Suhagrat: સુહાગરાતે મધમધતા ફૂલોથી બેડ કેમ સજાવવામાં આવે છે? ભાગ્યે જ કોઈને ખબર હશે આ મોટું કારણ

Wedding Night: સુહાગરાતે નવ પરિણીત કપલનો બેડ ફૂલોથી સજાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ કરાય છે? આ પરંપરા વિશે ખાસ જાણો. 

Suhagrat: સુહાગરાતે મધમધતા ફૂલોથી બેડ કેમ સજાવવામાં આવે છે? ભાગ્યે જ કોઈને ખબર હશે આ મોટું કારણ

લગ્ન થવાના હોય ત્યારે સુહાગરાતનું નામ સાંભળીને જ દરેક યુવક યુવતીના આંખોમાં અનેક સપના સજતા હોય છે. લગ્નની સૌથી ખાસ વાત હોય છે સુહાગરાત. નવું કપલ પહેલીવાર એક બીજાની સાથે સમય પસાર કરે છે. આ રાતને જાદુઈ બનાવવા માટે બેડને ફૂલોથી સજાવવામાં આવે છે. સુહાગરાતમાં ફૂલોથી બેડને સજાવવો એ ફક્ત એક સજાવટ નહીં પરંતુ હિન્દુ લગ્નોનો ખાસ રિવાજ છે. જે પ્રેમ, રોમાન્સ અને નવા જીવનની શરૂઆતનું પ્રતિક છે. ગુલાબની પાંખડીઓ પ્રેમ દર્શાવે છે. ચમેલી પવિત્રતા અને મોગરો ખુશી. જે સ્વર્ગ જેવો અહેસાસ આપે છે. પરંતુ સવાલ એ છે કે આ રિવાજ ક્યાંથી આવ્યો અને ફૂલોથી સજાવવાનો રિવાજ  ક્યારે આવ્યો. 

ઈતિહાસમાં ઝાંકીએ તો આ રિવાજ ફક્ત આજનો નથી પરંતુ સદીઓ જૂનો છે. વેદો અને પુરાણોમાં ફૂલોને પવિત્રતા, સુંદરતા અને પ્રેમનું પ્રતિક ગણવામાં આવે છે. ઋગ્વેદ (લગભગ 1500-1200 ઈસ.વી.  પૂર્વે) માં ફૂલોને દેવતાઓને ચડાવવાની અને શુભ કામોમાં ઉપયોગમાં લેવાની વાત કરેલી છે. પ્રાચીન ભારતમાં રાજા મહારાજાઓ પોતાની રાણીઓની સાથે ખાસ પળોમાં મહેલને  ફૂલોથી સજાવતા હતા. લગ્ન જેવા શુભ અવસરે ફૂલોનો ઉપયોગ વધી જતો હતો. 

કેટલાક ઈતિહાસકાર માને છે કે ગુપ્તકાળમાં (લગભગ 300-550 ઈસ્વી.)માં લગ્નની રસ્મોમાં ફૂલોની સેજ સજાવવાનું ચલણ શરૂ થયું. તે સમયે લોકો ફૂલોને દેવતાઓની પૂજા અને પ્રેમના એકરાર માટે ઉપયોગમાં લેતા હતા. ડો. રમેશ ચંદ્ર શર્મા પોતાના પુસ્તક  Indian Marriage Customs (2018) માં લખે છે કે પ્રાચીન ભારતમાં લગ્નની રાતે દુલ્હા દુલ્હનના રૂમને ફૂલોથી સજાવવાનું ચલણ વૈદિક કાળથી શરૂ થયું. ફૂલોને શુભતા અને સકારાત્મકતાનું પ્રતિક ગણવામાં આવતા હતા. એવું કહેવાય છે કે ફૂલોની સુગંધથી માહોલ ખુશનુમા બની જાય છે અને કપલ વચ્ચેનો તણાવ ઘટી જાય છે. 

કામસૂત્રમાં પણ ફૂલોનો ઉલ્લેખ છે જ્યાં લગ્ન જીવનને ખુશહાલ બનાવવા માટે રોમેન્ટિંક માહોલ બનાવવાની વાત કરી છે. ફૂલોની સેજ તેનો ભાગ છે. મુઘલ કાળમાં પણ આ પરંપરા વધી. બાદશાહ પોતાના હરમને ગુલાબ અને મોગરાથી સજાવતા હતા અને લગ્નની રાતે ફૂલોની ખાસ વ્યવસ્થા રહેતી હતી. ધીરે ધીરે આ રિવાજ સામાન્ય લોકો સુધી પહોંચ્યો અને આજે દરેક લગ્નમાં ફૂલોની સજાવટ જોવા મળે છે. 

પરંતુ ફૂલોની સેજ સજાવવાનું કારણ ફક્ત રોમાન્સ નથી. તેની પાછળ અનેક ઊંડા અર્થ છે. પહેલું એ કે ફૂલોની સુગંધ મગજને શાંતિ આપે છે. લગ્નના તણાવ અને થાક બાદ તે કપલને રિલેક્સ કરે છે. બીજુ, હિન્દુ માન્યતાઓમાં ફૂલો શુભતા અને સકારાત્મકતા લાવે છે. ત્રીજુ એ કે આ પરંપરા નવા જીવનની શરૂઆતને ખાસ બનાવે છે. જેમ કે ફૂલો ખીલીને નવી સવારનું સ્વાગત કરે છે. આજે પણ આ રિવાજ યથાવત છે. જો કે હવે લગ્નોમાં ફૂલોની સેજને મોર્ડન ટચ મળ્યો છે. જેમાં એલઈડી લાઈટ્સ, ડિઝાઈનર પાંખડીઓ અને થીમ બેસ્ડ સજાવટ જોવા મળે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news