પહેલગામ આતંકી હુમલા પર રોબર્ટ વાડ્રાના નિવેદનથી બબાલ, ભાજપે કરી માફીની માંગ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર રોબર્ટ વાડ્રાએ કહ્યું કે દેશની સરહદે આવેલા દેશોને લાગે છે કે ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

પહેલગામ આતંકી હુમલા પર રોબર્ટ વાડ્રાના નિવેદનથી બબાલ, ભાજપે કરી માફીની માંગ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધી 26 લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગૃહ મંત્રી અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને ઘાયલો સાથે મુલાકાત કરી હતી. બીજીતરફ આ ઘટના પર રાજનીતિ પણ થવા લાગી છે. નવો વિવાદ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના નિવેદનને લઈને છે. વાડ્રાએ પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને કહ્યું કે દેશમાં મુસલમાન નબળાઈ અનુભવી રહ્યાં છે અને આ ઘટના પીએમ મોદી માટે એક સંદેશ છે. રોબર્ટ વાડ્રાના આ નિવેદનને લઈને ભાજપે વિરોધ વ્યક્ત કર્યો છે અને માફીની માંગ કરી છે.

શું બોલ્યા રોબર્ટ વાડ્રા?
પહેલગામ આતંકી હુમલાને લઈને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાએ કહ્યુ- મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે અને મારી સંવેદનાઓ તે આતંકવાદી કૃત્યોમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે છે. આપણા દેશમાં આ સરકાર હિંદુત્વની વાત કરે છે અને અલ્પસંખ્યક અસહજ અને પરેશાન અનુભવે છે. જો તમે આ આતંકવાદી કૃત્યનું વિશ્લેષણ કરીએ, જો તે (આતંકવાદી) લોકોની ઓળખ જોઈ રહ્યાં છે, તો તે આવું શું કામ કરી રહ્યાં છે? કારણ કે આપણા દેશમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે એક વિભાજન પેદા થઈ ગયું છે. તેનાથી આ પ્રકારના સંગઠનોને લાગશે કે હિંદુ બધા મુસલમાનો માટે સમસ્યા પેદા કરી રહ્યાં છે.

— ANI (@ANI) April 23, 2025

રોબર્ટ વાડ્રાએ આગળ કહ્યું, "ઓળખને જોવી અને પછી કોઈની હત્યા કરવી, આ વડાપ્રધાન માટે એક સંદેશ છે, કારણ કે મુસ્લિમો નબળાઈ અનુભવી રહ્યા છે. લઘુમતીઓ નબળાઈ અનુભવી રહ્યા છે. આ ઉપરથી આવવું જોઈએ કે આપણે આપણા દેશમાં સુરક્ષિત અને બિનસાંપ્રદાયિક અનુભવીએ છીએ અને અમે આવા કૃત્યો બનતા જોઈશું નહીં."

ખરાબ સ્તરની રાજનીતિનો પ્રયાસઃ નલિન કોહલી
રોબર્ટ વાડ્રાના નિવેદન પર ભાજપ નેતા નલિન કોહલીએ કહ્યુ- વાડ્રાનું નિવેદન નિંદનીય છે. આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે આ કયા પ્રકારની સંવેદનશીલતા છે? એક તરફ પીએમ મોદી પોતાની સાઉદી અરબની યાત્રા અધવચ્ચે છોડી પરત આવી ગયા. ગૃહમંત્રી અમિત શાહ તત્કાલ ઘાટી પહોંચ્યા. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે કહે છે કે તે સરકારની સાથે છે અને બીજીતરફ રોબર્ટ વાડ્રા જે નેહરૂ-ગાંધી પરિવારથી છે તે આવા નિવેદન આપી ગંદા સ્તરની રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વાડ્રાએ પોતાના નિવેદન માટે માફી માંગવી જોઈએ. સાથે કોંગ્રેસ પાર્ટી, નેહરૂ-ગાંધી પરિવાર એટલે કે સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે તે આ નિવેદન સાથે ઉભા છે કે નહીં?"

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news