આજે જ ઘરના ખૂણેખાચરે જોઈ લો કે આવી કોઈ 20 રૂપિયાની નોટ પડી છે? ભાગ્ય પલટાઈ જશે, માલામાલ થઈ શકો છો
જો તમારી પાસે પણ આ પ્રકારની કોઈ 20 રૂપિયાની નોટ હોય તો તમે સારી એવી કમાણી કરી શકો છો. જાણો કઈ રીતે.
Trending Photos
શું તમે ક્યારેય વિચાર્યું છે ખરા કે 20 રૂપિયાની નોટ તમને સારી એવી કમાણી કરાઈ શકે? બેંકમાં તમને 20 રૂપિયાના બદલામાં 20 રૂપિયા જ મળે છે. પરંતુ આજકાલ જૂની અને દુર્લભ નોટોના કલેક્ટર્સાં એક નવો ટ્રેન્ડ છે. આ લોકો એવી ખાસ નોટો માટે મોટી અને તગડી રકમ આપવા માટે તૈયાર રહે છે. જો તમારી પાસે પણ આવી કોઈ નોટ હોય તો તમે ઓનલાઈન વેચીને હજારો કે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.
કોવિડ બાદ નવા રસ્તા
કોવિડ 19 બાદ અનેક લોકોએ નોકરી ગુમાવી દીધી અને કમાણીના નવા રસ્તા શોધ્યા. કેટલાક લોકો બિઝનેસ કરે છે તો કેટલાક યુટ્યુબથી પૈસા કમાય છે. પરંતુ કેટલાક લોકો વધુ મહેનત કર્યા વગર મોટી કમાણી કરે છે. જૂની નોટોથી પણ સારી કમાણી થઈ શકે છે. જો તમને જૂની નોટો કે સિક્કા જમા કરવાનો શોખ હોય તો તમારી તિજોરી જરૂર ચેક કરો. બની શકે કે તમારી પાસે આવી કોઈ 20 રૂપિયાની નોટ હોય જે તમને લાખોની કમાણી કરાવી શકે. આ દુર્લભ નોટો ઓનલાઈન વેચીને તમે હજારો કે લાખો રૂપિયા કમાઈ શકો છો.
કેવી રીતે થશે કમાણી
એવી અનેક વેબસાઈટ્સ છે જ્યાં તમે આ નોટ વેચી શકો છો. કેટલાક પ્લેટફોર્મ દુર્લભ 20 રૂપિયાની નોટ માટે 4 લાખ રૂપિયા સુધી આપવા તૈયાર છે. પોતાના ઘરમાં આવી ખાસ નોટની શોધ શરૂ કરી દો. પરંતુ આ દુર્લભ નોટો માટે કેટલીક શરતો છે. જાણો તમારે શું ચેક કરવાનું રહેશે.
નોટની ખાસ વાતો
આંતરરાષ્ટ્રીય બજારમાં જૂની નોટ વેચતી વખતે કેટલીક મહત્વપૂર્ણ વાતો ખાસ ધ્યાન રાખવાની હોય છે. સૌથી પહેલા તો નોટ સામે '786' નંબર પ્રમુખતાથી લખેલો હોવો જોઈએ. આ ઉપરાંત નોટનો રંગ ગુલાબી હોવો જોઈએ. તમે વિચારી રહ્યા હશો કે 789 નંબર આટલો ખાસ કેમ છે. અનેક કલ્ચર્સમાં 786 નંબરને પવિત્ર અને ભાગ્યશાળી માનવામાં આવે છે. ધાર્મિક લોકો આવી નોટો પોતાના ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવવા માટે ખરીદે છે. જો તમારી પાસે આવી ત્રણ દુર્લભ નોટ હોય તો તમે તેને 12 લાખ જેવી રકમમાં વેચી શકો છો.
આ નોટને વેચવી ખુબ સરળ છે અને તમે તે ઘરેબેઠા પણ વેચી શકો છો. આ માટે તમારે ફક્ત એક મોબાઈલ ફોન કે લેપટોપ જોઈએ. તમે આ દુર્લભ નોટોને ઘરે બેઠા જ વિશ્વ બજાર જેવી વેબસાઈટોના માધ્યમથી વેચી શકો છો. બસ ઈબે જેવી કોઈ સાઈટ પર જાઓ, રજિસ્ટર કરો અને તમારી નોટને વેચાણ માટે લિસ્ટ કરો.
(Disclaimer: આ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે