Weather Forecast: 70 કિમીની ઝડપથી આવશે આંધી-તોફાન, ગુજરાતમાં આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ

IMD Monsoon 2025 Alert: કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસાએ સમય પહેલા દસ્તક આપી દીધી છે. આ સાથે જ દિલ્હી એનસીઆરમાં પણ વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે શું આગાહી કરી છે અને ગુજરાત માટે શું આગાહી છે તે ખાસ જાણો. 

Weather Forecast: 70 કિમીની ઝડપથી આવશે આંધી-તોફાન, ગુજરાતમાં આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ

કેરળ બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મહારાષ્ટ્રમાં પણ સમય પહેલા દસ્તક આપી દીધી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2થી 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચી શકે છે. જેની અસરથી રાજ્યના અનેક ભાગોમાં મૂશળધાર વરસાદની ચેતવણી અપાઈ છે. મુંબઈમાં મધરાતથી જ સતત પડી રહેલા વરસાદના કારણે સોમવારે સવારે ટ્રેનો પર અસર જોવા મળી રહી છે. મધ્ય રેલવેની મેઈન લાઈન પર કલ્યાણ તરફ જતી ધીમી લોકલ ટ્રેનો 5 મિનિટ મોડી છે. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ફાસ્ટ ટ્રેનેમાં સરેરાશ 10 મિનિટ લેટ જોવા મળી રહી છે. ધીમી લોકલ સેવાઓ પણ સામાન્યથી 5 મિનિટ મોડી ચાલી રહી છે.

અનેક રાજ્યો માટે રેડ એલર્ટ
મહારાષ્ટ્ર ઉત્તરાખંડ, કેરળ અને કર્ણાટકના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયો છે. જ્યારે દિલ્હી એનસીઆર માટે યલ્લો એલર્ટ જાહેર કરાયો છે. આજે આઈએમડીએ મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગિરી, અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મુંબઈ, ઠાણે, પાલઘર અને મહારાષ્ટ્રના કેટલાક અન્ય જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. આગાી 3-4 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ શકે છે અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. પ્રશાસને નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. 

35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ કર્ણાટક (બેંગ્લુરુ સહિત), આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો, તમિલનાડુના બાકી ભાગો અને પૂર્વોત્તરમાં આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસુ આગળ વધશે. જ્યારે દક્ષિણ  પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચી ગયું છે. છેલ્લા 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. આઈએમડીના જણાવ્યાં મુજબ ચોમાસુ આગામી ત્રણ દિવસમાં મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોમાં પણ પહોંચી જશે. આ અગાઉ 1990માં 20મી મેના રોજ ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચ્યુ હતું. દક્ષિણ પશ્ચિમ મોનસૂન કર્ણાટકમાં આગળ વધી ગયું છે. હવામાન વિભાગે કાંઠા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ  કન્નડમાં સમુદ્રમાં ઉથલપાથલ, સતત વરસાદ, ભારે પવન અને ઉખડી ગયેલા ઝાડ જોવા મળી રહ્યા છે. 

કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદનું અનુમાન
26 તારીખે કેરળ અને માહેમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા, આંધી તોફાન, વીજળીના કડાકા ભડાકા તથા 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવનની સાથે હળવો વરસાદ કે વધુ વરસાદની શક્યતા છે. 27-31 મે દરમિયાન ખુબ ભારે વરસાદની શક્યતા છે. 25-27 મે દરમિયાન કાંઠા વિસ્તારો અને દક્ષિણ કર્ણાટકમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. 

— India Meteorological Department (@Indiametdept) May 25, 2025

કેરળ કર્ણાટકમાં રેડ એલર્ટ
25થી 31 મે સુધી  કેરળ, ગોવા, કર્ણાટક, અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કેરળમાં 25-26 અને કર્ણાટકમાં 26-27 મેના રોજ મૂશળધાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 26મીએ તમિલનાડુના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફૂંકવવા અંગે એલર્ટ જાહેર કર્યું છે. 

The Met department has issued a red alert in the coastal belt—rough seas, relentless rain, gusty winds, and uprooted trees can be seen in Dakshin Kannada. pic.twitter.com/IemHVCFh11

— ANI (@ANI) May 25, 2025

ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ઉત્તર પૂર્વી રાજ્યો અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 25થી 31 મે સુધી મુશળધાર વરસાદની આગાહી છે. 28થી 31 મી મે વચ્ચે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. 

દિલ્હી-એનસીઆર માટે આગાહી
દિલ્હી એનસીઆરમાં રવિવારે ખુબ વરસાદ પડ્યો. જેનાથી રસ્તાઓ પાણીથી ડૂબાડૂબ થઈ ગયા. હવામાન વિભાગે દિલ્હી એનસીઆર માટે  હળવા વરસાદ અને ગાજવીજ સાથે છૂટા છવાયા ઝાપટા પડવાની આગાહી કરી છે. આ વિસ્તાર માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી એનસીઆરમાં 26મીએ પણ વાદળા છવાયેલા રહેશે. હળવો કે મધ્યમ વરસાદ ગાજવીજ સાથે અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જે 50કિમી સુધી પહોંચી શકે છે. 

મહારાષ્ટ્ર ગુજરાત અને મરાઠાવાડામાં વરસાદ
આઈએમડીના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત અને મરાઠાવાડામાં વાદળ ગરજવાની સાથે ભારે આંધી (50-7- કિમી પ્રતિ કલાક) અને વરસાદનું એલર્ટ છે. કોંકણ અને ગોવામાં 30 મે સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન કર્યું છે. દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં બનેલા લો પ્રેશર સિસ્ટમના કારણે હવામાન બગડશે અને ભારે વરસાદ પડશે. 

ગુજરાતનું હવામાન
ગુજરાતમાં કાલે રાતે અમદાવાદમાં એકાએક હવામાનમાં પલટો જોવા મળ્યો. આંધી સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો. નરોડા, સરદારનગર, કુબેરનગર, શાહીબાગ, સેજપુર બોઘા, મેમ્કો જેવા વિસ્તારોમાં રાત્રે વરસાદ પડ્યો. નવકાસ્ટ બુલેટિનમાં સવારે 10 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. નવસારી, વલસાડ, દમણ  દાદર અને નગર હવેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. 41-61 kmph ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. સુરત, તાપી, ડાંગમાં પણ વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રત્નાગિરી આસપાસ સિસ્ટમ. ડિપ્રેશનને કારણે રત્નાગિરી અને કોંકણમાં અતિભારે વરસાદ પડી શકે. સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દ.ગુજરાતમાં ભારે વરસાદ 
28 થી 31 મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા. દરિયો ભારે તોફાની બનશે. સમુદ્રમાં કરંટ જોવા મળશે. 65-70 કિ.મી ઝડપે પવન રહેવાની શક્યતા. 28 મે થી 27 જુન સુધી પવનની ગતિ વધુ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકશાન થઈ શકે છે. 6 જુન સુધીમાં ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે. આ વરસાદથી વાવણી ન કરવી. 21 જુન બાદ વાવણી કરવી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news