NOTAM: યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગુજરાતના 7 એરપોર્ટ માટે જાહેર થયું એ NOTAM એટલે શું ? જાણો

What is NOTAM: ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ગુજરાતના 7 એરપોર્ટ માટે નોટોમ નોટિસ જાહેર કરવામાં આવી છે. આજે તમને જણાવીએ નોટોમ એટલે શું અને આ નોટિસ ક્યારે જાહેર કરવામાં આવે છે?

NOTAM: યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગુજરાતના 7 એરપોર્ટ માટે જાહેર થયું એ NOTAM એટલે શું ? જાણો

What is NOTAM: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ ભારતીય સેના આપી રહી છે. આ સ્થિતિમાં સુરક્ષાના ભાગરુપે ભારત સરકારે ગુજરાતના 7 એરપોર્ટને નોટોમ નોટિસ જાહેર કરી છે. પરંતુ આ નોટોમ શું હોય છે તેના વિશે ઓછા લોકો જાણતા હોય છે. આજે તમને જણાવીએ નોટોમ એટલે શું અને આ નોટિસ ક્યારે જાહેર કરવામાં આવે છે.
યુદ્ધ એજ કલ્યાણ... લેટેસ્ટ અપડેટ માટે જુઓ અમારી લાઈવ ટીવી.. કરો ક્લિક

નોટોમ એટલે શું ?

NOTAM નો અર્થ છે નોટિસ ટુ એરમેન. હકીકતમાં નોટોમ એક નોટિસ છે જે પાયલટ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને વિમાનન સાથે જોડાયેલા લોકોને હવાઈ યાત્રા સંબંધિત જાણકારી આપે છે. નોટોમનો મુખ્ય ઉદ્દેશ હવાઈ યાત્રાને સુરક્ષિત અને સુચારુ રાખવાનો હોય છે. આ નોટિસ કોઈ એરપોર્ટ, હવાઈ ક્ષેત્ર સુવિધામાં અસ્થાયી પરિવર્તન કે જોખમ વિશે જાણકારી માટે હોય છે. આ જાણકારી ટેલીકમ્યૂનિકેશનના માધ્યમથી આપવામાં આવે છે જેથી ઉડાન સંચાલન સંબંધિત લોકો તુરંત જાણી શકે અને ઉડાનની યોજના બદલી શકે. 

નોટોમ વડે ફ્લાઈટને ટેકઓફ અને લેડિંગની જાણકારી મળે છે. તે રિયલ ટાઈમ ડેટા એકત્રિત કરી એરપોર્ટ ઓપરેશન્સ કે એર ટ્રાફિક કંટ્રોલને આપે છે. ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલ વિમાનના પાલયટને જાણકારી આપે છે.

NOTAM શા માટે જરૂરી ?

જ્યારે પણ હવાઈ ક્ષેત્ર કે એરપોર્ટ સંબંધિત ખાસ સ્થિતિ હોય છે જેમકે રનવે બંધ હોય, વાતાવરણ ખરાબ હોય, હવાઈ ક્ષેત્રમાં જોખમ હોય ત્યારે તુરંત જાણકારી આપવા માટે નોટોમ કામ કરે છે. આ નોટિસ પાયલટ અને અન્ય કર્મચારીને જોખમ સંબંધિત જાણકારી આપે છે જેથી એરપોર્ટ યોગ્ય નિર્ણય લઈ શકે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news