Papaya Facial Benefits: પાકા પપૈયાનો આ રીતે ઉપયોગ કરો, ફેશિયલ હેર વેક્સ વિના થઈ જશે દુર
Papaya Facial Benefits: ચહેરા પર વાળનો ગ્રોથ વધારે હોય અને તેને દુર કરવા માટે વેક્સ કે થ્રેડિંગ ન કરાવવું હોય તો પપૈયાનો ઉપયોગ શરુ કરો. પપૈયાનો ઉપયોગ આ રીતે કરવાથી ફેસ પરના વાળ ધીરેધીરે ઓછા થવા લાગે છે.
Trending Photos
Papaya Facial Benefits: ઘણી યુવતીને ચહેરા પરના વાળનો ગ્રોથ વધારે હોય છે. ચહેરા પરના વાળ મહિલાઓની સુંદરતાને ઘટાડે છે. તેથી જ મહિલાઓ ચહેરા પર આવતા આવા વાળને દૂર કરવા માટે વેક્સ કે રેઝરની મદદ લે છે. જોકે લાંબા સમય સુધી આ પ્રકારે ચહેરાના વાળ દૂર કરવામાં આવે તો ચહેરા પર રેડનેસ વધી શકે છે. રેઝરનો ઉપયોગ કરવાથી પણ ત્વચાને નુકસાન થઈ શકે છે. ચહેરા પરના વાળને ઓછા કરવા માટે બ્લીચ પણ કરવામાં આવે છે પરંતુ આ ઉપાય પણ ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
કોઈપણ પ્રકારની આડઅસર વિના જો ચહેરામાં વાળનો ગ્રોથ ઘટાડવો હોય અને ચહેરાના વાળ ધીરે ધીરે દૂર કરી નાખવા હોય તો પપૈયાનો ઉપયોગ કરી શકાય છે. કાચા પપૈયાનો પાંચ રીતે ઉપયોગ કરીને તમે ચહેરા પરના વાળને દૂર કરી શકો છો. આજે તમને પાંચ પદ્ધતિ જણાવીએ જે ફેશિયલ હેરને દૂર કરવામાં મદદ કરશે.
પપૈયાની પેસ્ટ
ચહેરાના વાળને દૂર કરવા માટે પપૈયાનો ઉપયોગ કરી શકાય છે. કાચા પપૈયાની છાલ ઉતારીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર 15 થી 20 મિનિટ માટે લગાવો. ત્યાર પછી વાળના ગ્રોથની વિપરીત દિશામાં હળવા હાથે મસાજ કરો. પાંચ મિનિટ મસાજ કરી ચહેરો સાફ કરી લો. બેસ્ટ રીઝલ્ટ માટે આ ઉપાય અઠવાડિયામાં ત્રણ વખત કરો.
પપૈયું અને હળદર
જો તમારા ચહેરા પર ફેશિયલ વધારે છે તો પપૈયા અને હળદરની પેસ્ટ પણ કામ લાગશે. કાચા પપૈયાની પેસ્ટ કરી તેમાં હળદર મિક્સ કરો અને ચહેરા પર લગાડો. 20 મિનિટ પછી પેસ્ટને ધીરે ધીરે મસાજ કરીને ચહેરા પરથી દૂર કરો, ચહેરાને પાણીથી સાફ કરી મોઈશ્ચુચરાઇઝર અપ્લાય કરો.
પપૈયું અને ચણાનો લોટ
ચહેરાના વાળ દૂર કરવા માટે પપૈયું અને ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકાય છે. કાચા પપૈયાની પેસ્ટ લઈ તેમાં ચણાનો લોટ અને હળદર મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાવા દો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય તો હળવા હાથે મસાજ કરીને ચહેરાને નોર્મલ પાણીથી સાફ કરો.
પપૈયું અને એલોવેરા
ચહેરાના વાળને દૂર કરવા હોય તો પપૈયું અને એલોવેરાની પેસ્ટ પણ લગાડી શકાય છે. બે ચમચી પપૈયાની પેસ્ટ લેવી અને તેમાં બે ચમચી એલોવેરા જેલ અને ચપટી હળદર મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર અપ્લાય કરો અને સુકાવા દો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય તો વાળના ગ્રોથની વિપરીત દિશામાં મસાજ કરી ચહેરો સાફ કરો.
પપૈયું અને દહીં
પપૈયું અને દહીંની પેસ્ટ પણ વાળનો ગ્રોથ ઘટાડવામાં અને વાળને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે કાચા પપૈયાની પેસ્ટ બનાવી તેમાં દહીં મિક્સ કરો. ત્રણથી ચાર મિનિટ માટે ચહેરા પર મસાજ કરો. 20 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો અને પછી નોર્મલ પાણીથી સાફ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે