંતુ રોકી શકી નહીં. 

ભારતની SEAD રણનીતિ
ભારતે પોતાની સપ્રેશન ઓફ એનિમી એર ડિફેન્સ (SEAD) રણનીતિ હેઠળ સુખોઈ-30 MKI ફાઈટર જેટ્સ, Kh-31P એન્ટી રેડિએશન મિસાઈલ અને સ્વદેશી રુદ્રમ-1 મિસાઈલનો ઉપયોગ  કર્યો. આ મિસાઈલો પાકિસ્તાનના રડાર અને એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવામાં સક્ષમ છે. 

ચાઈનીસ હથિયારોની ગુણવત્તા
પાકિસ્તાન પોતાની 95%થી વધુ સૈન્ય જરૂરિયાતો માટે ચીન પર નિર્ભર છે. પરંતુ ચીની હથિયારોની ગુણવત્તા પર હંમેશા  સવાલ ઉઠે છે. HQ-9 જેવી સિસ્ટમ મર્યાદિત યુદ્ધની સ્થિતિમાં ભારતની એડવાન્સ ટેક્નોલોજી સામે ટકી શકી નહીં. 

ભારતની સટિક મિસાઈલો
ભારતની બ્રહ્મોસ, અસ્ત્ર, અને રુદ્રમ જેવી મિસાઈલો અત્યાધિક સટીક અને તેજ છે. તેમની ગતિ અને સ્ટીલ્થ ક્ષમતા  HQ-9 જેવી સિસ્ટમ માટે પડકારો બની ગઈ છે. 

ભારતની સૈન્ય તાકાત અને રણનીતિ
ભારતની વાયુસેના અને મિસાઈલ ક્ષમતાએ આ ઘટનાક્રમમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી. કેટલા પ્રમુખ હથિયારો અને રણનીતિઓ, જેમણે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા. 

S-400 એર ડિફેન્સ સિસ્ટમ
ભારતની S-400 સિસ્ટમ દુનિયાની સૌથી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમોમાંથી એક છે. તે 400 કિમીની રેન્જમાં વિમાન, ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરી શકે છે. પાકિસ્તાનના F-16 વિમાનોને S-400 ના ડરથી ગ્વાદર જેવા દૂરના સ્થળોએ શિફ્ટ કરવા પડ્યા. 

રાફેલ અને સુખોઈ-30  MKI: ભારતના રાફેલ અને સુખોઈ-30  MKI ફાઈટર વિમાનો મેટિયોર, બ્રહ્મોસ, અને R-77 જેવી મિસાઈલોથી લેસ છે. આ વિમાન HQ-9 ની રેન્જથી બહાર રહીને સટીક હુમલો કરવામાં સક્ષમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news