Rice Water: ચોખાના પાણીથી સ્કિન અને હેર રહેશે હેલ્ધી, જાણી લો ઉપયોગ કરવાની સાચી રીત

Rice Water Benefits: ચોખાનું પાણી સ્કિન અને વાળની સમસ્યા દુર કરી સુંદરતા વધારવા માટે બેસ્ટ વસ્તુ છે. એક પણ રુપિયાનો ખર્ચ કર્યા વિના તમે ત્વચા અને વાળને સુંદર બનાવી શકો છો. 
 

Rice Water: ચોખાના પાણીથી સ્કિન અને હેર રહેશે હેલ્ધી, જાણી લો ઉપયોગ કરવાની સાચી રીત

Rice Water Benefits: ભાત દરેક ઘરમાં રોજ બને છે. ચોખામાંથી ભાત બને તે પહેલા ચોખાને પાણીમાં પલાળવામાં આવે છે. ઘણા લોકો પાણીમાં ચોખા ઉકાળીને ભાત બનાવે છે. ભાત બન્યા પછી મોટાભાગના લોકો ચોખાનું પાણી ફેંકી દેતા હોય છે. પરંતુ આ પાણી ફેંકવાને બદલે જો તમે સ્કીન કેર અને હેર કેરમાં યુઝ કરો છો તો તેનાથી ગજબનું પરિણામ જોવા મળી શકે છે. વર્ષોથી સ્કીન કેર અને હેર કેરમાં ચોખાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. દાદી-નાનીના સમયથી ચોખાના પાણીનો ઉપયોગ થાય છે. ચોખાનું પાણી એન્ટીઓક્સિડન્ટ, એમિનો એસિડ અને સ્ટાર્ચથી ભરપૂર હોય છે. તે ત્વચાની બળતરાને ઘટાડે છે. સાથે જ વાળ માટે પણ ફાયદાકારક છે. 

ઈફેક્ટિવ ટોનર

ચોખાનું પાણી ઇફેક્ટિવ ટોનર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ચોખાનું પાણી પોર્સને ટાઈટ કરે છે અને સ્કિનની બનાવટમાં સુધારો કરે છે. તેના માટે ચોખાના પાણીમાં રૂ પલાળી તેને ત્વચા પર લગાવો. ચોખાનું પાણી નિયમિત રીતે ત્વચા પર લગાડવાથી ત્વચા ઉનાળામાં પણ તરોતાજા રહેશે. આ સિવાય સનબર્નથી પણ ચોખાનું પાણી રાહત આપે છે.

ડાર્ક સર્કલ થશે દુર 

જે લોકોને ડાર્ક સર્કલ હોય અથવા તો પફીનેસની સમસ્યા હોય તેમના માટે પણ ચોખાનું પાણી બેસ્ટ છે. ચોખાના પાણીને ઠંડુ કરીને તેમાં રૂ પલાળી આંખ ઉપર થોડી મિનિટ માટે રોજ રાખો. તેનાથી આંખની બળતરા, પફીનેસ અને ડાર્ક સર્કલ દૂર થશે. 

વાળ બનશે ચમકદાર 

ત્વચાની સાથે ચોખાનું પાણી વાળ માટે પણ બેસ્ટ છે. ચોખાનું પાણી નેચરલ કન્ડિશનર છે. શેમ્પુ પછી વાળને ચોખાના પાણીથી ધોઈ લેવા. તેનાથી વાળ વધારે ચમકદાર અને સોફ્ટ થઈ જશે. 

હેરફોલ રોકવા 

ચોખાના પાણીને સ્પ્રે બોટલમાં ભરીને સ્કેલ્પમાં છાંટીને 5 મિનિટ હળવા હાથે મસાજ કરો. ચોખાનું પાણી સ્કેલ્ ને પોષણ આપે છે અને વાળના ગ્રોથને પ્રમોટ કરે છે. તેનાથી વાળના મૂળ મજબૂત થાય છે અને હેરફોલ તેમજ હેર બ્રેકેજ ઘટે છે. 

ચોખાનું પાણી કઈ રીતે કરવું તૈયાર ? 

ચોખાનું પાણી તમે બે રીતે બનાવી શકો છો. જેમાં પહેલી રીત છે કે ચોખાને સારી રીતે બે થી ત્રણ પાણીમાં ધોઈ લો અને પછી ચોખ્ખા પાણીમાં ચોખાને થોડી કલાક અથવા તો આખી રાત પલાળી દો. સવારે આ પાણીને ગાળી અને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ પાણી ચહેરા પર અને વાળ પર ઉપયોગ માટે તૈયાર છે. 

બીજી રીત છે જ્યારે તમે ભાત બનાવો ત્યારે ચોખામાં વધારે પાણી મૂકો. ભાત બની ગયા પછી જે પાણી વધે તેને ગાળીને સાઈડ પર રાખી લો. આ પાણી ઠંડુ થાય ત્યારે તેનો ઉપયોગ કરો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news