બોટાદમાં આભ ફાટ્યું, પૂર જેવા પાણીમાં ઈકો તણાઈ જતા 6 લોકો લાપતા, 2 ને બચાવી લેવાયા

Bhavnagar Rainfall : ગઈકાલે ચોમાસાના પ્રારંભથી ભાવનગર, અમરેલીમાં મેઘાએ રૌદ્ર રૂપ દેખાડ્યું છે. પાલીતાણા, સિહોર પાણી પાણી થયા છે. ત્યારે અનેક જગ્યાએ લોકો ફસાયાના બનાવ બન્યા છે, જેથી તેમને રેસ્ક્યૂ કરવા પડ્યા છે. ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ ગઈ હતી. જેમાં 6 લોકો ગુમ થયા હતા, તેમાંથી 2 નું રેસ્ક્યૂ કરાયું છે, બાકીના હજી લાપતા છે. 

ઈકો કાર તણાઈ ગઈ હતી

1/6
image

પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર તણાયો હતો. કાર તણાઇ હોવાના સમાચાર મળતાં તંત્ર દ્વારા રાહત મોડી રાતથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 10 જેટલો સમય વિતી ગયો હોવાછતાં હજુ પણ 6 લોકો ગુમ છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

અમરેલીના કોઝવેમાં કાર ફસાઈ 

2/6
image

બાબરાના નાની કુંડળ ગામે કોઝવેમાં ફસાયેલ કાર ફસાઈ હતી. કારમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. બાબરાથી રાજકોટ જતી વેળા કાર પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. મધ્યરાત્રિના કારનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું. 108, ફાયર અને પોલીસે કારનો કાચ તોડી 2 પુરુષ અને 1 બાળકને બહાર કાઢ્યા હતા. 108, ફાયર, અને પોલીસ પરિવારને બચાવ્યો હતો. 108 ની ટીમ અને પોલીસ દ્વાર મહિલા ડોક્ટરને રેસ્ક્યુ કરી 3 ના જીવ બચાવ્યા હતા. રાજકોટના કલ્પેશ ચૌહાણ, તેનો દીકરો અને મિત્રનો જીવ બચ્યો 

રજાવળ નદીમાં કાર તણાઈ

3/6
image

પાલિતાણા તાલુકાના રંડોળા ગામની રજાવળ નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદના કારણે રજાવળ નદીમાં કાર તણાતી જોવા મળી હતી. કાર તણાઈ રહી હોવાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર કાગળના પત્તાની જેમ તણાઈ રહી છે. ગઈકાલ સાંજના 6 અને 20 મિનિટ આસપાસ આ કાર રજાવળ નદીમાં તણાઈ હતી. પાલિતાણા તાલુકામાં આજે 12 ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. જોકે કાર તણાતા કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે.

પાણીના પ્રવાહમાં બાઈક ફસાયું

4/6
image

ગઢડા ઘેલો નદીમાં પાણીના પ્રવાહમાં બાઈક ચાલક ફસત રેસ્ક્યૂ કરાયું. ઘેલો નદી પર આવેલા રમાઘાટ ડેમ ઓવરફલો થયો છે. ઘેલો નદીમાં ખોડીયાર મંદિર પાસે બાઈક ચાલક ફસાયો હતો. ગઢડા નગરપાલિકા ફાયરને જાણ થતાં તાત્કાલિક ફાયર ટીમ પહોંચી હતી. બાઈક ચાલકને બાઈક સાથે જેસીબીમાં બેસાડી રેસ્ક્યુ કરાયું.

બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર

5/6
image

બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં 14 ઈંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદ પડતા ગઢડા શહેરમાં અને ગ્રામ વિસ્તારોમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાતા મોટાભાગના ગામડાઓના રસ્તાઓ બંધ થયા. ગઢડાથી ઉગામેડી, નિગાળા, ઝીઝાવદર, રોહિશાળા તરફ જવાના રસ્તો બંધ થયો.   

ભાવનગર જિલ્લામાં મેઘાનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું

6/6
image

ભાવનગર જિલ્લાના પાલીતાણામા આવેલ ખારો ડેમ ઓવરફલો થયો છે. ખારો ડેમ ઓવરફલો થતા આસપાસના 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. ખારો ડેમ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. હાલ ખારો ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમા સારા વરસાદના કારણે જિલ્લાના ચેકડેમો, નદી, નાળા છલકાઈ રહ્યાં છે. શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધી છે. 95660 ક્યૂસેક પાણીની આવક થતા સપાટીમા વધારો 31 ફૂટ 3 ઈંચનો વધારો થયો છે.