Cleaning Tips: પાણીમાં આ 2 વસ્તુ મિક્સ કરી ટુવાલ-નેપકીન 10 મિનિટ પલાળો, પાણીમાં જ નીકળી જશે બધા ડાઘ
Cleaning Tips: ટુવાલ અને નેપકીન પર થયેલા ડાઘ કાઢવા મુશ્કેલ કામ લાગે છે. પરંતુ આ કામ મુશ્કેલ નથી. જો તમે પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરી ટુવાલ અને નેપકીનને સાફ કરો છો તો મહેનત વિના ટુવાલનો મેલ પાણીમાં જ નીકળી જશે.
Trending Photos
Cleaning Tips: ટુવાલ રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુ છે. જોકે ટુવાલને રોજે રોજ ધોવામાં આવતો નથી. દર બે કે ત્રણ દિવસે ટુવાલ ધોવાતા હોય છે. રોજ ઉપયોગમાં લેવાતો હોવાથી ટુવાલ ઝડપથી ગંદો થઈ જાય છે અને તેમાં ડાઘ પણ દેખાવા લાગે છે. સારી રીતે ધોવા એટલા માટે પણ જરૂરી છે કે તેમાં ધીરે ધીરે કીટાણુ પણ ઉત્પન્ન થવા લાગે છે. તેથી જ સપ્તાહમાં બે વખત ટુવાલ ધોવો જ જોઈએ. જો સામાન્ય કપડાની સાથે જ ટુવાલ ધોવામાં આવે તો તેમાંથી ડાઘ જતા નથી. તેથી જ ટુવાલ ધોવાના સરળ ઘરેલુ ઉપાય આજે તમને જણાવીએ. તો તમે આ રીતે ટુવાલ ધોવાનું રાખશો તો કોઈ પણ પ્રકારની મહેનત વિના ટુવાલ એકદમ સાફ થઈ જશે અને કીટાણુ મુક્ત પણ થશે.
ટુવાલ સાફ કરવા માટે બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરવો જોઈએ. આ બંને વસ્તુનો ઉપયોગ કરવાથી ગંદો ટુવાલ પણ મહેનત વિના સાફ થઈ જાય છે. બેકિંગ સોડા અને વિનેગર શક્તિશાળી ક્લીનર છે. જો બંનેનો ઉપયોગ એક સાથે કરવામાં આવે તો તેનાથી કપડાના ડાઘ, કપડાની બદબૂ અને કપડામાં રહેલા કીટાણુ દૂર થઈ જાય છે.
વિનેગર અને બેકિંગ સોડાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એક ટબમાં ગરમ પાણી ભરવું અને તેમાં ગંદો ટુવાલ પલાળી લેવો. એક બાઉલમાં બેકિંગ સોડા અને વિનેગર મિક્સ કરીને જે પાણીમાં ટુવાલ પલાળ્યો હોય તેમાં મિક્સ કરી દો. જો ટુવાલ વધારે ગંદો અને ડાઘવાળો હોય તો આખી રાત તેને પાણીમાં પલાળો. જો તમે સપ્તાહમાં બે કે ત્રણ વખત ટુવાલ ધોવાનું રાખો છો તો 10 થી 15 મિનિટમાં પણ કામ થઈ જશે. આ પાણીમાં પલાળ્યા પછી નોર્મલ પાણીથી ટુવાલ સાફ કરી લેવો.
વિનેગર અને બેકિંગ સોડાનો ઉપયોગ તમે નેપકીન સાફ કરવામાં પણ કરી શકો છો. રોજ ઉપયોગમાં લેવાતા નેપકીન પણ ખરાબ થઈ જતા હોય છે અને તેમાં પણ કિટાણુ હોય છે જેના કારણે તેમાંથી ગંદી વાસ પણ આવે છે. જો તમે બેકિંગ સોડા અને વિનેગરની મદદથી નેપકીન ધોવાનું રાખો છો તો તેમાંથી પણ મેલ અને કીટાણુ એકવારમાં જ સાફ થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે